Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘ધર્મવિરોધી એજન્ડા સામે કરીશું હિંદુઓની રક્ષા, વધુ ગાઢ બનશે ભારત-PM મોદી સાથેના...

    ‘ધર્મવિરોધી એજન્ડા સામે કરીશું હિંદુઓની રક્ષા, વધુ ગાઢ બનશે ભારત-PM મોદી સાથેના સંબંધો’: અમેરિકાની ચૂંટણી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ, બાંગ્લાદેશ હિંસા પર પણ બોલ્યા

    હિંદુઓની વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, “અમે કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મ-વિરોધી એજન્ડા અમેરિકાના હિંદુઓની સુરક્ષા કરીશું. અમે તમારી સ્વતંત્રતા માટે લડીશું. મારા શાસન હેઠળ અમે ભારત અને મારા બહુ સારા મિત્ર એવા વડાપ્રધાન મોદી સાથેની આપણી ભાગીદારીને વધુ મજબૂત બનાવીશું.”

    - Advertisement -

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હમણાં હિંદુ સમુદાય પર એક વિશેષ નિવેદન કર્યું છે. આ સાથે તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ (Hindus in Bangladesh) સાથે થયેલા અત્યાચારો પર પણ ખુલીને બોલ્યા અને ભારત અને વડાપ્રધાન મોદીનો પણ ઉલ્લેખ કર્યો. તેમનું આ નિવેદન હાલ અમેરિકા અને ભારતમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે. 

    ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ કરતાં લખ્યું કે, “બાંગ્લાદેશમાં હિંદુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ થયેલી બર્બર હિંસાની હું કડક શબ્દોમાં ટીકા કરું છું. મારા રહેતાં આવું ક્યારેય થયું ન હોત, પણ કમલા (હેરિસ) અને જો (બાયડન)એ અમેરિકા અને આખા વિશ્વમાં હિંદુઓને કાયમ અવગણ્યા છે. ઇઝરાયેલથી માંડીને યુક્રેન અને આપણી દક્ષિણ સરહદે પણ અનેક સમસ્યાઓ આવી, પણ અમે અમેરિકાને ફરી મજબૂત કરીશું અને શાંતિની પુનઃસ્થાપના કરીશું. 

    હિંદુઓની વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, “અમે કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મ-વિરોધી એજન્ડા અમેરિકાના હિંદુઓની સુરક્ષા કરીશું. અમે તમારી સ્વતંત્રતા માટે લડીશું. મારા શાસન હેઠળ અમે ભારત અને મારા બહુ સારા મિત્ર એવા વડાપ્રધાન મોદી સાથેની આપણી ભાગીદારીને વધુ મજબૂત બનાવીશું.”

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું કે, “કમલા હેરિસ વધુ પડતા નિયમો અને ઊંચા ટેક્સ લાદીને તમારા લઘુ ઉદ્યોગોને ખતમ કરી નાખશે. જ્યારે અમે ટેક્સ અને નિયમો પર નિયંત્રણ લાદીને અમેરિકાની અર્થવ્યવસ્થા વધુ મજબૂત કઈ રીતે બની શકે તે માટે કામ કરીશું. આપણે સૌ મળીને અમેરિકાને ફરી એક વખત મહાન રાષ્ટ્ર બનાવીશું.” ઉલ્લેખનીય છે કે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ એ ટ્રમ્પનો બહુ પ્રખ્યાત ચૂંટણી નારો છે. 

    અંતે ડોનાલ્ડ ટ્રમ્પે હિંદુ સમુદાયને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી અને લખ્યું કે, આ પ્રકાશનો પર્વ અસત્ય પર સત્યના વિજય તરફ દોરી જાય એવી આશા રાખું છું. X પર ટ્રમ્પની આ પોસ્ટને 12 કલાકથી ઓછા સમયમાં લગભગ 1 કરોડ 60 લાખ વ્યૂ મળી ચૂક્યા છે. 

    અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંપરા અનુસાર, નવેમ્બરના પહેલા સોમવાર પછીના મંગળવારે અહીં મતદાન યોજાય છે. આ વખતે 5 નવેમ્બરના રોજ મતદાન થશે. ત્યારબાદ બે મહિનાની વિવિધ પ્રક્રિયા બાદ જાન્યુઆરી, 2025માં નવા રાષ્ટ્રપતિ શપથગ્રહણ કરશે. રિપબ્લિકન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ ઉમેદવાર છે, જ્યારે ડોમેક્રેટ તરફથી વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ચૂંટણી લડી રહ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં