દિલ્હી પોલીસની એક ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી છે. તેમને એક મામલામાં નોટિસ આપવા માટે પોલીસ પહોંચી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી. પોલીસકર્મીઓ અહીં એક મામલામાં નોટિસ આપવા માટે પહોંચ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપ પર AAP ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે હવે પુરાવા માગ્યા છે.
Crime Branch team of Delhi Police arrived at the residence of Delhi CM Arvind Kejriwal. The police officials have come to serve notice in connection with Aam Aadmi Party's allegation against BJP of trying to buy AAP MLAs. Delhi Police has asked to provide evidence: Sources
— ANI (@ANI) February 2, 2024
(file… pic.twitter.com/R5pTxkt5Lf
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેજરીવાલે આરોપ લગાવ્યા હતા કે તેમના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું હતું કે તેમના 21 ધારાસભ્યોને તોડવાની યોજના બનાવવામાં આવી રહી છે. એવો પણ દાવો કર્યો હતો કે આ મામલે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક પણ કરવામાં આવ્યો અને ભાજપની ટીકીટ ઓફર કરવામાં આવી.
કેજરીવાલે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “પાછલા થોડા દિવસોમાં આ લોકોએ અમારા દિલ્હીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે, થોડા દિવસ બાદ કેજરીવાલની ધરપકડ કરી લઈશું. ત્યારબાદ ધારાસભ્યોને તોડીશું. 21 ધારાસભ્યો સાથે વાત થઈ ગઈ છે, બીજા સાથે પણ વાત કરી રહ્યા છીએ. ત્યારબાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર પાડી દઈશું. તમે પણ આવી જાઓ. 25 કરોડ રૂપિયા આપીશું અને ભાજપની ટીકીટ પર ચૂંટણી લડાવી દઈશું.
पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है – “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024
ત્યારબાદ દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ જ પ્રકારના આરોપ લગાવ્યા હતા. જોકે, તેમણે ક્યારેય પુરાવાઓ રજૂ કર્યા નહીં. જેથી હવે પોલીસ પુરાવા માગવા પહોંચી છે. મીડિયા અહેવાલો અનુસાર, પોલીસ આતિશીને પણ આ પ્રકારની નોટિસ આપી શકે છે. બીજી તરફ, ભાજપે પણ પડકાર ફેંક્યો હતો કે તેઓ એ ધારાસભ્યોના નામ જાહેર કરે જેમનો ભાજપે કથિત રીતે સંપર્ક કર્યો હતો. પાર્ટીએ કહ્યું હતું કે AAP આ બધાં ગતકડાં કરીને બાકીના મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માંગે છે.
રિપોર્ટ્સ અનુસાર, કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના આરોપો બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેજરીવાલનો સહયોગ માંગે છે, જેથી નોટિસ લઈને પહોંચી હતી.
આ ઘટનાક્રમ ત્યારે સર્જાઈ રહ્યો છે જ્યારે કેજરીવાલ આજે સતત પાંચમું સમન સ્કીપ કરીને ED સમક્ષ હાજર થયા ન હતા. એજન્સી દિલ્હી શરાબ કૌભાંડ મામલે પૂછપરછ કરવા માટે તેમને ગત નવેમ્બરથી બોલાવી રહી છે પરંતુ કેજરીવાલ હાજર થઈ રહ્યા નથી અને દર વખતે સમનને ગેરકાયદેસર ગણાવી દે છે. પાંચમુ સમન એજન્સી તાજેતરમાં જ મોકલ્યું હતું અને શુક્રવારે (2 ફેબ્રુઆરી, 2024) હાજર થવા માટે જણાવ્યું હતું, પરંતુ તેઓ આજે પણ હાજર થયા ન હતા.