Monday, October 21, 2024
More
    હોમપેજરાજકારણ'દિલ્હીમાં પ્રદૂષણ માટે UP સરકારની બસ જવાબદાર': આ વખતે નવું લાવ્યા AAP...

    ‘દિલ્હીમાં પ્રદૂષણ માટે UP સરકારની બસ જવાબદાર’: આ વખતે નવું લાવ્યા AAP નેતાઓ, દિવાળી આવતાં જ ફરી પાડોશી (BJP) રાજ્યોને જવાબદાર ઠેરવવાનું શરૂ!

    દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને પર્યાવરણ મંત્રી ગોપાલ રાય રવિવારે (20 ઑક્ટોબર, 2024) સવારે વધતા જઈ રહેલા પ્રદૂષણને લઈને સહુથી વધુ પ્રદુષિત વિસ્તાર આનંદ નગર પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે આ વાત કહી.

    - Advertisement -

    દિવાળી દેશ માટે ઉજવણી કરવાનો સમય છે અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માટે કકળાટ કરીને પોતાની નિષ્ફળતાઓ માટે પાડોશી દેશો અને કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવાનો. આ સમયમાં ઉત્તર ભારતમાં પ્રદૂષણનું (Pollution) પ્રમાણ ખૂબ વધી જાય છે. તેનું મૂળ કારણ તો પરાળ સળગાવવામાં આવે એ છે, પણ વૉટબેન્કના રાજકારણમાં ડૂબેલી પાર્ટીઓ તેને મુદ્દો બનાવતી નથી અને દર વર્ષે ફટાકડા પર પ્રતિબંધ લંબાવીને સંતોષ માની લે છે.

    જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હતા, ત્યારે ‘રિવાજ’ એવો હતો કે દિલ્હીમાં વધતા પ્રદૂષણનો ટોપલો પાડોશી રાજ્યો પંજાબ અને હરિયાણા પર ઢોળવામાં આવતો. પણ પછી પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર આવી ગઈ. પછી કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનાં હિટ લિસ્ટમાંથી પંજાબ ગાયબ થઈ ગયું. ઓછામાં પૂરું હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસ પાર્ટી જીતી. એટલે ત્યાં પણ AAPએ બહુ જોર કરવાનું માંડી વાળ્યું. આ તરફ હવે હરિયાણા અને ઉત્તર પ્રદેશ રહ્યાં, તેમની ઉપર દોષનો ટોપલો ઢોળીને આમ આદમી પાર્ટી આ ત્રણ-ચાર મહિના કાઢી નાખે છે. બાકીનું રહ્યું એટલું કેન્દ્ર સરકાર પર ઢોળી દેવામાં આવે છે.

    તાજા કિસ્સામાં હવે દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશીએ રાજ્યમાં થતાં પ્રદૂષણ માટે ઉત્તર પ્રદેશની સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગની બસને જવાબદાર ઠેરવી છે!

    - Advertisement -

    વાસ્તવમાં દિલ્હીનાં નવાં બનેલાં મુખ્યમંત્રી આતિશી અને પર્યાવરણ મંત્રી ગોપાલ રાય રવિવારે (20 ઑક્ટોબર, 2024) સવારે વધતા જઈ રહેલા પ્રદૂષણને લઈને સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર આનંદ નગર પહોંચ્યાં હતાં. અહીં તેમણે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર નજર કરી. જોકે આ મુલાકાત દરમિયાન આશ્ચર્યજનક રીતે મુખ્યમંત્રી અને પર્યાવરણ મંત્રીએ વધી રહેલા પ્રદૂષણ પાછળ ઉત્તર પ્રદેશને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે વધી રહેલા પ્રદૂષણ પાછળ કારણ ઉત્તર પ્રદેશથી આવતી ડીઝલ બસો છે.

    ‘UPની ડીઝલ બસો કરે છે પ્રદૂષણ’

    સ્થળ પર હાજર મીડિયાકર્મીઓને સંબોધતાં મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, “આનંદ વિહારનું AQI સૌથી વધુ છે. દિલ્હીમાં બસો CNG અને બેટરી સંચાલિત છે, જ્યારે હરિયાણા અને ઉત્તર પ્રદેશથી આવતી બસો ડીઝલ પર ચાલે છે. અહીં વધી રહેલા વાયુ પ્રદૂષણના મુખ્ય કારણોમાં આ યુપીથી આવતી બસ પણ છે કે જે ડીઝલ પર ચાલે છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારો શા માટે CNG કે બેટરી સંચાલિત બસો નથી અપનાવી રહી?”

    તેમણે કહ્યું, હતું કે ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતે ચર્ચા કરવી જરૂરી છે. મુખ્યમંત્રીએ તેમ પણ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે પ્રદૂષણ વિરોધી ઉપાયો કડકપણે લાગુ કરવા જોઈએ, જેવી રીતે દિલ્હીમાં કામ ચાલી રહ્યું છે. બીજી તરફ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પણ દિલ્હીમાં કથળી રહેલી વાતાવરણની સ્થિતિનું ઠીકરું ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર ફોડ્યું. તેમણે કહ્યું હતું કે, આ બસોના કારણે પ્રદૂષણ બે ગણું વધી ગયું છે.

    બસોના કારણે દિલ્હીનું પ્રદૂષણ બે ગણું વધ્યું

    મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીની AAP સરકારનાં કાર્યો ગણાવતાં કહ્યું હતું કે, “દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઉપાયો કડકપણે લાગુ કરવામાં આવ્યા છે. અમે 99 ટીમો બનાવીને આખા દિલ્હીમાં ધૂળ નિયંત્રણ ઉપાયો લાગુ કરી રહ્યા છીએ. અમે 325થી વધુ એન્ટી સ્મોક ગન લગાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. PWD અને MCDએ દિલ્હીમાં પ્રદૂષણના પ્રશ્નને પહોંચી વળવા માટે પોતાના તમામ સંસાધનો કામે વળગાળી દીધાં છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશ સીમા પર આનંદ વિહાર એક એવું હોટ-સ્પોટ છે, જ્યાં AQI સહુથી વધુ છે.”

    બીજી તરફ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પણ મીડિયા સાથે વાત કરતાં જણવ્યું હતું કે, “દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ છે. આનંદ વિહારમાં પાછલા 4-5 દિવસમાં પ્રદૂષણ ખૂબ જ ઊંચા લેવલ સુધી વધ્યું છે. આનંદ વિહાર દિલ્હીનું બસ ટર્મિનલ છે અને કૌશાંબી બસ સ્ટેશન ટીની સામેના રોડ પર જ છે. અહીં ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં ડિઝલ બસો આવે છે. આ બસોનો ધુમાડો દિલ્હીમાં પ્રદૂષણ બે ગણું વધારી રહ્યો છે. હું ઉત્તર પ્રદેશ સરકારને વિનંતી કરું છું કે કૌશમ્બી બસ ડેપોમાં પાણીનો છંટકાવ કરે.”

    યમુનાજી પણ હરિયાણા અને ઉત્તર પ્રદેશના કારણે પ્રદૂષિત: AAP

    આ દરમિયાન મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીની હવા તેમજ યમુના નદીના પ્રદૂષણ માટે પણ ઉત્તર પ્રદેશને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે કોઈના પર આરોપ નથી લગાવવા માંગતા, પણ તે વાસ્તવિકતા છે કે હરિયાણા અને ઉત્તર પદેશ પોતાના દૂષિત પાણી યમુનામાં ઠાલવે છે. છઠની સિઝન આવે ત્યારે તે લોકો આગ્રા કેનાલના દરવાજા બંધ કરી દે છે અને બધું જ દૂષિત પાણી યમુનાજીમાં ઠલવાય છે. પરંતુ દિલ્હી સરકાર હંમેશા સમાધાન શોધવા તરફ કાર્ય કરે છે. અમે ફૂડ ગ્રેડ સિલિકોન બેઝ્ડ ડી-ફોમર્સ વાપરીએ છીએ. જળ બોર્ડ એક પ્રોપર ડ્રાઈવ ચલાવી રહ્યું છે અને તેના અંતર્ગત ફીણ દૂર કરવામાં આવી રહ્યાં છે. તે લોકો (પાડોશી ભાજપ સરકાર) કામ ખરાબ કરવાનો પ્રયાસ કરે અમે લોકો હંમેશા સમાધાન શોધતા રહીશું.”

    જોકે, એક હકીકત એ પણ છે કે કેજરીવાલે સત્તામાં આવતાંની સાથે જ યમુના નદીને સ્વચ્છ કરવા માટેનો વાયદો કર્યો હતો. પરંતુ આજે એક દાયકા પછી પણ સ્થિતિમાં ખાસ સુધારો આવ્યો નથી. છતાં તેમની સરકાર અને પાર્ટી ગામ પર દોષ નાખીને દિવસો કાઢી નાખે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં