TMC સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધી છે. રાષ્ટ્રીય મહિલા આયોગનાં (NCW) અધ્યક્ષ રેખા શર્મા વિશે કરેલી અભદ્ર ટિપ્પણીઓ મામલે તેમની સામે દિલ્હી પોલીસે FIR દાખલ કરી છે. મહુઆ મોઈત્રાએ રેખા શર્માની એક તસવીર પર આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ હતી અને ત્યારબાદ NCW દ્વારા દિલ્હી પોલીસને મહુઆ મોઈત્રા સામે કેસ દાખલ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
A complaint was received from the National Commission of Women, alleging that a purported repost of a tweet (on social media platform X) by TMC MP Mohua Mitra, has committed the offence under section 79, BNS-2023.
— ANI (@ANI) July 7, 2024
Taking cognizance of the complaint and after a preliminary…
મહુઆ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 79 (મહિલાનું અપમાન થાય તેવું કૃત્ય) હેઠળ FIR દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર યુનિટે આ કેસ નોંધ્યો છે. આ પહેલાં શુક્રવારે (5 જુલાઈ) રાષ્ટ્રીય મહિલા આયોગે મોઈત્રાની ટિપ્પણીનું સ્વયંસંજ્ઞાન લઇને તેમની વિરૂદ્ધ FIR દાખલ કરવા માટે દિલ્હી પોલીસને પત્ર લખ્યો હતો.
શું છે મામલો?
વાસ્તવમાં, થોડા દિવસ પહેલાં હાથરસમાં એક કાર્યક્રમમાં નાસભાગ મચી ગયા બાદ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષ રેખા શર્મા તેમની ટીમ સાથે હાથરસ પહોંચ્યાં હતાં. અહીં તેમણે પીડિતો સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાતના ફોટો અને વિડીયો જ્યારે સામે આવ્યા ત્યારે તેમાં રેખા શર્મા સાથે એક વ્યક્તિ છત્રી લઈને ચાલતી જોવા મળી હતી.
ન્યૂઝ એજન્સી PTIએ પોસ્ટ કરેલા વિડીયોને ટાંકીને ‘પત્રકાર’ નિધિ રાઝદાને લખ્યું હતું કે, ‘તેઓ (રેખા શર્મા) છત્રી જાતે કેમ પકડી શકતાં નથી?’ જેના જવાબમાં મહુઆ મોઈત્રાએ ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, ‘તેઓ પોતાના બોસનો પાયજામો પકડવામાં વ્યસ્ત છે, એટલા માટે.’
મહુઆ મોઈત્રાની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર તેમની બહુ ટીકા થઈ હતી, પરંતુ તેમણે લાજવાને બદલે ગાજવાનું ચાલુ જ રાખ્યું હતું અને બીજા પણ બફાટ કર્યા હતા. દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે સંજ્ઞાન લીધું હતું.
NCW દ્વારા એક X પોસ્ટ કરીને કહેવામાં આવ્યું કે, ‘રાષ્ટ્રીય મહિલા આયોગે સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા NCW પ્રમુખ રેખા શર્મા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે. આ અવિવેકી ટિપ્પણીઓ અમર્યાદિત છે અને મહિલાનું અપમાન છે. કમિશન નોંધે છે કે આ ટિપ્પણીથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 હેઠળ ગુનો નોંધી શકાય છે. NCW આ અપમાનજનક ટિપ્પણીઓને વખોડી કાઢે છે અને મહુઆ મોઈત્રા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરે છે. આ મામલે મોઈત્રાએ વિરુદ્ધ FIR નોંધવામાં આવવી જોઈએ અને કાર્યવાહી અંગેનો રિપોર્ટ 3 દિવસમાં સોંપવામાં આવે.
No doubt why she deleted this reply!
— Facts (@BefittingFacts) July 7, 2024
She is scared of losing her MP Bunglow again! https://t.co/foeXPviIgp pic.twitter.com/5jtlBavnHo
જોકે, કાર્યવાહીના ડરે મહુઆ મોઈત્રાએ પછીથી કૉમેન્ટ ડિલિટ કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે મહુઆને ડર છે કે ક્યાંક ફરી તેમનો MP બંગલો હાથમાંથી ન ચાલ્યો જાય.