આજે (17 માર્ચ 2023) 15 દિવસની પોલીસ કસ્ટડી બાદ કિરણ પટેલ નામના એક આરોપીને જમ્મુ કાશ્મીરની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેના પર આરોપ હતો કે તેણે સ્થાનિક તંત્રને પોતે PMO ખાતે એડિશનલ સેક્રેટરી હોવાની ખોટી ઓળખ આપીને સુરક્ષાકવચ અને VIP ટ્રીટમેન્ટ મેળવી હતી. આ ઠગ કિરણ પટેલ 3 માર્ચના દિવસે જમ્મુ કાશ્મીરમાં પકડાયો હતો.
આજે જયારે આખો દિવસ આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય હતો ત્યારે અન્ય ઘણા ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા હતા. સમાચાર અહેવાલોનું માનીએ તો આ કિરણ પટેલ ભૂતકાળમાં છેતરપિંડીના જ એક કેસમાં જેલની હવા ખાઈ ચુક્યો છે.
He is a very confident man. He gave away cheques worth 78 lakhs while he had only 113 rs. In his account. Must be good at whatever he was doing. He always got away but not this time. @AdityaRajKaul @narendramodi @sanghaviharsh https://t.co/jaqm9oUE46 pic.twitter.com/IqrhDymt96
— Harshal Purohit (@iPurohitHarshal) March 17, 2023
113 રૂ. બેલેન્સ વાળા ખાતાના ચેક આપીને વડોદરામાં કરી કરોડોની ઠગાઈ
હર્ષલ પુરોહિત નામના એક ટ્વીટર યુઝરે થોડા સમાચાર અહેવાલો સાથે ટ્વીટ કરતા લખ્યું હતું કે, “તે ખૂબ જ આત્મવિશ્વાસુ માણસ છે. તેણે 78 લાખના ચેક આપ્યા જ્યારે તેની પાસે તેના ખાતામાં માત્ર 113 રૂપિયા હતા. તે જે પણ કરતો હતો તેમાં સારો હોવો જોઈએ. તે હંમેશા ભાગી જતો પરંતુ આ વખતે નહીં.”
ટાંકેલા સમાચાર અહેવાલો મુજબ ઓગસ્ટ 2019માં આ જ કિરણ પટેલ અને તેના સાથી દીપેશ શેઠની વડોદરાની રાવપુરા પોલીસે કરી હતી ધરપકડ. તેમના પર આરોપ હતો કે નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે કલાનગરી ગરબા મહોત્સવ 2018માં પેટા કોન્ટ્રાકટર સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આરોપ એ પણ હતો કે કિરણ પટેલ પોતે મોટા ગજાના નેતાઓને ઓળખતો હોવાનો રોફ બતાવીને પોતાના કામ કઢાવતો હતો અને પોલીસ સ્ટેશનમાં પણ તેને VIP ટ્રીટમેન્ટ મળતી હતી.
પરંતુ આ ઠગ કિરણ પટેલની ઠગાઈઓનું લિસ્ટ અહીંયા નથી પૂરું થતું. ટ્વીટર યુઝર @keetliwado એ તેના તમામ છેતરપિંડીના કિસ્સાઓની એક આખી થ્રેડ બનાવીને મૂકી છે.
છેતરપિંડી માટે ભગવાનના નામનો પણ કર્યો ઉપયોગ
એક આરોપ એવો પણ લાગ્યો હતો કે ઠગ કિરણ પટેલ લોકોને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગાડી મુકવાની છે એમ કહીને લાખોની ચહેરતપિંડી કરી ચુક્યો હતો.
હાલ સોશિયલ મીડિયા પર મીઠી મીઠી વાતો કરી બહેનો નો ભાઈ બનવાના નાટકો કરી રહ્યો છે અને નવા શિકાર શોધી રહયો છે પોતે ભાજપનો આગેવાન છે અને રાજકીય વગ ધરાવે છે કહી ને લોકો ને ડરાવે છે હા ભાઈ ઉપાડી લેજે તું મારા ઉપાડી લેજે. pic.twitter.com/zfQPRIN9m9
— Keetliwado (@keetliwado) July 6, 2021
તેને 2019માં નરોડામાં નિવૃત્ત DYSP એન કે પરમાર પાસે ઠગ કિરણ પટેલ પોતાના ભાઈ મનીષ પટેલ આવ્યા હતા અને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ગાડી આપવાની સ્કીમ આપીને લાખોની છેતરપિંડી કરી હતી.
હવે આ ભાઈ સમય ની સાથે આગળ વધી ને બધો કારોબાર ઓનલાઇન લઈ આવ્યા છે અને ક્લબ હાઉસ, ટ્વીટર તથા અન્ય પ્લેટફોર્મ પર નવા નવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે જેની દરેક વ્યક્તિ એ નોંધ લેવી. @bansijpatel @kiranpatel1977 pic.twitter.com/FPLZ503GlB
— Keetliwado (@keetliwado) July 6, 2021
ખેડૂતોને પણ ના બક્ષ્યા
આ બંને ભાઈઓ આ પહેલા ખેડૂતોને પણ છેતરી ચુક્યો છે. ખેડૂતો પાસેથી સારી સ્કીમમાં પૈસા રોકીને સારું વળતર આપવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા.
આવા ચીટરો સોશિયલ મીડિયાના માધ્યમથી હવે ધાર્મિક વાતો કરીને અથવા રાજકીય ક્ષેત્રે આગળ પડતો હોવાનું કહીને લોકોને છેતરવાના નવા નવા નુસખા આચરી રહ્યા છે. આવા લોકોની વાતોમાં આવીને કોઈપણ પ્રકારની સ્કીમમાં રૂપિયાની લેતી દેતી કરવી નહીં. pic.twitter.com/da0WmOERHk
— Keetliwado (@keetliwado) July 12, 2021
જયારે ખેડૂતોએ પૈસા પાછા માન્ય તો આ ઠગ કિરણ પટેલ તેમને મોટા પોલીસ અધિકારીઓ દ્વારા FIR કરાવવાની ધમકીઓ આપતો હતો. આ દરમિયાન તેને ઘણા મોટા પોલીસ અધિકારીઓ સાથે ખેડૂતોને વાત પણ કરાવી હતી.
જેમ કિરણભાઈ કહે છે કે નાના કામ હું નથી કરતો એટલે કાલ ઉઠીને જીતુભાઇ વાઘણી @jitu_vaghani નો અંગત મિત્ર છુ એમ કરીને
— Keetliwado (@keetliwado) August 23, 2021
નાખી દેવાના ભાવે જમીન અપાવું ભાવનગરમાં એવું કહે તો પણ નવાઈ નહીં 😂😂 pic.twitter.com/u3iMooFMWX
ઠગ કિરણ પટેલ જુદા જુદા મોટા નેતાઓ સાથેના પોતાના ફોટા બતાવીને લોકોને મૂર્ખ બનાવીને તેમની સાથે ઠગાઈ કરતો હતો. કોઈને કહેતો કે તે તત્કાલીન ગૃહ પ્રધાન જીતુ વાઘાણી માટે કામ કરે છે તો કોઈને કહેતો કે તે સંઘના અધિકારી સંજય જોશીનો PA છે.
આમ હાલ સોશિયલ મીડિયામાં ઠગ કિરણ પટેલ દ્વારા ભટકાળમાં થયેલ અનેક ઠગાઈના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું આ વખતે તેની વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી થશે કે પછી હંમેશાની જેમ તે પાછો બીજા કોઈને ઠગવા નીકળી પડશે.