Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મુસ્લિમોની વસ્તી રોકવા માટેનું આ પશ્ચિમી કાવતરું': હવે તાલિબાન દ્વારા ગર્ભનિરોધક પર...

    ‘મુસ્લિમોની વસ્તી રોકવા માટેનું આ પશ્ચિમી કાવતરું’: હવે તાલિબાન દ્વારા ગર્ભનિરોધક પર પ્રતિબંધ! બંદૂક સાથે મેડિકલ સ્ટોર્સનું કર્યું પેટ્રોલિંગ

    હાલમાં તાલિબાનનો આ ફરમાન માત્ર કાબુલમાં જ નહીં પરંતુ મઝાર-એ-શરીફ જેવા અન્ય શહેરોમાં પણ લાગુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન લડવૈયાઓ પણ શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને લોકોને પશ્ચિમી દેશોની નકલ ન કરવાની ચેતવણી આપી રહ્યા છે.

    - Advertisement -

    અફઘાનિસ્તાનમાં તાલિબાને નવો નિયમ લાગુ કરીને ગર્ભનિરોધક દવાઓ અને સાધનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાને તેને મુસ્લિમોની વસ્તી રોકવાનું પશ્ચિમી ષડયંત્ર ગણાવ્યું છે. ગર્ભનિરોધકનું વેચાણ કરતા દુકાનદારોએ પોતાને બંદૂક બતાવીને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. આ બધા ઉપરાંત, દાઈમાઓને પણ કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની ગર્ભનિરોધક દવાઓ લખી ન આપે.

    મીડિયા અહેવાલોમાં કેટલાક લોકોના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમને તાલિબાન લડવૈયાઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. કાબુલમાં એક મેડિકલ સ્ટોરના માલિકના જણાવ્યા અનુસાર, બંદૂકધારીઓ તેને ગર્ભનિરોધક ન વેચવાની ધમકી આપીને તેની દુકાનમાં ઘૂસ્યા હતા. દુકાનદારનું કહેવું છે કે તાલિબાન લડવૈયાઓ કાબુલમાં પણ દરેક દુકાનની તપાસ કરી રહ્યા છે.

    દરમિયાન, એક વૃદ્ધ દાઈમાએ આરોપ મૂક્યો હતો કે તેને તાલિબાન કમાન્ડર દ્વારા ધમકી આપવામાં આવી હતી. તેણે કહ્યું કે તેને પશ્ચિમી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકીને બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    - Advertisement -

    હાલમાં તાલિબાનનો આ ફરમાન માત્ર કાબુલમાં જ નહીં પરંતુ મઝાર-એ-શરીફ જેવા અન્ય શહેરોમાં પણ લાગુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન લડવૈયાઓ શેરીઓમાં પેટ્રોલિંગ પણ કરી રહ્યા છે અને તેમને પશ્ચિમી દેશોની નકલ ન કરવાની ચેતવણી આપી રહ્યા છે.

    17 વર્ષની પરિણીત અને 18 મહિનાના બાળકની માતા ઝૈનબ ગુપ્ત રીતે જન્મ નિયંત્રણની ગોળીઓ લેતી હતી પરંતુ હવે તેની દાઈમા દ્વારા તેને અટકાવી દેવામાં આવી છે. ઝૈનબનું કહેવું છે કે આ ફરમાનથી તે પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત છે.

    તાલિબાનના આ નિર્ણયનો અફઘાન લોકો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા અને હાલમાં બ્રિટનમાં રહેતી શબનમ નસીમીએ તાલિબાનના આ નિર્ણયને કુરાન સાથે જોડ્યો છે. તેમનું કહેવું છે કે “કુરાનમાં ક્યાંય પણ ગર્ભનિરોધક પર પ્રતિબંધ નથી, તેથી તાલિબાનનો આ નિર્ણય યોગ્ય નથી.”

    નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યા બાદ મહિલાઓ પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધોમાં તેમના કપડાથી લઈને અભ્યાસ સુધી અસર થઈ છે. તાલિબાન આ નિર્ણયોનો વિરોધ કરનારાઓને સખત સજા આપી રહ્યું છે. અને આ દરેક માટે તેઓ કુરાન અને શરીયાનું બહાનું આપતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં