રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવામાં કોંગ્રેસ નેતાઓ અણછાજતી ટિપ્પણીઓ કરી નાંખતા હોય છે. હવે કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ‘ઝેરીલા સાપ’ ગણાવી દીધા છે.
#KarnatakaAssemblyElections2023 | PM Modi is like a 'poisonous snake', you might think it’s poison or not. If you lick it, you’re dead…: Congress chief Mallikarjun Kharge in Kalaburagi pic.twitter.com/Bqi7zVFnO9
— ANI (@ANI) April 27, 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે હાલ પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલબુર્ગીમાં પાર્ટીના પ્રચાર માટે એક જનસભા સંબોધવા માટે પહોંચ્યા હતા. અહીં ભાષણ દરમિયાન તેમણે પીએમ મોદી વિશે આ ટિપ્પણી કરી હતી. તેમણે આ ભાષણ કન્નડ ભાષામાં આપ્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઝેરીલા સાપ’ જેવા છે. તમે વિચારો કે તે ઝેરી છે કે નહીં અને ચાખી લો તો તમારું મોત થઇ જશે.”
કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ખડગેના મગજમાં જ ઝેર ભર્યું છે. તેઓ પીએમ મોદી અને ભાજપ પ્રત્યે પૂર્વગ્રહથી પીડિત છે. તેઓ રાજકીય રીતે લડવામાં અસમર્થ છે અને પોતાનું જહાજ ડૂબતું દેખાઈ રહ્યું છે જેના કારણે હતાશામાં આવાં નિવેદનો કરી રહ્યા છે. જનતા તેમને પાઠ ભણાવશે.
#WATCH | Union Minister Anurag Thakur slams Congress chief Mallikarjun Kharge over his remark on PM Modi
— ANI (@ANI) April 27, 2023
"Congress should apologise to the nation," he says pic.twitter.com/ocF0pZWYmU
કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, “વારંવાર ચૂંટણીમાં હારના કારણે કોંગ્રેસ બૌખલાઈ ગઈ છે અને મોદીજીને અપમાનિત કરવાની તેમની મજબૂરી બની ગઈ છે. સોનિયા ગાંધીથી લઈને અત્યારના અધ્યક્ષ સુધીના કોંગ્રેસ નેતાઓ ક્યારેક તેમને મોતના સોદાગર કહે છે તો ક્યારેક કોઈ સાપ કહે છે અને કોઈ કહે છે કે, ‘મોદી તેરી કબ્ર ખુદેગી.’ દેશના વડાપ્રધાન પ્રત્યે આવી ભાષાનો પ્રયોગ? એ પણ એવા નેતા જેમને દેશની જનતાએ વારંવાર પૂર્ણ બહુમતથી દેશના વડાપ્રધાન બનાવ્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે વડાપ્રધાન માટે આ પ્રકારની ભાષા વાપરવા બદલ માફી માંગવી પડશે નહીં તો કર્ણાટકની જનતા તેમની ડિપોઝીટ જપ્ત કરાવીને જડબાતોડ જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ કોંગ્રેસ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અનેક અભદ્ર ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ દિલ્હી એરપોર્ટ પર પાર્ટીના નેતાઓએ ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ના નારા લગાવ્યા હતા. ઉપરાંત, તે પહેલાં પણ મણિશંકર ઐયરથી માંડીને સાનિયા ગાંધી સુધીના નેતાઓએ મોદી વિશે ટિપ્પણીઓ કરી હતી. વર્ષ 2007માં ગુજરાત ચૂંટણી વખતે સોનિયા ગાંધીએ 2002નાં રમખાણો મુદ્દે મોદી પર પ્રહાર કરવા તેમને ‘મોતના સોદાગર’ કહ્યા હતા. જોકે, તેનો ફાયદો ઓછો ને નુકસાન વધુ ગયું હતું.
તાજેતરની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પીએમ વિશે ટિપ્પણી કરી હતી. તેમણે વડાપ્રધાનની સરખામણી રાવણ સાથે કરી હતી. જેની ઉપર પીએમ મોદીએ પણ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસમાં મોદીને કોણ વધુ ગાળો આપી શકે તેની સ્પર્ધા ચાલે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વધારે કાદવ ઉછાળશે તેટલું જ કમળ વધુ ખીલશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસ 17 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી.