Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અજ્ઞાત' AAP કાર્યકર્તાઓ વિરુદ્ધ નોંધાઈ FIR, કેજરીવાલના જામીન બાદ ફોડી રહ્યા હતા...

    ‘અજ્ઞાત’ AAP કાર્યકર્તાઓ વિરુદ્ધ નોંધાઈ FIR, કેજરીવાલના જામીન બાદ ફોડી રહ્યા હતા ફટાકડા: પાર્ટીની જ સરકારે લગાવેલા પ્રતિબંધના ઉલ્લંઘન બદલ કાર્યવાહી

    ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બરે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલના શરતી જામીન મંજુર કર્યા હતા. ત્યારે જામીન મળ્યા બાદ જામીનની ઉજવણી કરવા શુક્રવારે (13 સંપતેમબર) AAP કાર્યકર્તાઓએ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન, તથા આમ આદમી પાર્ટીના દિલ્હી કાર્યાલયે ફટાકડા ફોડ્યા હતા.

    - Advertisement -

    13 સપ્ટેમ્બરે AAP નેતા અરવિંદ કેજરીવાલના શરતી જામીન મંજુર થયા બાદ આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા. આ મામલે શનિવાર 14 સપ્ટેમ્બરે, દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના અજાણ્યા કાર્યકર્તાઓ સામે FIR નોંધી હતી. દિલ્હી સરકારના ફટાકડા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને ફટાકડા ફોડવા બદલ પોલીસે પાર્ટીના કાર્યકર્તાઓ પર કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલાં સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાએ વધુ તૂત પડક્યું હતું અને ત્યારબાદ જ દિલ્હી પોલીસે કાર્યવાહી હાથ ધરવી પડી હતી.

    દિલ્હીની AAP સરકારે તહેવારો આવતા પહેલાં ફટાકડા પરના પ્રતિબંધને લંબાવ્યો હતો. થોડા દિવસો પહેલાં, દિલ્હી સરકારે રાજધાનીમાં વાયુ પ્રદૂષણના મુદ્દાનો હવાલો આપીને 1લી જાન્યુઆરી 2025 સુધી તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી દીધી હતી. રાજ્યના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 હેઠળ લાગુ કરાયેલ પ્રતિબંધ, ‘ગ્રીન’ ફોરક્રેકર્સ સહિતના તમામ ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગને આવરી લે છે.

    ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બરે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલના શરતી જામીન મંજુર કર્યા હતા. ત્યારે જામીન મળ્યા બાદ જામીનની ઉજવણી કરવા શુક્રવારે (13 સંપતેમબર) AAP કાર્યકર્તાઓએ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન, તથા આમ આદમી પાર્ટીના દિલ્હી કાર્યાલયે ફટાકડા ફોડ્યા હતા. સરકારે મુકેલ પ્રતિબંધનો ભંગ કરવા બદલ ફટાકડા ફોડનારા અજાણ્યા AAP કાર્યકરો વિરુદ્ધ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.

    - Advertisement -

    સબ-ઇન્સ્પેક્ટર (SI) તરુણ કુમાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે BNS ની કલમ 223(B) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ અનુસાર, આ ઘટના 13 સપ્ટેમ્બરના રોજ સાંજે 06:45 વાગ્યે 6 ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ લાઇન્સ, પાસે બની હતી.

    FIRમાં જણાવ્યા અનુસાર, જ્યારે અધિકારી દિલ્હીના સિવિલ લાઈન્સમાં સીએમ હાઉસની નજીક પહોંચ્યા, ત્યારે તેમણે ત્યાં હાજર ભીડ દ્વારા ફોડવામાં આવી રહેલા ફટાકડાનો અવાજ સાંભળ્યો હતો. જેના કારણે વાયુ પ્રદૂષણ ખૂબ જ ફેલાયું હતું. જોકે, જ્યારે અધિકારીઓ નજીક પહોંચ્યા, ત્યારે ફટાકડા ફોડી રહેલા લોકો ભાગવા લાગ્યા હતા અને ત્યારબાદ કોઈ ફટાકડા ફોડતું પણ જોવા મળ્યું નહોતું.

    કેટલાક અજાણ્યા લોકોએ 6 ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ લાઇન્સ, દિલ્હી પાસે ફટાકડા ફોડીને હવાનું પ્રદૂષણ ફેલાવ્યું હતું, જે રહેવાસીઓ અને અન્ય સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાનું કહેવાયું છે. જે મામલે ફટાકડા ફોડનારા અજાણ્યા AAP કાર્યકરો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં