કર્ણાટકના (Karnataka) મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હાલ MUDA કૌભાંડના વિવાદમાં ઘેરાયેલા છે. ત્યારે આજે ગાંધી જયંતિ (Gandhi Jayanti 2024) નિમિત્તે ફરી એક વિવાદમાં ઘેરાયા છે. સોશિયલ મીડિયા પર સિદ્ધારમૈયાનો (Siddaramaiah) એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસના કોઈ કાર્યકર્તા (Congress Worker) સિદ્ધારામૈયાના જૂતા ઉતારી રહ્યા છે, આ દરમિયાન કાર્યકર્તાના હાથમાં દેશનો રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા જ હોબાળો મચી ગયો હતો.
સમગ્ર ઘટના બેંગ્લોરમાં બની છે. CM સિદ્ધારમૈયા મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગાંધીનું સન્માન કરવા માટે તેઓ આગળ વધી રહ્યા હતા. ત્યારે એક કોંગ્રેસ કાર્યકર્તાના હાથમાં રાષ્ટ્રધ્વજ (National Flag) હોવા છતાં સીએમ સિદ્ધારમૈયાના પગમાંથી જૂતા હટાવતા જોવા જોવા મળ્યો હતો.
#WATCH बेंगलुरु: हाथ में तिरंगा लिए एक कांग्रेस कार्यकर्ता ने आज कर्नाटक के मुख्यमंत्री सिद्धारमैया के पैरों से जूते उतारे। सिद्धारमैया महात्मा गांधी की जयंती पर उन्हें श्रद्धांजलि देने पहुंचे थे। मौके पर मौजूद एक व्यक्ति ने कार्यकर्ता के हाथों से झंडा हटाया और उस कार्यकर्ता ने… pic.twitter.com/KkOMUWF3I8
— ANI_HindiNews (@AHindinews) October 2, 2024
જોકે, તે જ સમયે નજીકના એક વ્યક્તિનું ધ્યાન તિરંગા પર પડ્યું હતું. તેમણે જે કાર્યકર્તા સિદ્ધારમૈયાના જૂતા ઉતારી રહ્યો હતો, તેના હાથમાંથી રાષ્ટ્રધ્વજ લઇ લીધો હતો. જોકે જૂતા ઉતારવા જેવા અંગત કામો દરમિયાન તિરંગો હાથમાં હોવો અને તેનું ભાન પણ ન હોવું આ દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે અનાદર થતા ચિંતા ઉભી કરે છે.
ન્યુઝ એજન્સી ANI દ્વારા પોસ્ટ કરાયેલ ઘટનાના વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કે સિદ્ધારમૈયા ગાંધી જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ગાંધીનું સન્માન કરવા માટે આગળ વધી રહ્યા હતા. જ્યાં કોંગ્રેસ કાર્યકર હાથમાં રાષ્ટ્રધ્વજ પકડીને CMના જૂતા ઉતારી રહ્યો છે. દરમિયાન નજીક ઉભેલા એક સુરક્ષાકર્મીનું ધ્યાન જતા તેમણે તરત જ રાષ્ટ્રધ્વજ કોંગ્રેસ કાર્યકર્તાના હાથમાંથી લઇ તેનું સન્માન જાળવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના CM સિદ્ધારમૈયા વર્તમાનમાં MUDA કૌભાંડ મામલે ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે. MUDAના પ્લોટ ગેરકાયદેસર ફાળવવા મામલે તેમના પર લોકાયુક્ત પોલીસે FIR પણ કરી હતી. તેમના પર કાર્યવાહી કરવા કર્ણાટકના રાજ્યપાલે 16 ઓગસ્ટે આદેશ આપ્યો હતો. જોકે આ અંગે સિદ્ધારમૈયા કોર્ટમાં ગયા પરંતુ કોર્ટે રાજ્યપાલના આદેશને માન્ય રાખ્યો હતો. આ બાદ લોકાયુક્ત પોલીસે સિદ્ધારમૈયા, તેમના પત્ની અને સાળા સહિતના લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. આ બાદ તેમની પત્નીએ MUDA કમિશ્નરને પત્ર લખી ગેરકાયદે અતિક્રમણ કરેલા 14 પ્લોટ સરેન્ડર કર્યા હતા. જોકે આ કૌભાંડ માત્ર 14 પ્લોટ પુરતો માર્યાદિત નહોતો તેથી પોલીસ આગામી તપાસ કરી રહી છે.