Saturday, November 2, 2024
More
    હોમપેજદેશવારંવાર વિનંતી કરવા છતાં ચર્ચે ઓછો ન કર્યો 'પ્રેયર'નો અવાજ, અકળાયેલી હિંદુ...

    વારંવાર વિનંતી કરવા છતાં ચર્ચે ઓછો ન કર્યો ‘પ્રેયર’નો અવાજ, અકળાયેલી હિંદુ મહિલાએ સ્પીકર પર ચલાવી દીધા શિવ મંત્રો: વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

    વિડીયોમાં મહિલા પોતાના ઘરની એક બારીમાં સ્પીકરમાં જોર-જોરથી ઓમકાર નાદ અને મહાદેવના મંત્રો તેમજ ભજન વગાડી રહી છે. વિડીયો ક્યાંનો છે તે નથી જાણી શકાયું, પરંતુ વિડીયો આંધ્રપ્રદેશનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક હિંદુ મહિલાનો વિડીયો વાયરલ (Hindu Woman) થઇ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હિંદુ મહિલા તેના ઘરની બરાબર બાજુમાં જ આવેલી ચર્ચથી પરેશાન છે. દાવો તેવો પણ કરવામાં આવી રહ્યો છે કે હિંદુ મહિલાની રજુઆતોને આંખ આડા કાન કરીને જાણીજોઈને તેમને ખલેલ પહોંચે તે રીતે ‘પ્રેયર’ (Church) વગાડવામાં આવી રહી છે. ત્યાર બાદ ખલેલનો જે ઉપાય શોધ્યો તેને લઈને હિંદુ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ ગયો.

    આ વિડીયો માઈક્રો બ્લોગીંગ સાઈટ X, ફેસબુક તેમજ ઈન્સ્ટાગ્રામ જેવા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં મહિલા પોતાના ઘરની એક બારીમાં સ્પીકરમાં જોર-જોરથી ઓમકાર નાદ અને મહાદેવના મંત્રો તેમજ ભજન વગાડી રહી છે. વિડીયો ક્યાંનો છે તે નથી જાણી શકાયું, પરંતુ વિડીયો આંધ્રપ્રદેશનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો સાથે કેપ્શનમાં લખવામાં આવી રહ્યું છે કે, આ મહિલા છેલ્લા ઘણા સમયથી તેમના ઘરની બાજુમાં આવેલા ચર્ચને વિનંતી કરી રહ્યા છે કે તેમના ત્યાં થતી પ્રેયરનો અવાજ ધીમો રાખે.

    મહિલાની વારંવાર રજૂઆત કરવા છતાં ચર્ચના સંચાલકોના પેટનું પાણી ન હલ્યું અને તેમણે સ્પીકરનો અવાજ યથાવત રાખ્યો. અંતે આ હિંદુ મહિલાએ કંટાળીને એક નવતર પ્રયોગ કર્યો. તેમણે પોતાના ઘરની બારીમાં એક લાઉડસ્પીકર લગાવીને તેમાં જોર જોરથી ઓમકારનાદ કરવાનું શરૂ કરી દીધું. આટલું જ નહીં, આ મહિલા લાઉડસ્પીકરમાં હિંદુ મંત્રોચ્ચાર અને ભજન કીર્તન પણ વગાડવા લાગ્યા.

    - Advertisement -

    ચર્ચની ક્રિયા સામેની તેમની આ પ્રતિક્રિયાનો એક વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવતા વિડીયો વાયરલ થઇ ગયો હતો. લોકો મહિલાની પ્રશંસા કરી રહ્યા છે. ઘર્ષણમાં ઉતરવાની જગ્યાએ મહિલાએ ‘જેસેકો તૈસા’ની જેમ કરેલા આ ઉપાયને લોકો બિરદાવી રહ્યા છે. ઑપઇન્ડિયાએ વિડીયોની પુષ્ટિ કરવા પ્રયાસ કર્યો હતો, જોકે વિડીયોની પુષ્ટિ થઇ શકી નહોતી. વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે તે પણ નથી જાણી શકાયું. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં આ હિંદુ મહિલાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં