સોમવારે વકફ બિલ પર જોઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટીની (JPC) બેઠકમાં કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) પર વકફની સંપત્તિ હડપવાનો (Waqf property) આરોપ લાગ્યો છે. આ આરોપ કર્ણાટકના માઈનોરીટી કમીશનના પૂર્વ ચેરમેન અનવર મણિપ્પડીએ લગાવ્યા છે. તેમણે આ આરોપ JCP બેઠકમાં પ્રેઝન્ટેશન આપતી વખતે લગાવ્યા. તેમના આ આરોપોથી બેઠકમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ આ પ્રકારના આરોપો બાદ વિપક્ષના નેતાઓ બેઠકમાંથી વોક આઉટ કરી ગયા હતા. આ સાથે જ તેમણે સ્પીકરને પત્ર લખીને કમિટીના ચેરપર્સન જગદંબિકા પાલને હટાવવાની માંગ કરી હતી. તેમણે સ્પીકર સાથે મુલાકાત માટે પણ કહ્યું હતું.
#BreakingNews | Opposition MPs accuse JPC Chief of pursuing partisan agenda
— News18 (@CNNnews18) October 14, 2024
'
News18's @payalmehta100 shares details@kritsween | #JPC #Waqf #Kharge pic.twitter.com/27MoQe2P2D
અનવર મણિપ્પડીએ પ્રેઝન્ટેશનમાં કર્ણાટક સરકાર અને કોંગ્રેસ અધ્યક્ષ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યા છે કે વક્ફ બોર્ડને બચાવવા માટેની વાતો કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમની કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં વક્ફ બોર્ડની જમીન પચાવી પાડી છે. આ સાંભળીને વિપક્ષના નેતાઓ ધુઆપૂઆ થઈ ગયા હતા. વાત હજમ ન થતા તેઓ બેઠકમાંથી વોકઆઉટ કરી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તેમનો આ આરોપ માત્ર ખડગેને બદનામ કરવા માટે જ લગાવ્યા છે. તો અન્ય પાર્ટીએ કહ્યું કે આ સમિતિના નિયમોની વિરુદ્ધ છે.
#WATCH | Delhi: All opposition MPs boycotted the meeting of Joint Parliamentary Committee (JPC) on Waqf Bill.
— ANI (@ANI) October 14, 2024
The members alleged that Anwar Manippadi, former Chairman, Karnataka State Minorities Commission and Karnataka Minorities Development Corporation, whose presentation is… pic.twitter.com/2IuDy61YnR
આ ઘટસ્ફોટ બાદ વિપક્ષી નેતાઓએ સમિતિની બેઠકનો બહિષ્કાર કરીને ચાલતી પકડી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો અનવરે વક્ફ સુધારણા બીલની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર ટીપ્પણી કરી છે, જે જરાપણ યોગ્ય નથી. નોંધવું જોઈએ કે સમિતિની બેઠક આ પહેલા સાવ સામાન્ય ચાલી રહી હતી પરંતુ અનવર મણિપ્પડીએ પ્રેઝન્ટેશનમાં લગાવેલા આરોપો બાદ બેઠક હતી નહોતી થઇ ગઈ.
નોંધવું જોઈએ કે આ JCPમાં કૂલ 31 સભ્યો છે. જેમાં 21 સભ્યો લોકસભા અને 10 સભ્યો રાજ્યસભાના છે. લોકસભાના સભ્યોમાં જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, સંજય જયસ્વાલ, અસદુદ્દીન ઓવૈસી, અરુણ ભારતી, અરવિંદ સાવંત અને અન્ય મોટા નેતાઓ છે. રાજ્યસભામાંથી બૃજતાલ, ડોક્ટર મેધા. વિશ્રામ કુલકર્ણી, ગુલામ અલી, સંજય સિંહ, મોહમ્મદ અબ્દુલ્લા, વી વિજસાઈ રેડ્ડી, રાધા મોહન દાસ અગ્રવાલ, સૈયદ નસીર હુસૈન જેવા નેતાઓ શામેલ છે.