18 મે 2023ના રોજ આસામ રાજ્યના CM હિમંતા બિસ્વાની સરકારે આસામમાં ચાલતા મદરેસા બંધ કરી ત્યાં શાળા ખોલવાની જાહેરાત કરી હતી. જે પછી દેશમાં તે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે હવે હિમંતા બિસ્વાની આસામ સરકારે સરકારી સહાયથી ચાલતા 1281 જેટલા મદરેસાને બંધ કરી હવે ત્યાં અંગ્રેજી શાળાઓ શરૂ કરી નાખી છે. હવે આસામના મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ ઇસ્લામની મજહબી તાલીમના સ્થાને દેશમાં ચાલતી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે ભણશે.
અહેવાલો પ્રમાણે આસામ સરકાર દ્વારા અત્યાર સુધી 1281 જેટલા મદરેસાને બંધ કરી ત્યાં શાળાઓ ચાલુ કરવામાં આવશે. જેના વિશે વિગતે આપતા રાજ્યના શિક્ષણમંત્રી રનોજ પેગુએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, “રાજ્યની બધી જ સરકારી અને પ્રાદેશિક મદરેસાની સ્કૂલોમાં SEBA (આસામ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ના નિયમ મુજબ આજે આસામ શિક્ષણ વિભાગે રાજ્યની 1281 માધ્યમિક શિક્ષા મદરેસાઓને માધ્યમિક શાળામાં બદલવા માટેની નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે.”
Consequent to conversion of all Govt and Provincialised Madrasa’s into general schools under SEBA, @SchoolEdnAssam has changed the names of 1281 ME Madrasas into ME School by a notification today. Here is the link for the list of schools. @himantabiswa @Samagra_Assam…
— Ranoj Pegu (@ranojpeguassam) December 13, 2023
આ વિષયે આસામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચી અનુસાર રાજ્યમાં સૌથી વધારે મદરેસા આસામ–બાંગ્લાદેશની બોર્ડેર પર આવેલા ધુબરી જિલ્લામાં બંધ કરવામાં આવ્યા છે. જેની સંખ્યા 268 જેટલી છે. આ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારો જેવા કે બારપેટા, નોગાંવ, ગોલપાડા વગેરેમાં પણ મોટી સંખ્યામાં ચાલતા મદરેસાઓને શાળામાં પરિવર્તિત કરવામાં આવવાના છે. આસામ રાજ્યમાં હાલમાં 3000 જેટલા રજીસ્ટર્ડ અને અનરજીસ્ટર્ડ મદરેસાઓ છે. જેમાંથી મોટાભાગના મદરેસાને શાળામાં પરિવર્તિત કરવાનું કાર્ય હિમંતા બિસ્વાની આસામ સરકાર કરી રહી છે. માનવામાં આવે છે કે આજ વિસ્તારોમાંથી બાંગ્લાદેશી ઘુષણખોરો સૌથી વધારે ઘૂસણખોરી કરતા હતા.
આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આ પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ રાજ્યમાં આવેલા તમામ મદરેસાઓને બંધ કરવા માંગે છે. કારણ કે નવા ભારતના બાળકોને શાળા, કોલેજો અને વિશ્વ વિદ્યાલયોની જરૂર છે જેમાં ડોક્ટર, એન્જિનિયર અને પ્રોફેશનલ્સ બને, ના કે મદરેસાની જેમાં ફક્ત મઝહબી તાલીમ અપાય.
આસામ સરકાર દ્વારા આ પહેલાં પણ 600થી વધુ મદરેસાને બંધ કરવામાં આવ્યા હતા. આસામના CM હિમંતા બિસ્વાએ કર્નાટકમાં ચુંટણી પ્રચાર દરમિયાન એક રેલી સંબોધતા કહ્યું હતું કે તેઓ રાજ્યમાં 600થી વધુ મદરેસા બંધ કરી ચૂક્યા છે અને રાજ્યના બધા જ મદરેસાને બંધ કરવાની ઈચ્છા રાખે છે.
આ જ વર્ષે મેં મહિનામાં આસામના CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે તેઓ 300 મદરેસા બંધ કરવાના છે. તેઓએ વધુમાં કહ્યું કે રાજ્યની પોલીસ આ મામલે મુસ્લિમ સમુદાયના લોકો સાથે મળીને કામ કરી રહી છે. જેથી તેમનું શિક્ષણ પ્રત્યેનું વલણ બદલાય અને તેઓ પણ મઝહબી શિક્ષણની જગ્યાએ સારું શિક્ષણ મેળવી શકે. નોંધનીય છે કે આસામ સરકાર રાજ્યમાં ગેરરીતિ કરી ઘુષણખોરી કરતા ઘુષણખોરો અને કટ્ટરપંથીઓ માટે કડક વલણ ધરાવે છે.