Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ‘અધિકારી મોતના સોદાગર, પબ્લિકનો ડેટા સેફ નથી’: X પર ફેક આઈડી બનાવીને...

    ‘અધિકારી મોતના સોદાગર, પબ્લિકનો ડેટા સેફ નથી’: X પર ફેક આઈડી બનાવીને RTO અધિકારી વિશે કરી વાંધાજનક પોસ્ટ, રાજકોટના વ્યક્તિ વિરુદ્ધ FIR

    કેતન મથુરભાઈ ખડેપ રાજકોટ RTO અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી છે કે ગત 1 જૂને તેમના ધ્યાનમાં આવ્યું હતું કે કચેરીના X હેન્ડલ પર બીપીન જોશી અને ચિરાગ પરમાર નામના બે અલગ અલગ યુઝરનેમથી તેમના અને કચેરી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી.

    - Advertisement -

    રાજકોટમાં RTOના અધિકારિક અકાઉન્ટને ટેગ કરીને સમસ્યાઓ માટે અધિકારીને જવાબદાર ઠેરવી ‘મોતના સોદાગર’ અને ‘લાંચિયા’ જેવા શબ્દો વાપરનાર X યુઝર સામે FIR દાખલ કરવામાં આવી છે. ફરિયાદ સ્વયં અધિકારીએ જ નોંધાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ફેક પ્રોફાઈલ બનાવીને પોસ્ટ કરતો હતો. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, કેતન મથુરભાઈ ખડેપ રાજકોટ RTO અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી છે કે ગત 1 જૂને તેમના ધ્યાનમાં આવ્યું હતું કે કચેરીના X હેન્ડલ પર બીપીન જોશી અને ચિરાગ પરમાર નામના બે અલગ-અલગ યુઝરનેમથી તેમના અને કચેરી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ બંને હેન્ડલ દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટમાં અધિકારીને ‘મોતના સોદાગર’ કહેવામાં આવ્યા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે કચેરીમાં રૂપિયા આપ્યા વગર કોઈ જ કામ નથી થતું. સાથે જ પોસ્ટમાં અધિકારીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

    અલગ-અલગ પોસ્ટમાં રાજકોટ RTO વિરુદ્ધ દાવા કરીને કહેવામાં આવ્યું હતું કે અમારી RTO ઓફિસ રાજકોટ શહેરમાં તમામ કામ માટે પૈસા લેવામાં આવે છે. તેમ પણ કહેવામાં આવ્યું હતું કે કચેરીમાં કામ માટે આવતા નાગરિકોનો ડેટા સેફ નથી. અધિકારીના નામ સાથે તેમના વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

    - Advertisement -

    બીજી તરફ આ મામલે RTO ઓફિસરે કહ્યું હતું કે, “હું સરકારના નિયમોના દાયરામાં રહીને જ મારી ફરજો બજાવી રહ્યો છું. મેં આજદિન સુધી કોઈ પણ કામ નિયમ વિરુદ્ધ નથી કર્યું. રાજકોટ RTO કચેરીએ કોઇ પણ વ્યક્તિનો ડેટા લીક નથી કર્યો. આ પ્રકારની પોસ્ટ કરનારે મારું અને RTO કચેરીના કર્મચારીઓનું મનોબળ તોડવા માટે આવા ટ્વીટ કર્યાં છે.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પ્રકારની પોસ્ટ ધ્યાને આવતાં જ તેમણે રૂબરૂ જઈ પોલીસ ફરિયાદ કરી હતી અને બાદમાં સાયબર હેપ્લલાઈન 1930 પર પણ ફરિયાદ કરી છે.

    ઉલ્લેખનીય છે કે ફરિયાદ બાદની તપાસમાં સામે આવ્યું હતું કે રાજકોટ RTO વિરુદ્ધ પોસ્ટ કરનાર આ બંને એકાઉન્ટ એક જ મોબાઈલ નંબર પરથી જનરેટ કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ રાજકોટના મોરબી રોડ પર રહેતા સંજય ધૂળકોટિયાનું હોવાનું જાણવા મળ્યું છે. તેણે પોતાના મોબાઈલ નંબર પરથી બીપીન જોશી અને ચિરાગ પરમાર નામની આઈડી બનાવી હતી અને આ પ્રકારની પોસ્ટ કરવા માટે તે આ આઈડીનો ઉપયોગ કરતો હતો. હાલ પોલીસે આ મામલે BNS અને IT એક્ટની કલમ 66 અંતર્ગત ફરિયાદ લઈ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, Xએ બંને અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં