રવિવાર (6 માર્ચ 2023)ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરથી ધર્મ પરિવર્તનનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. બંને એક ભાડાના ફ્લેટમાં રહીને લોકોને સારી નોકરી, ધંધો, મકાન અને લગ્નની લાલચ આપીને ફસાવતા હતા. પોલીસે તેમની પાસેથી તાઇવાન ભાષામાં લખેલી કેટલીક પુસ્તકો મળી આવી છે. હવે આ મામલાની તપાસ એટીએસ, આઈબી, મિલિટરી ઈન્ટેલિજન્સ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
અહેવાલો મુજબ આ મામલો કાનપુરના ચકેરી પોલીસ સ્ટેશનના શ્યામનગરનો છે. અહીં એક ભાડાના ફ્લેટમાં ધર્માંતરણનું કામ થતું હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી. આ સંદર્ભે બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચ્યા અને ફ્લેટ પર 50થી વધુ સ્ત્રી-પુરુષો જોવા મળ્યા.
अब कानपुर में धर्मांतरण के बड़े सिंडीकेट का खुलासा…।
— Dilip Singh (@dileepsinghlive) March 5, 2023
चकेरी थाना क्षेत्र के श्याम नगर में कुछ बाहरी लोग किराए का मकान लेकर धर्मांतरण कर रहे थे। भारी मात्रा में धर्मांतरण से संबंधित साहित्य और अन्य साक्ष्य मिले….
दो लोगों को मौके से अरेस्ट किया है, 4 हिरासत में हैं…। pic.twitter.com/Zvc5ZeOVpM
વિશ્વ હિન્દુ પરિષદના (VHP) ઉપાધ્યક્ષ આનંદ સિંહે જણાવ્યું કે ફ્લેટમાં આ તમામ લોકોનું બ્રેઈનવોશ કરવામાં આવી રહ્યું હતું, તેમને ઈસાઈ ધર્મ સાથે સંબંધિત સાહિત્ય પણ આપવામાં આવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે, લગભગ 8-10 લોકોને હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી બનવા માટે કહેવામાં આવી રહ્યું હતું.
આ મામલે હમણાં સુધી 8ની ધરપકડ
જ્યારે પોલીસને આ ધર્માંતરણ રેકેટ વિશે માહિતી મળી, ત્યારે તે કાફલા સાથે ફ્લેટ પર પહોંચી અને બે યુવકો (અભિજીત અને રજત)ની ધરપકડ કરી. તેમજ 6 શકમંદોની (જીવન, શિવાંગ, શીતલ, જબીન, રાણાજી સહિત 6)ની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા યુવકોમાંના એકે પોતાને ઉત્તરાખંડના ચમોલીનો અને બીજાએ ત્રીજી પેઢીનો ખ્રિસ્તી ગણાવ્યો હતો.
પોલીસને તેમની પાસેથી લેપટોપ, કોમ્પ્યુટરમાં ધર્માંતરણની પ્રચાર સામગ્રી મળી આવી છે. એવા પણ 4 લોકો સામે આવ્યા છે જેમને લાલચ આપીને ધર્મ બદલવા માટે સમજાવવામાં આવ્યા હતા. હવે પોલીસ તેમનું ફંડિંગ કનેક્શન શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન તેમને મળેલા દસ્તાવેજોમાં તાઈવાનની ભાષા લખેલી છે.
મહિનાનો ખર્ચ 2 લાખ રૂપિયા પરંતુ આવકનો કોઈ સ્ત્રોત જ નહીં
આશ્ચર્યની વાત એ છે કે આરોપીઓની કોઈ સ્થાનિક આવકનો સ્ત્રોત મળ્યો નથી, જ્યારે તેમનો માસિક ખર્ચ રૂ. 2 લાખથી વધુ છે. પોલીસનું માનવું છે કે કાનપુરમાં ધર્મ પરિવર્તનની રમત એક એનજીઓ દ્વારા ચલાવવામાં આવી રહી હતી.
પોલીસ હવે બંને આરોપીઓને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરશે. આ સિવાય અન્ય 6 સંદિગ્ધોની પણ ધરપકડ કરાઈ છે. હવે આ મામલાની તપાસ એટીએસ, આઈબી, મિલિટરી ઈન્ટેલિજન્સ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.