વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’નાં ‘પત્રકાર’ આરફા ખાનમ શેરવાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ સોશિયલ મીડિયામાં હિંદુ વિરોધી માનસિકતા છતી કરવા બદલ થઈ છે. આરફાએ તાજેતરમાં જ પોતાના આધિકારિક X હેન્ડલ પર શિવલિંગનું અપમાન કર્યું હતું. એક તરફ ભગવાન શિવની ભક્તિ કરવાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બીજી તરફ તેમણે કરોડો હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી.
માહિતી અનુસાર, આ ફરિયાદ લીગલ હિંદુ ડિફેન્સની ટીમ દ્વારા કરવામાં આવી છે. આ સમૂહ એક સ્વયંસેવી સમૂહ છે અને હિંદુઓના અધિકારો માટે કાયદાકીય સહયોગ આપવાનું કાર્ય કરે છે. આ હેન્ડલ પરથી જ આરફા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ વિશે માહિતી આપવામાં આવી છે. હેન્ડલ દ્વારા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરફાની આ હરકત સમાજમાં અશાંતિ ફેલાવી શકે છે, સાથે-સાથે હિંસા થવાનો પણ ભય છે.
આરફા ખાનમ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “આરોપીના આ નિવેદનથી સમાજમાં નાગરિક અશાંતિ પેદા થઈ શકે છે. તેમની પોસ્ટ પ્રથમ દ્રષ્ટિએ ખોટી છે જે જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાના હેતુથી તેનાં સંભવિત પરિણામોની જાણ હોવા છતાં જાણીજોઈને કરવામાં આવી છે. આનાથી સૌહાર્દ અને શાંતિને અસર પહોંચી શકે અને દુશ્મનાવટ વધી શકે છે.” આ ફરિયાદમાં શેરવાની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, (BNS) 2023ની કલમ 352, 353 (2) અને 293 હેઠળ ગુના નોંધવા માટે રજૂઆત કરવામાં આવી છે.
शिवलिंग का अपमान करने वाली आरफ़ा बेगम के ख़िलाफ़ @legalhindudef का परचम लहराएगा 🚩🚩
— Legal Hindu Defence (@legalhindudef) August 2, 2024
Police complaint has been filed and a strict action to be taken for insulting shivling 🙏🏻😤🚩 https://t.co/QBHcCPbLA0 pic.twitter.com/RlFbINomoZ
શું હતી આરફાની કરતૂત?
ઉલ્લેખનીય છે કે ગુરુવારે (1, ઓગસ્ટ 2024) આરફા ખાનમ શેરવાનીએ નવા સંસદ ભવનની મજાક ઉડાવવા માટે એક હિંદુફોબિક પોસ્ટ પોતાના આધિકારિક X હેન્ડલ પર કરી હતી. તેમણે ‘વિઝન 2047’ કેપ્શન સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં પ્રસિદ્ધ ફિલ્મ ‘બાહુબલી’ના પહેલા ભાગનું પ્રખ્યાત પોસ્ટર, જેમાં અભિનેતા પ્રભાસ પોતાના ખભા પર શિવલિંગ ઊંચકે છે, તેમાં શિવલિંગની જગ્યાએ ભૂરા કલરની કચરાપેટી લગાવી દેવામાં આવી અને પ્રભાસના ચહેરા પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો ચહેરો લગાવી દેવાયો હતો.
આરફાએ આ પોસ્ટ મૂકીને કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી. વિવાદનું વંટોળ ઉભું કરીને જેમ વામપંથીઓ ભાગી છૂટે છે, તેવી જ રીતે તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી. જોકે ત્યાં સુધીમાં તેમની આ પોસ્ટના સ્ક્રીનશૉટ વાયરલ થઈ ગયા હતા. જોકે આ કોઈ પ્રથમ વાર નથી કે હિંદુ આરાધ્યોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય. આ પહેલાં પણ અનેક વાર હિંદુ દેવી-દેવતાઓને બીભત્સ ચિતરવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.