Friday, November 22, 2024
More
    હોમપેજદેશપોઇન્ટ્સમેન મોહમ્મદ સુલેમાનની એક 'ભૂલ' અને રેલકર્મી અમર કુમારનો ગયો જીવ..પણ રાહુલ...

    પોઇન્ટ્સમેન મોહમ્મદ સુલેમાનની એક ‘ભૂલ’ અને રેલકર્મી અમર કુમારનો ગયો જીવ..પણ રાહુલ ગાંધીને તેમાં પણ દેખાયું રાજકારણ, કહ્યું- બિનજવાબદારી અને ઓછી ભરતીનું પરિણામ

    ઊંડી તપાસ બાદ આ ઘટના માનવીય ભૂલને કારણે ઘટી હોવાનું બહાર આવ્યું છે. જો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ આખી ઘટનાને રાજકારણ કરવા માટે ઉપયોગમાં લીધી. તેમણે મોદી સરકાર પર માત્ર અદાણી માટે જ કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    ગત 9 નવેમ્બરના રોજ, ભારતીય રેલવેના એક 35 વર્ષીય કર્મચારીનું એન્જિન અને ટ્રેનના કોચ વચ્ચે ફસાઈ જવાથી દુઃખદ મોત નીપજ્યું હતું. આ ઘટના બિહારના બેગુસરાય જિલ્લાના બરૌની જંકશન પર શન્ટિંગ ઓપરેશન દરમિયાન બની હતી. પીડિતની ઓળખ પોઇન્ટસમેન અમર કુમાર રાઉત તરીકે થઈ છે. તેઓ લોકોમોટિવ અને કોચના સાઇડ બફર્સ વચ્ચે કચડાઈ જતા મોતને ભેટ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલવે કર્મચારીના મોત પર રાજકારણ શરૂ કરી દીધું છે.

    અહેવાલો અનુસાર ઘટના ત્યારે બની, જયારે તેઓ બરૌની જંકશન પર લખનૌ-બરૌની એક્સપ્રેસના ટર્મિનેશન બાદ તેનું એન્જીન અલગ કરી રહ્યા હતા. ઘટના સમયે અમર કુમાર સેન્ટર બફર કપલર બંધ કરવા માટે એન્જિન અને કોચના સાઈડ બફરની વચ્ચે ઉભા હતા. તેવામાં અચાનક, લોકો પાયલોટે એન્જિનને પાછળની તરફ ખસેડ્યું અને અમર કુમાર બે બફર્સ વચ્ચે કચડાઈ ગયા.

    ઊંડી તપાસ બાદ આ ઘટના માનવીય ભૂલને કારણે ઘટી હોવાનું બહાર આવ્યું છે. જોકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ આખી ઘટનાને રાજકારણ રમવા અને સરકાર પર પ્રહાર કરવા માટે ઉપયોગમાં લીધી છે. તેમણે મોદી સરકાર પર માત્ર અદાણી માટે જ કામ કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીએ X પોસ્ટમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટનો સ્ક્રીનશોટ શૅર કરતા લખ્યું છે કે, “મોદીજી, સામાન્ય લોકો ક્યારે સુરક્ષિત રહેશે? તમે ફક્ત ‘એક’ અદાણીને Safe રાખવામાં વ્યસ્ત છો. આ ભયાનક તસવીર અને સમાચાર ભારતીય રેલવે દ્વારા લાંબા સમયથી ચાલી આવતી બેદરકારી, ઉપેક્ષા અને ઇરાદાપૂર્વક ઓછી ભરતીનું પરિણામ છે.” રાહુલ ગાંધીએ આ આખી ઘટનાને “બેદરકારી, ઉપેક્ષા અને ભારતીય રેલવે દ્વારા ઇરાદાપૂર્વક ઓછી ભરતી કરવામાં આવતી હોવાનુંપરિણામ” ગણાવી હતી.

    ઘટના બાદ થયેલી તપાસમાં વાસ્તવિકતા સાવ જૂદી જ સામે આવી હતી. ખુલાસો થયો છે કે, આ દુર્ઘટના શંન્ટિંગ ઓપરેશનમાં સામેલ રેલવે કર્મચારીઓ પૈકીના એકની ગંભીર ભૂલના કારણે ઘટી છે. રેલવે દ્વારા કરવામાં આવેલી તપાસ અનુસાર પોઇન્ટ્સમેન મોહમ્મદ સુલેમાને ‘ભૂલથી’ લોકો પાયલોટને એન્જીન પાછળ ખસેડવાનો ઈશારો કરી દીધો હતો. આ કારણે જ અમર કુમાર કચડાઈ ગયા હતા.

    આ મામલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આઇટી સેલના વડા અમિત માલવિયાએ શૅર કરેલી માહિતી અનુસાર, રેલવે અધિકારીઓને તેમની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, “પોઇન્ટમેન મોહમ્મદ સુલેમાન અને પોઇન્ટસમેન અમર કુમાર વચ્ચે યોગ્ય સંકલન અને સંવાદિતાની નિષ્ફળતાને કારણે, ભ્રમની સ્થિતિ ઉભી થઈ હતી. તેના કારણે મોહમ્મદ સુલેમાન દ્વારા ખોટો સંકેત આપવામાં આવ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.”

    શું હતો આખો ઘટનાક્રમ?

    પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજર છત્રસાલ સિંઘ દ્વારા રચવામાં આવેલી તપાસ ટીમે રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે, આખી દુર્ઘટનાનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

    9 નવેમ્બર 2024ના રોજ, સવારે 08:10 વાગ્યે ટ્રેન નંબર 15204 (લખનૌ-બરૌની એક્સપ્રેસ) બરૌની સ્ટેશન પર લાઇન નંબર 06 પર આવી હતી. સ્ટેશન માસ્ટરે પોઇન્ટમેન મોહમ્મદ સુલેમાન અને અમર કુમાર રાઉતને એન્જિન અલગ કરવા નિર્દેશ આપ્યો હતો. લગભગ 08:12 વાગ્યા સુધીમાં લોકો શન્ટરે એન્જિનનો હવાલો સંભાળી લીધો હતો. ત્યારબાદ 08:15 કલાકે ટ્રેનને લોડ સાથે પાવર કારમાં ફરીથી ઇંધણ ભરવા માટે ફ્યુલિંગ પોઈન્ટ પર ખસેડવામાં આવી હતી.

    આશરે 08:27 વાગ્યે, પોઇન્ટસમેન મોહમ્મદ સુલેમાને બફર માટે ઇશારો કર્યો અને હાથના ઇશારાનો ઉપયોગ કરીને લોકો શન્ટરને આગળ વધવાનો સંકેત આપ્યો. તેના થોડા સમય બાદ, 08:28 વાગ્યે સુલેમાને ફરીથી હાથના ઇશારાનો ઉપયોગ કરીને એન્જિનને પાછળની તરફ ખસેડવાનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ લગભગ 08:29 વાગ્યે સુલેમાન પાછો ધસી આવ્યો અને ઝડપથી એન્જિનને આગળ વધવાનો ઇશારો કર્યો હતો. આ આખા ઘટનાકર્મમાં અનેક લોકો એન્જીન તરફ દોડી ગયા, તેમને લાગ્યું કે કશું અજુગતું થયું છે.

    10:15 સુધીમાં એન્જિન અને પાવર કારને અલગ કરીને અમર કુમારનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો. લગભગ 11:10 કલાકે મૃતદેહને ટ્રેક પરથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા 12:15 વાગ્યે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

    સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના આધારે થયેલી ભરતીય રેલવેની તપાસમાં એવું તારણ સામે આવ્યું હતું કે, પોઇન્ટસમેન મોહમ્મદ સુલેમાન અને પોઇન્ટસમેન અમર કુમાર વચ્ચે યોગ્ય સંકલન અને સંવાદિતાના અભાવને કારણે ભ્રમ ઉભો થયો હતો. આ ભ્રમને કારણે સુલેમાને લોકો શન્ટરને ખોટો સંકેત આપ્યો હતો, જેના કારણે આખરે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના માટે બરૌનીના મોહમ્મદ સુલેમાનને (પોઇન્ટસમેન) જવાબદાર ગણવામાં આવ્યો છે.

    જોકે, એક નિવેદનમાં, સુલેમાને પોતે જવાબદાર હોવાનું નકાર્યું છે, અને તેના બદલે શન્ટિંગ પાયલોટને દોષી ઠેરવ્યો છે. તેનો દાવો છે કે, લોકો પાયલોટે હાથના ઇશારા કે વ્હિસલનો ઉપયોગ કરીને કોઈ સંકેત ન આપ્યો હોવા છતાં એન્જિન ખસેડી નાખ્યું હતું. તેણે જણાવ્યું કે, ઘટના સમયે તે શન્ટરની સામે એન્જિન પાસે ઉભો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં