કોંગ્રેસ નેતા રાશીદ ખાન બોલ્યા મંદિર ગેરકાયદેસર, સાથેજ તેલંગાણા કોંગ્રેસ નેતા રાશિદ ખાને હૈદરાબાદના ચાર મિનારમાં નમાજ પઢવાની પરવાનગી માંગી છે. આ સાથે બિલ્ડીંગ પાસે આવેલ શ્રી ભાગ્ય લક્ષ્મી મંદિરને ગેરકાયદેસર ગણાવીને પ્રતિબંધીત કરવાની માંગ ઉઠાવી છે. રાશિદ ખાને કહ્યું છે કે કાં તો તેમની માંગ પર સુનાવણી થવી જોઈએ નહીં તો કોંગ્રેસ નેતા રાશીદ ખાન આકરો વિરોધ પ્રદર્શન કરશે.
મંગળવારે (31 મે 2022) રાશિદ ખાને દાવો કર્યો હતો કે બે દાયકા પહેલા આ જગ્યા પર નમાઝ પઢવામાં આવતી હતી પરંતુ ત્યારબાદ મુસ્લિમોને અહીં આવતા અટકાવવામાં આવ્યા હતા. હવે ફરી તેણે નમાઝ માટે હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું છે. ASI અને પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલયને મંજૂરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.જો કે, સંસ્કૃતિ મંત્રાલયના કિશન રેડ્ડીએ તેમને કહ્યું હતું કે આમ કરવાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે. હવે ખાન આ માંગ સાથે તેલંગાણાના મુખ્યમંત્રી પાસે જશે. ત્યાં પણ જો તેમની વાત નહીં સાંભળવામાં આવે તો પ્રગતિ ભવન પાસે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ખાને પોતાની માંગ સાથે ચાર મિનાર પાસે બનેલા શ્રી ભાગ્ય લક્ષ્મી મંદિરને ગેરકાયદેસર ગણાવ્યું છે. ખાને કહ્યું કે દેશભરમાં મસ્જિદોની નજીક ખોટી જગ્યાઓ બનાવવામાં આવી છે. ચાર મિનાર પાસે આવેલા ભાગ્ય લક્ષ્મી મંદિર તરફ ઈશારો કરીને તેને ગેરકાયદેસર હોવાનું જણાવ્યું હતું,ખાને માંગ ઉઠાવી હતી કે જો ASIએ મસ્જિદ બંધ કરવી શકે, તો મંદિર પણ બંધ કરી દેવુ જોઈએ. આ માંગણી બાદ મૌલાના અલી કાદરીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે પહેલા લોકો ચાર મિનાર પાસે ભેગા થઈને નમાઝ પઢતા હતા, પરંતુ જ્યારથી આ જગ્યાએ એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે ત્યારથી અહીં નમાઝ પઢવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન પર ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર સાંપ્રદાયિક તણાવ વધારવાનો છે.
ભાજપના પૂર્વ MLC રામા ચંદ્ર રાવે કહ્યું, “કોંગ્રેસ પાર્ટી હૈદરાબાદમાં સાંપ્રદાયિક તણાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેઓએ શહેરમાં તેમની જમીન ગુમાવી દીધી છે. હવે તેઓ આ રીતે તણાવ વધારીને તેમની જમીન પરત મેળવવા માંગે છે… અહીં એક મસ્જિદ છે જે હેરિટેજ સ્ટ્રક્ચર છે અને બંધ છે અને ત્યાં એક મંદિર છે જ્યાં લોકો વર્ષોથી પૂજા કરે છે.
ભાજપના નેતાએ કહ્યું કે બે મુદ્દાઓને આ રીતે જોડવાથી સાંપ્રદાયિક તણાવ વધશે. રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા ત્વરિત પગલાં લેવા જોઈએ અને કોંગ્રેસના નેતાની ધરપકડ કરવી જોઈએ. રાજ્યની ટીઆરએસ અને કોંગ્રેસ પાર્ટી માત્ર પોતાના ફાયદા માટે લઘુમતીઓની લાગણીઓને ભડકાવે છે.