દિલ્હીથી પ્રાપ્ત થતા એક મહત્વના સમાચાર મુજબ, હાઈકોર્ટે ‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈને ભાજપ પ્રવત્ત શાઝિયા ઇલ્મી વિરુદ્ધનો વિડીયો હટાવી લેવા માટે આદેશ કર્યો છે. ભાજપ મહિલા પ્રવક્તાએ તાજેતરમાં જ રાજદીપ અને ઇન્ડિયા ટુડે વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો, જે મામલે કોર્ટે આ આદેશ પસાર કર્યો છે.
શઝિયા ઇલ્મીની માનહાનિની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ મનમીત પ્રીતમ સિંઘ અરોડાએ આ આદેશ પસાર કર્યો. આ પહેલાંની સુનાવણી વખતે કોર્ટે સરદેસાઈ અને ઇન્ડિયા ટુડેને સંપૂર્ણ અને એનએડિટેડ વિડીયો રજૂ કરવા માટે કહ્યું હતું.
#Breaking
— Bar and Bench (@barandbench) August 13, 2024
"You had no authority to record and no authority to use."
Delhi High Court orders Rajdeep Sardesai to take down the video he uploaded on X (Twitter) accusing BJP's Shazia Ilmi of "abusing" an India Today video journalist.@shaziailmi @sardesairajdeep #Defamation pic.twitter.com/a2T9QODpwr
વિડીયો રેકર્ડ પર મૂકવામાં આવ્યા બાદ કોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, શાઝિયા ઇલ્મી શોમાંથી નીકળી ગયા બાદ પણ ઇન્ડિયા ટુડેના કેમેરાપર્સને તેમનો વિડીયો શૂટ કરવાનું ચાલુ રાખ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ચેનલના કેમેરામેનને કે રાજદીપને વિડીયો રેકોર્ડ કરવાનો કોઈ અધિકાર નથી કે ન તેનો ક્યાંય ઉપયોગ કરવાનો.
કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, “આ કોર્ટ એવો મત ધરાવે છે કે, અરજદારે (શાઝિયા ઇલ્મી) શો છોડી દીધા બાદ આ વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેથી આ મામલો હવે અરજદાર અને સામેના પક્ષ (કેમેરાપર્સન) વચ્ચેનો થઈ ગયો અને અહીં અરજદારની ગોપનીયતાનો પણ મુદ્દો આવે છે, જે મામલે કોર્ટ સામેના પક્ષનો જવાબ જાણવા માંગે છે.”
સુનાવણી દરમિયાન રાજદીપ સરદેસાઈના વકીલે મામલો ટાળવા માટે અપીલ કરી હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, શાઝિયા ઇલ્મીની વચગાળાની રાહતની માંગ કરતી અરજી પર નિર્ણય ન થઈ જાય ત્યાં સુધી સોશિયલ મીડિયા પરથી વિડીયો હટાવી લેવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદ ગત 26 જુલાઈએ શરૂ થયો હતો. ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા હોવાથી શાઝિયા ઇલ્મી ઇન્ડિયા ટુડેની એક ડિબેટમાં ભાગ લેવા માટે ગયાં હતાં, જ્યાં હોસ્ટ કરી રહ્યા હતા રાજદીપ સરદેસાઈ. અહીં રાજદીપ-શાઝિયા વચ્ચે અગ્નિપથ યોજના વિશે ચાલતી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને રાજદીપે બોલવાની તક ન આપવાનું અને જાણીજોઈને અવાજ ધીમો કરાવ્યાનું કહીને ભાજપ પ્રવક્તાએ ડિબેટ છોડી દીધી હતી.
બીજા દિવસે શાઝિયાએ X પર એક પોસ્ટ કરીને પોતે શા માટે શો છોડ્યો હતો તેની જાણકારી આપી અને રાજદીપને પણ આડેહાથ લીધા હતા. જેનો જવાબ આપતાં રાજદીપે એક વિડીયો પોસ્ટ કર્યો અને શાઝિયા પર ઇન્ડિયા ટુડેના કેમેરામેન સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વિડીયોમાં શાઝિયા ઇલ્મીને ડિબેટ બાદ પોતાનાં સ્થાનેથી ઊભાં થઈને પત્રકારને બહાર જવાનું કહેતાં જોઈ શકાય છે.
આ વિડીયોને લઈને પછીથી વિવાદ થયો, જેમાં ભાજપ પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે કેમેરા મેને તેમના ઘરમાં જઈને ખોટી રીતે ડિબેટ પૂર્ણ થયા બાદ પણ વિડીયો શૂટ કરવાનો ચાલુ રાખ્યો હતો અને અયોગ્ય રીતે મહિલાનું અપમાન થાય તે રીતે વિડીયો બનાવવામાં આવ્યો, જેને પછીથી રાજદીપ સરદેસાઈએ જાહેર માધ્યમ પર મૂકી દીધો હતો. આ મામલે પછીથી ભાજપ પ્રવક્તાએ કાયદાકીય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી, જે મામલે પછીથી તેઓ કોર્ટ પહોંચ્યાં હતાં.