Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબોટાદ: ઇકબાલ, દાઉદ સહિતના ઈસમોએ નવઘણ જોગરાણાને રહેંસી નાંખ્યો, 2 યુવાનોને ઘાયલ...

    બોટાદ: ઇકબાલ, દાઉદ સહિતના ઈસમોએ નવઘણ જોગરાણાને રહેંસી નાંખ્યો, 2 યુવાનોને ઘાયલ કર્યા- 6 સામે FIR

    આ મામલે ઘવાયેલા તેજા જોગરાણાએ પાળિયાદ પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તમામ વિરુદ્ધ FIR દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

    - Advertisement -

    બોટાદ તાલુકાના એક ગામમાં એક હિંદુ યુવાનની હત્યા કરી નાંખવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે 6 મુસ્લિમ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. હત્યા જૂની અદાવતમાં કરી નાંખવામાં આવી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 

    આ ઘટના બોટાદના ઢાંકણીયા ગામની છે. અહીં શુક્રવારે (3 ફેબ્રુઆરી, 2023) રાત્રે 30 વર્ષીય યુવાન નવઘણ જોગરાણાની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે યુવાન ઉપર હુમલો કરીને ગળું કાપીને મારી નાંખ્યો હતો.

    આ ઝઘડામાં બે અન્ય વ્યક્તિઓ મુન્ના જોગરાણા અને તેજા જોગરાણા પણ ઘવાયા હતા. જેમને પહેલાં બોટાદ અને ત્યારબાદ ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

    - Advertisement -

    હત્યાનો આરોપ ઇકબાલ રાઠોડ, દાઉદ રાઠોડ, અમન સાજીદ, બહાદૂર અને હકુ રહીમ રાઠોડ સહિતના ઈસમો પર લાગ્યો છે. આ મામલે ઘવાયેલા તેજા જોગરાણાએ પાળિયાદ પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તમામ વિરુદ્ધ FIR દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

    યુવાનની હત્યા બાદ સ્થાનિક સ્તરે તેમજ સોશિયલ મીડિયા પર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. બીજી તરફ બોટાદ પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. 

    ઘટના બાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો તેમજ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિકો પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરીને આરોપીને તાત્કાલિક પકડવાની માંગ કરી રહ્યા છે. 

    પાળિયાદ પોલીસે આ મામલે ઇકબાલ, દાઉદ સહિતના તમામ આરોપીઓ વિરુદ્ધ IPCની 302, 307 અને રાયોટિંગની કલમો હેઠળ કેસ દાખલ કરીને તેમની શોધખોળ કરી ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

    મીડિયા રિપોર્ટ્સમાં હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું કહેવાય છે. પરંતુ સ્થાનિક સૂત્રો સાથેની વાતચીતમાં હનુમાનજીની દેરીનો વિવાદ હોવાનું જાણવા મળ્યું હતું અને આ ઝઘડામાં હત્યા થઇ હોવાનું અનુમાન છે. જોકે, વધુ વિગતો તો પૂરતી તપાસ બાદ જ બહાર આવી શકશે. અમુક અહેવાલોમાં તે વિશ્વ હિંદુ પરિષદનો કાર્યકર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે, પરંતુ સ્વતંત્ર પુષ્ટિ થઇ શકી નથી.

    હાલ, સમગ્ર ઢાંકણીયા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં