અરબ સાગરમાં એક સમુદ્રી જહાજ પર ડ્રોન હુમલો થયો હોવાના સમાચાર છે. આ જહાજ સાઉદી અરેબિયાથી નીકળીને ભારત તરફ આવી રહ્યું હતું ત્યારે તેની ઉપર હુમલો થયો હતો, જેના કારણે આગ લાગી ગઈ હતી. જોકે, કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જ્યારે ઘટના બની ત્યારે તે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે 200 નોટિકલ માઈલ દૂર હતું. હાલ ભારતીય નેવી મદદે પહોંચી છે.
યુકેની મેરિટાઇમ એજન્સી UKMTOએ શનિવારે (23 ડિસેમ્બર) ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે, ભારતના વેરાવળ નજીક અરબ સાગરમાં એક જહાજમાં અનક્રૂડ એરિયલ સિસ્ટમ વડે હુમલો થવાના કારણે આગ લાગી ગઈ છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. એજન્સીએ બાકીનાં જહાજો માટે ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે તે વિસ્તારમાં જતી વખતે સાવચેતી રાખે.
UKMTO WARNING 018/DEC/2023
— United Kingdom Maritime Trade Operations (UKMTO) (@UK_MTO) December 23, 2023
ATTACK – INCIDENT 018 UPDATE 01
UKMTO have received a report of an attack by Uncrewed Aerial System (UAS) on a vessel causing an explosion and fire. https://t.co/qFzIsjDvnj#MaritimeSecurity #marsec pic.twitter.com/gBARms8K9T
ભારતીય સુરક્ષાબળોએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, પોરબંદરથી 217 નોટિકલ માઈલ દૂર અરબ સાગરમાં MV Chem Pluto નામના એક જહાજમાં સંભવિત ડ્રોન હુમલાના કારણે આગ લાગવાની ઘટના બાદ ભારતીય કોસ્ટગાર્ડ શિપ ICGS વિક્રમ મદદે જઈ રહી છે. આગળ જાણકારી આપતાં ખેવામાં આવ્યું કે, જે જહાજ હુમલાનો ભોગ બન્યું તેમાં ઓઇલ હતું અને સાઉદી અરેબિયાથી નીકળીને મેંગલોર તરફ જઈ રહ્યું હતું. જાણકારી અનુસાર, આગ તો ઓલવી દેવામાં આવી છે પરંતુ જહાજના સંચાલનમાં વિક્ષેપ પડ્યો છે.
સેનાએ જણાવ્યા અનુસાર, ICGS પેટ્રોલને ઇન્ડિયન એક્સ્લુઝિવ ઇકોનિમિક ઝોનના પેટ્રોલિંગ માટે તહેનાત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને મદદ માટે મોકલવામાં આવ્યું છે. 20 ભારતીયો સહિત તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે અને ICGSએ અન્ય જહાજોને પણ એલર્ટ કરીને જણાવ્યું છે કે તેઓ તેમના સંપર્કમાં રહે.
Indian Coast Guard ship ICGS Vikram is moving towards a merchant vessel MV Chem Pluto in the Arabian Sea 217 nautical miles off Porbandar cost after it reported a fire incident suspected to be caused by a drone attack. The vessel has crude oil and was going towards Mangalore from… pic.twitter.com/a8JQevOn1Z
— ANI (@ANI) December 23, 2023
UKની એજન્સીએ દાવો કર્યો છે કે આ જહાજ ઇઝરાયેલ સાથે સંકળાયેલું હતું. જણાવવામાં આવ્યું કે, લાઈબેરિયન ફ્લેગ્ડ કેમિકલ પ્રોડક્ટ ટેન્કર ઇઝરાયેલ સાથે સંકળાયેલું છે. જે સાઉદી અરેબિયાથી નીકળીને ભારત તરફ જઈ રહ્યું હતું. જહાજને થોડું નુકસાન પહોંચ્યું છે અને થોડું પાણી પણ ઘૂસી ગયું છે. જોકે, કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ યમનના હૂતી આતંકવાદીઓએ ભારત તરફ આવી રહેલા એક બ્રિટિશ જહાજને હાઇજેક કરી લીધું હતું. વાસ્તવમાં તેઓ તેને ઇઝરાયેલી જહાજ સમજી ગયા હતા. પછીથી ઇઝરાયેલ સામે લડતા ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે હૂતીઓનો આભાર પણ માન્યો હતો. નોંધવું જોઈએ કે ઇઝરાયેલ-હમાસના યુદ્ધમાં હૂતીઓ હમાસ તરફે છે અને વારતહેવારે ઇઝરાયેલ સામે માથું ઊંચકતા રહે છે. જોકે, તાજેતરના હુમલામાં હજુ સુધી કોઈએ જવાબદારી લીધી નથી.