Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામ: અભદ્ર ટીપ્પણી કરવા બદલ AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલ વિરુદ્ધ ફરિયાદ દાખલ...

    આસામ: અભદ્ર ટીપ્પણી કરવા બદલ AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા કોર્ટનો આદેશ

    રીમગંજમાં એક કાર્યક્રમમાં સાંસદ બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે 40 વર્ષ પછી તેમનામાં બાળક પેદા કરવાની ક્ષમતા ક્યાં રહે જ છે.

    - Advertisement -

    મહિલાઓ પર અભદ્ર ટીપ્પણી કરવા બદલ આસામના કામરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટની એક કોર્ટે ગુવાહાટી પોલીસને AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. અસમ જાતીય પરિષદ (AJP)ના ઉપાધ્યક્ષ દુલુ અહેમદે દાખલ કરી હતી તેના પર સુનવણી કરતી વખતે સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રણજીત હઝારિકાએ ગુવાહાટીના હાથીગાંવ પોલીસ સ્ટેશનના ઓફિસર-ઈન્ચાર્જને એફઆઈઆર નોંધવા નિર્દેશ આપ્યા હતા.

    અહેવાલો અનુસાર કોર્ટે, 13 ડિસેમ્બરના રોજના આપેલા આદેશમાં આયોજન સમિતિ અથવા ગૌણ સત્તાધિકારીને AIUDFના વડા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓની તપાસ કરવા અને અંતિમ રીપોર્ટ સબમિટ કરવા માટે પણ કહ્યું હતું. હાથીગાંવ પોલીસ સ્ટેશને કથિત રીતે અજમલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ નોંધવામાં ન આવતાં અહેમદે 3 ડિસેમ્બરે કોર્ટમાં પહોંચ્યા હતા.

    અરજીમાં જણાવાયું છે કે AJP નેતાએ 6 ડિસેમ્બરે ફરિયાદ સાથે ગુવાહાટી પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેનું કોઈ નિરાકરણ નહોતું આવ્યું. કોર્ટે અરજીનો અભ્યાસ કરતી વખતે અવલોકન કર્યું કે પોલીસ કમિશનરે તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું અને ન તો હાથીગાંવ પોલીસ સ્ટેશન અથવા કમિશનરેટની ઑફિસના કાયદા અમલદારોએ કાર્યવાહીની કોઈ પહેલ કરી ન હતી.

    - Advertisement -

    આ પહેલા ઓલ યુનિયન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના પ્રમુખ મૌલાના બદરુદ્દીન અજમલે 2 ડિસેમ્બરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે હિંદુઓએ બાળકોના મામલે મુસ્લિમોના ફોર્મુલાને અનુસરવું જોઈએ અને નાની ઉંમરમાં જ બાળકોના લગ્ન કરાવી દેવા જોઈએ. કરીમગંજમાં એક કાર્યક્રમમાં સાંસદ બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે 40 વર્ષ પછી તેમનામાં બાળક પેદા કરવાની ક્ષમતા ક્યાં રહે જ છે. તેઓએ મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવવી જોઈએ અને 18-20 વર્ષની ઉંમરમાં તેમના બાળકોના લગ્ન કરાવવા જોઈએ.

    મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર પણ ટિપ્પણી કરી હતી

    અજમલે લવ જેહાદને લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર પણ ટિપ્પણી કરી હતી. શ્રદ્ધા હત્યાકાંડની ઘટનાના સંદર્ભમાં અજમલે સરમાના લવ જેહાદના દાવા પર અજમલે કહ્યું હતું કે, “આસામના મુખ્યમંત્રી આજે દેશના ટોચના નેતાઓમાંના એક છે. તેમને કોણ રોકે છે? તમે પણ ચાર-પાંચ લવ-જેહાદ કરતા રહો અને અમારી મુસ્લિમ છોકરીઓને લઈ જાવ. અમે તમારું સ્વાગત કરીશું અને લડાઈ પણ નહીં કરીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં