Friday, November 22, 2024
More
    હોમપેજદેશવડાપ્રધાન નિવાસે નવા સદસ્યનું આગમન…ગૌમાતાએ નવ વત્સાને આપ્યો જન્મ: માતાજીના સાનિધ્યમાં થયું...

    વડાપ્રધાન નિવાસે નવા સદસ્યનું આગમન…ગૌમાતાએ નવ વત્સાને આપ્યો જન્મ: માતાજીના સાનિધ્યમાં થયું સ્વાગત, PM મોદીએ નામ રાખ્યું- દીપજ્યોતિ

    PM મોદીએ લખ્યું, “પ્રધાનમંત્રી આવાસમાં પ્રિય ગૌમાતાએ એક નવ વત્સાને જન્મ આપ્યો છે. જેના મસ્તિસ્ક પર જ્યોતિનું ચિહ્ન છે. એટલે મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.”

    - Advertisement -

    વડાપ્રધાનના અધિકારિક નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગમાં (PM residence) નવા સભ્યનું આગમન થયું છે. વાસ્તવમાં PM આવાસમાં એક ગૌમાતાએ એક વત્સાને જન્મ આપ્યો છે. PM મોદીએ તેનું નામ ‘દીપજ્યોતિ’ (Deepjyoti) રાખ્યું. સ્વયં તેમણે જ એક વિડીયો પોસ્ટ કર્યો હતો. 

    આ વિડીયો પોસ્ટ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. PM મોદીએ લખ્યું- ‘આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે- “ગાવઃ સર્વસુખ પ્રદા:’ લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં એક નવા સદસ્યનું શુભ આગમન થયું છે.”

    તેમણે આગળ લખ્યું કે, “પ્રધાનમંત્રી આવાસમાં પ્રિય ગૌમાતાએ એક નવ વત્સાને જન્મ આપ્યો છે. જેના મસ્તિસ્ક પર જ્યોતિનું ચિહ્ન છે. એટલે મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.” 

    - Advertisement -

    આ સાથે તેમણે એક 42 સેકન્ડનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો. જેમાં નિવાસસ્થાને વડાપ્રધાન મોદી દીપજ્યોતિ સાથે જોવા મળે છે. એક દ્રશ્યમાં તેઓ માતાજીની આરાધના કરતા જોવા મળે છે અને નવ વત્સાને હાર અને શાલ પહેરાવે છે. PM મોદી તેને વહાલ કરતા અને સાથે લઈને આવાસ પરિસરમાં પણ ફરતા જોવા મળે છે. 

    લોકો આ વિડીયો પર ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નિવાસમાં ગૌમાતાનું હોવું એ જ દેશ માટે બહુ મોટી વાત છે. જે દર્શાવે છે કે દેશ આટલાં વર્ષોમાં કેટલો બદલાઈ ગયો. અહીં વિજ્ઞાનને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે અને ધર્મ અને સંસ્કૃતિને પણ. 

    PM મોદીનો ગૌવંશ પ્રત્યેનો સ્નેહ ક્યાંય છૂપો નથી. તેમના નિવાસસ્થાને ગૌશાળા છે અને મોટી સંખ્યામાં ગૌમાતાને રાખીને તેમની સેવા કરવામાં આવે છે. વડાપ્રધાન સ્વયં પણ તેમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સારસંભાળ લેતા રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં