Thursday, September 19, 2024
More
    હોમપેજગુજરાતચોરને પકડવા ગુજરાત પોલીસ પણ બની હાઇટેક: દાહોદના મંદિરમાં ચોરી કરનારને પકડવા...

    ચોરને પકડવા ગુજરાત પોલીસ પણ બની હાઇટેક: દાહોદના મંદિરમાં ચોરી કરનારને પકડવા લીધી થર્મલ કેમેરાયુક્ત ડ્રોનની મદદ, હર્ષ સંઘવીએ પોસ્ટ કરી કર્યા વખાણ

    ગૃહ રાજ્યમંત્રીએ દાહોદ પોલીસ ટીમ પર ગર્વ વ્યક્ત કરતા લખ્યું હતું કે, “આ ઉત્કૃષ્ટ કામગીરી માટે DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું!”

    - Advertisement -

    ગુજરાતમાં (Gujarat) બનતી ગુનાઓની ઘટનાઓ પર અંકુશ લગાવવા હવે પોલીસ (Gujarat Police) પણ હાઈટેક બની છે. દાહોદ (Dahod) ખાતેથી સામે આવેલ ઘટના અનુસાર અમુક ચોર મંદિરમાં ચોરી કરવા ઘુસેલા ચોરોને પકડવા પોલીસે થર્મલ કેમેરાયુક્ત ડ્રોન કેમેરાનો (Drone Camera) ઉપયોગ કર્યો હતો. અડધી રાત્રે મંદિરમાં ઘૂસેલા ચોરને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. દાહોદ પોલીસની કામગીરીના વખાણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) પણ કર્યા હતા.

    દાહોદના એક મંદિરમાં અડધી રાત્રે ચોરી કરવા ઘુસેલા ચોરોને ડ્રોન કેમેરાની મદદથી પકડી પાડવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને વખણાતી પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે, “દાહોદ એસપી અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી!”

    તેમણે આગળ લખ્યું હતું કે, “શું તમે ક્યારેય વિચાર્યું છે? કે આદિજાતિ જિલ્લા પોલીસ થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને કેસને ઉકેલશે, તેઓ ગ્રામીણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત કરી રહ્યા છે!”  

    - Advertisement -

    સંઘવીએ વધુમાં લખ્યું કે, “ગઈકાલે એક મંદિરમાં ચોરી કરતો ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો, પણ DSP દાહોદ અને ટીમે તેને ભાગવા દીધો નહોતો! તેમણે ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો.” તેમણે દાહોદ પોલીસ ટીમ પર ગર્વ વ્યક્ત કરતા લખ્યું હતું કે, “આ ઉત્કૃષ્ટ કામગીરી માટે DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું!”

    શું હતો આખો મામલો?

    સમગ્ર ઘટના દાહોદના ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારમાં બની હતી. ત્યાં આવેલ મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરો ચોરી કરવા માટે ઘુસ્યા હતા તથા મંદિરના તાળા તોડવા લાગ્યા હતા. અવાજ થતાં ગ્રામજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ પોલીસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને જોતા જ ચોર પાસેના જંગલમાં ભાગી ગયા હતા.

    અહેવાલ અનુસાર મંદિરમાં 4 ચોર ચોરી કરવા આવ્યા હતા. જે ભાગી જતા ચોરને શોધવાનું ઓપરેશન લગભગ રાત્રિના 2થી સવારના 7 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિયાન પોલીસે 2 ચોરને પકડી લીધા હતા, પરંતુ બાકીના 2 ચોરને પકડવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. આ તમામ ચોરો મધ્યપ્રદેશ તરફના હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં