Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબોટાદમાં નવઘણ જોગરાણાની હત્યા બાદ માહોલ સતત ગરમ: SRP-પોલીસ છાવણીમાં ફેરવાયું ઢાંકણીયા;...

    બોટાદમાં નવઘણ જોગરાણાની હત્યા બાદ માહોલ સતત ગરમ: SRP-પોલીસ છાવણીમાં ફેરવાયું ઢાંકણીયા; ઇમરાન, દાઉદ સહિત 6એ કર્યું હતું ‘સર તન સે જુદા’

    મુન્ના પર હુમલો થયાની જાણ થતાં જ નવઘણ અને તેજા જોગરાણા પણ ત્યાં દોડી ગયા હતા. જ્યાં ઇકબાલ, દાઉદ, સાજીદ વગેરેએ મળીને નવઘણને મકાનમાં ઘસડી લઇ જઈને બહારથી દરવાજો બંધ કરીને છરીના ઘા ઝીંકીને ગળું કાપી નાખીને કરપીણ હત્યા કરી નાંખી હતી.

    - Advertisement -

    ગત શુક્રવારે (3 ફેબ્રુઆરી, 2023) બોટાદના ઢાંકણીયા ગામમાં નવઘણ જોગરાણા નામના હિંદુ યુવાનની ગળું કાપીને ક્રૂર હત્યા કરી નાંખવામાં આવી હતી. નોંધનીય છે કે બરાબર 1 વર્ષ પહેલા ધંધુકામાં પણ એક હિંદુ યુવક કિશન ભરવાડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હવે આ નવા કિસ્સા બાદ બોટાદ અને ખાસ કરીને ઢાંકણીયામાં વાતાવરણમાં સતત તંગદિલી જોવા મળી રહી છે.

    અહેવાલો મુજબ બોટાદના ઢાંકણીયા ગામમાં માહોલ સતત ગરમ રહેતા સુરક્ષાના કારણોસર અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાં આવ્યો છે. પોલીસના વિશાળ કાફલા સિવાય ગામમાં SRPની બે ટુકડીઓ પણ ખડકી દેવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

    મંદિર પાસે મુસ્લિમોએ બનાવેલ શૌચાલયનો વિરોધ કરવાના કારણે થઇ હત્યા

    નોંધનીય છે કે આ કરપીણ હત્યા પાછળ જૂની અદાવત સિવાય મંદિર પાસે બનાવાયેલા શૌચાલયનો મુદ્દો પણ મુખ્ય હોવાના અહેવાલો મળી રહ્યા છે.

    - Advertisement -

    અબતકના રિપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલાં ઢાંકણીયાના મંદિર પાસે મુસ્લિમોએ શૌચાલય બનાવ્યું હતું, જેનો હિંદુઓએ વિરોધ કર્યો હતો. જેની અદાવતમાં શુક્રવારે મુન્ના જોગરાણા ઇકબાલના ઘર પાસેથી પસાર થયો ત્યારે ઇકબાલ અને અન્ય આરોપીઓએ મળીને તેની ઉપર છરીથી હુમલો કરી દીધો હતો. 

    મુન્ના પર હુમલો થયાની જાણ થતાં જ નવઘણ અને તેજા જોગરાણા પણ ત્યાં દોડી ગયા હતા. જ્યાં ઇકબાલ, દાઉદ, સાજીદ વગેરેએ મળીને નવઘણને મકાનમાં ઘસડી લઇ જઈને બહારથી દરવાજો બંધ કરીને છરીના ઘા ઝીંકીને ગળું કાપી નાખીને કરપીણ હત્યા કરી નાંખી હતી.

    ઇકબાલ, દાઉદ, અમન, સાજીદ, બહાદૂર અને હકુ નામના હત્યારાઓ પકડાયા

    નવઘણ જોગરાણાની હત્યા મામલે ઝડપાયેલા આરોપીઓની ઓળખ ઇકબાલ હકુ રાઠોડ, દાઉદ રહીમ રાઠોડ, અમન ઇકબાલ રાઠોડ, સાજીદ ઇકબાલ રાઠોડ, બહાદુર ઇકબાલ રાઠોડ અને હકુ રહીમ રાઠોડ તરીકે થઇ છે.

    તમામ સામે આઇપીસીની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને રાયોટિંગના ગુના હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

    બરાબર 1 વર્ષ પહેલા કિશન ભરવાડની કરાઈ હતી હત્યા

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ધંધૂકાના હિંદુ યુવાન કિશન ભરવાડની કટ્ટરપંથી મુસ્લિમોએ કરપીણ હત્યા કરી નાંખી હતી.

    કિશને સોશિયલ મીડિયા ઉપર એક સ્ટેટ્સ શૅર કર્યું હતું, જેને મુસ્લિમોએ ‘ઇશનિંદા’માં ખપાવીને પહેલાં પોલીસ ફરિયાદ કરી હતી અને કિશન પોલીસ સમક્ષ હાજર પણ થયો હતો. પરંતુ પાછળથી 25 જાન્યુઆરી, 2022ની સવારે બે ઈસમોએ ધોળા દહાડે ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં