Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયા'જ્ઞાનવાપીમાં મુસ્લિમોના દાવાઓને બળ આપવા..': G20 સમિટ પહેલા દિલ્હીમાં લગાવાયા શિવલિંગ આકારના...

    ‘જ્ઞાનવાપીમાં મુસ્લિમોના દાવાઓને બળ આપવા..’: G20 સમિટ પહેલા દિલ્હીમાં લગાવાયા શિવલિંગ આકારના ફુવારા, નેટીઝન્સમાં ભારે રોષ

    "શિવલિંગ એ ફુવારો નથી………. સિવાય કે તમે મુસ્લિમ હોવ અને જ્ઞાનવાપી પોતાની પાસે રાખવા માટે લડતા હોવ તો તમારે આ જૂઠાણું ફેલાવવાની જરૂર પડે!" બીજા ગુસ્સે થયેલા X યુઝર @SaffronQueen_ એ લખ્યું.

    - Advertisement -

    બુધવાર, 30 ઓગસ્ટના રોજ, G20 સમિટ પહેલા દિલ્હીના ચાલી રહેલા બ્યુટિફિકેશનના ભાગરૂપે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધૌલા ખાન રોડ પર શિવલિંગ આકારના ફુવારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. જેમ જેમ લોકો સુધી આ વાત પહોંચી તેમ તેમ તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પાર પહોંચ્યા હતા.

    ઘણા X (પૂર્વનું Twitter) યુઝર્સે શિવલિંગ હિંદુઓ માટે અતિશય ધાર્મિક મહત્વ ધરાવતા હોવા છતાં દેશની રાજધાનીમાં તેનો સુશોભિત આઇટમ તરીકે ઉપયોગમાં લેવાયા હોવા પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેટલાક અન્ય લોકોએ તેની તુલના જ્ઞાનવાપી શિવલિંગ સાથે કરી અને તેને તેમની આસ્થા અને ધર્મની મજાક ગણાવી હતી. તેઓએ યાદ કર્યું કે કેવી રીતે ઇસ્લામવાદીઓ અને ડાબેરી ઉદારવાદીઓની ટોળકીએ વારાણસીના જ્ઞાનવાપીમાં વુઝુખાનામાં ડુબાડેલ શિવલિંગને ફુવારો કહીને તેનું અપમાન કર્યું હતું.

    જાણીતા X યુઝર મેઘ અપડેટ્સ દ્વારા દિલ્હીના ધૌલા ખાન રોડ પર સ્થાપિત શિવલિંગ આકારના ફુવારાઓના વિડીયો મુકાયો હતો અને આ ઘટનાક્રમ વિષે માહિત અપાઈ હતી.

    - Advertisement -

    જેના પર @rajasthan612627 નામના એક યુઝરે લખ્યું, “શું આ શિવલિંગને ત્યાંના ફુવારા કહીને જ્ઞાનવાપી પરના મુસ્લિમોના દાવાને પ્રતીકાત્મક સમર્થન છે? ? દિલ્હી ધ્યાન રાખો.”

    “શિવલિંગ એ ફુવારો નથી………. સિવાય કે તમે મુસ્લિમ હોવ અને જ્ઞાનવાપી પોતાની પાસે રાખવા માટે લડતા હોવ તો તમારે આ જૂઠાણું ફેલાવવાની જરૂર પડે!” બીજા ગુસ્સે થયેલા X યુઝર @SaffronQueen_ એ લખ્યું.

    અન્ય યુઝર @harish3912 એ પણ આવો જ અભિપ્રાય શેર કર્યો હતો કે કેવી રીતે શિવલિંગ આકારના ફુવારા સ્થાપિત કરવાનો નિર્ણય હિંદુઓનું અપમાન છે અને જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગને ‘ફુવારા’ ગણાવતા મુસ્લિમો અને ઉદારવાદી ગેંગ દ્વારા ખોટી રીતે રજૂ કરાયેલ જૂઠને બળ આપવાનો પ્રયત્ન છે.

    X યુઝર @Kafir2424 એ પણ સમાન અભિપ્રાય શેર કર્યા, કહ્યું, “આ ઈરાદાપૂર્વક હિંદુઓની મજાક ઉડાવવા અને મુસ્લિમોના દાવાને સાબિત કરવા માટે કરવામાં આવ્યું છે કે જ્ઞાનવાપી પરિસરમાં મળેલું શિવલિંગ એક ફુવારો છે,”

    “આ ઘૃણાયુક્ત કામને તુરંત જ દૂર કરો. શિવલિંગ એ ડેકોરેશન પીસ નથી, તે ફુવારો નથી, જ્ઞાનવાપીની દલીલ યાદ રાખો.??” ગુસ્સે થયેલા @govindam34 નામના અન્ય X યુઝરે લખ્યું.

    આ સિવાય પણ ઘણા લોકોએ જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાના વિચાર મૂકીને આનો વિરોધ કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં