Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહત્યા, લૂંટ અને બળાત્કાર કરનારા અત્યાચારી આક્રાંતાઓનાં નામ પર હજુ શહેરો કે...

    હત્યા, લૂંટ અને બળાત્કાર કરનારા અત્યાચારી આક્રાંતાઓનાં નામ પર હજુ શહેરો કે સ્મારકો કેમ? જાણીતા વકીલે એક હજારથી વધુ નામો બદલવા અરજી કરી, અમદાવાદનું કર્ણાવતી કરવા પણ કહ્યું

    એડવોકેટ ઉપાધ્યાયે અરજી સાથે કોર્ટ સમક્ષ 1000 જગ્યાઓના નામ રજૂ કર્યા હતા જે આક્રમણકારો દ્વારા બદલવામાં આવ્યા હતા. અરજી અનુસાર, બિહારમાં બેગુસરાયનું નામ અજાતશત્રુ નગર હતું, જે બર્બર બેગુના નામ પરથી બેગુસરાય બન્યું. મુઝફ્ફરપુર વિદેહપુર તરીકે જાણીતું હતું.

    - Advertisement -

    દેશમાં કોઈ શહેર, સ્થળ કે સમારકનું નામ બદલાવનું હવે જાણે સામાન્ય વાત થઇ ગઈ છે. કારણ કે ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે કેટલાય શહેરોના નામ બદલ્યા છે. જેમાં પ્રયાગરાજ જેવા નવા નામો પણ સામેલ છે. જો કે આ બાબતે ઘણા લોકો ટીકા કરીને એવો તર્ક આપે છે કે આ ઈતિહાસ સાથે છેડછાડ છે તેમજ એક જ ધર્મના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હવે એક બે નહિ પરંતુ 1,000થી વધુ શહેરો, સ્થળો અને સમારકોના નામ બદલવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી જાણીતા સુપ્રીમકોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી છે. 

    જાણીતા વકીલ અશ્વિની ઉપાધ્યાયએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી આપી સાથે 1,000થી વધુ એવા નામો કે ભારતીયતા સાથે કઈ લેવા દેવા નથી અને એટલુ જ નહિ પરંતુ આ બધા નામો આક્રાંતાઓના નામ પરથી આપવામાં આવ્યા છે. જેણે એક સમયે ભારતીય લોકો પર અત્યાચારની સીમા પાર કરી હોય તેવા લોકોના નામ પર કોઈ શહેર, સ્થળ કે સ્મારક કેવી રીતે હોઈ શકે? તેમણે કોર્ટને ‘રીનેમીંગ કમીશન’નું ગઠન કરવા માટે પણ અપીલ કરી હતી કે જે કમીશન સાચા ઈતિહાસ અનુસાર ફરીથી નામો આપી શકે. 

    અશ્વિની ઉપાધ્યાયએ ટ્વીટર પર એક વિડીઓ ટ્વીટ કરીને આ મામલે વિગતો આપી હતી. જેમાં તેમણે કરેલી અરજી કેવી રીતે કરવામાં આવી છે અને ક્યાં હેતુસર કરવામાં આવી છે તે બાબતે વિગતો આપી હતી. 

    - Advertisement -

    એડવોકેટ ઉપાધ્યાયે અરજી સાથે કોર્ટ સમક્ષ 1000 જગ્યાઓના નામ રજૂ કર્યા હતા જે આક્રમણકારો દ્વારા બદલવામાં આવ્યા હતા. અરજી અનુસાર, બિહારમાં બેગુસરાયનું નામ અજાતશત્રુ નગર હતું, જે બર્બર બેગુના નામ પરથી બેગુસરાય બન્યું. મુઝફ્ફરપુર વિદેહપુર તરીકે જાણીતું હતું. હરિપુરનું નામ બદલીને હાજીપુર રાખવામાં આવ્યું. ક્રૂર દરભંગા ખાનને કારણે દ્વાર બંગાને દરભંગા કહેવામાં આવ્યું.

    જેણે નાલંદા જેવી વિશ્વવિદ્યાલયને સળગાવી મૂકી હતી તેવા બખ્તિયારના નામ પર પટના નજીક બખ્તિયારપુર નામનું શહેર છે. આ સિવાય તેમણે અરજીમાં બિહારના બિહાર શરીફ અને જમાલપુર જેવા શહેરોનો ઉલ્લેખ કર્યો છે. અરજીમાં બિહારના શહેરો ઉપરાંત દેશના અન્ય શહેરોના નામ પણ સામેલ છે. તેમાં અમદાવાદ, હોશંગાબાદ, દૌલતાબાદ, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, ગાઝિયાબાદ, ફિરોઝાબાદ, ફરીદાબાદ, ગાઝીપુર, જૌનપુર, આઝમગઢ જેવા સ્થળોનો સમાવેશ થાય છે.

    યાદ રહે કે થોડા દિવસ પૂર્વ જ ગુજરાતમાં અમદાવાદને કર્ણાવતી કરવા માટે ABVPએ પોતાની બેઠકમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. જો કે અમદાવાદનું કર્ણાવતી કરવું તે આજની નહિ પરંતુ વર્ષો જૂની માંગ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં