Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'દલાલ છે રાવણ…': યતિ નરસિંહાનંદ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા મુસ્લિમો વચ્ચે મોટા...

    ‘દલાલ છે રાવણ…’: યતિ નરસિંહાનંદ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા મુસ્લિમો વચ્ચે મોટા ઉપાડે આમંત્રણ વગર પહોંચ્યા ‘દલિત મસીહા’, નેટીઝન્સમાં ચર્ચા- ટોળાંએ થૂંકવાળા ચપ્પલ મારી હાંકી કાઢ્યા

    પોતાને 'ક્રાંતિકારી' ગણાવીને દલિત-મુસ્લિમ ભાઈચારાની આડમાં હિંદુવિરોધી એજન્ડા લઈને નીકળેલા સાંસદ મહોદયને મુસ્લિમ સભામાંથી જ 'થૂંકવાળા ચપ્પલ' નસીબ થયા છે અને આવી જ હાલત પ્રત્યેક સેક્યુલર બનીને ફરતા અને તુષ્ટિકરણની રાજનીતિ કરતાં લોકોની થશે અથવા તો થઈ પણ રહી છે.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી દેશના અલગ-અલગ વિસ્તારમાં મુસ્લિમ (Muslims) સમુદાયના લોકો યતિ નરસિંહાનંદ (Yati Narsinghanand) મહારાજ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન (Protest) કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે, યતિ નરસિંહાનંદે પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે. આ જ સિલસિલો ઘણા સમયથી ચાલી રહ્યો છે. અનેક જગ્યાએ ઇસ્લામી ટોળાંએ (Muslim Mob) પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ અનુક્રમે દિલ્હીમાં (Delhi) જંતર-મંતર મેદાનમાં પણ મુસ્લિમોએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જ્યાં વગર આમંત્રણે પોતાને ‘દલિત મસીહા’ ગણાવતા નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદ રાવણ (Chandra Shekhar Aazad) પણ સમર્થન માટે પહોંચી ગયા હતા. પરંતુ, ત્યાં હાજર મુસ્લિમોએ મંચ પર જ તેમનું અપમાન કરી બહાર કાઢી મૂક્યા હતા.

    ઘટના રવિવારે (20 ઑક્ટોબર) દિલ્હીમાં આવેલા જંતર-મંતર (Jantar Mantar) મેદાન ખાતે બની હોવાનું કહેવાય રહ્યું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કહેવાય રહ્યું છે કે, દિલ્હીના જંતર-મંતર મેદાનમાં યતિ નરસિંહાનંદ વિરુદ્ધ યોજાયેલી મુસ્લિમ સભામાં નગીનાના સાંસદ અને પોતાને ‘દલિત મસીહા’ ગણાવતા ‘આઝાદ સમાજ પાર્ટી’ના નેતા ચંદ્રશેખર રાવણ પણ પહોંચ્યા હતા. દરમિયાન તેઓ મંચ પર ભાષણ આપવા માટે પણ ઊભા થયા હતા. મુસ્લિમો પ્રત્યે એકતા દર્શાવવાના શોખ સાથે તેમણે માઇક પકડ્યું પણ હતું. પરંતુ તે સાથે જ મુસ્લિમોએ વિરોધ શરૂ કરી દીધો હતો.

    પ્રદર્શનમાં હાજર મુસ્લિમોએ ‘ચંદ્રશેખર રાવણ પાછો જા’ અને ‘ચંદ્રશેખર રાવણ દલાલ છે’ જેવા નારા લગાવીને વિરોધ શરૂ કરી દીધો હતો. દરમિયાન કહેવાય રહ્યું છે કે, મુસ્લિમ ટોળાંએ થૂંકવાળા ચપ્પલ રાવણ પર ફેંકીને તેમને મંચ પરથી પણ ખદેડી દીધા હતા. મુસ્લિમોનું સમર્થન કરવા પહોંચેલા ચંદ્રશેખર રાવણને લોકોએ ખરાબ રીતે અપમાનિત કરીને ઘરભેગા કરી દીધા હતા.

    - Advertisement -

    મંચ પર પણ એક મુસ્લિમ વ્યક્તિ તેના સમર્થકો સાથે રાવણ સાથે વિવાદ કરતાં નજરે પડે છે. તેઓ રાવણને કહી રહ્યા હતા કે, તેમને અહીં કોઈએ આમંત્રણ આપ્યું નથી તો પછી આવવું ન જોઈએ. આ સાથે જ તે લોકોએ રાવણને મંચ પરથી ઉતરી જવા અને ઘરભેગા થવા માટેનું કહ્યું હતું. થોડી જ વારમાં સભામાં રહેલા લોકો પણ ઉશ્કેરાય ગયા હતા અને રાવણનું અપમાન કરવા લાગ્યા હતા.

    ‘સવાયા ઇસ્લામવાદી’ બનીને ફરતા રાવણને મુસ્લિમોએ જ ન કર્યા સ્વીકાર!

    અહીં નોંધવા જેવું છે કે, ચંદ્રશેખર આઝાદ હિંદુઓ અને હિંદુ ધર્મ પર વારંવાર હુમલો કરવા માટે કુખ્યાત છે. પોતાને ‘દલિત મસીહા’ ગણાવીને તેઓ દલિતોને પોતાના જ ધર્મ પ્રત્યે ભડકાવવા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. બીજી તરફ તેઓ ‘સવાયા ઇસ્લામવાદી’ થઈને પણ ફરે છે. કોઈપણ સ્થળે તેઓ ઇસ્લામના સમર્થનમાં આમંત્રણ વગર પહોંચી જાય છે, પરંતુ હવે ઇસ્લામવાદીઓ જ તેને અપનાવી રહ્યા નથી. અપનાવી રહ્યા નથી ત્યાં સુધી તો બધુ ઠીક હતું, પરંતુ હવે મુસ્લિમો અપમાનિત કરીને હાંકી પણ રહ્યા છે.

    હિંદુઓનો વિરોધ કરીને ‘સારા બનવા’ માટે મુસ્લિમોના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ગયેલા રાવણને મુસ્લિમ સમુદાયના લોકોએ જ હાંકી કાઢ્યા છે અને અહીં મુસ્લિમ સમુદાયે યોગ્ય પણ કર્યું છે. ‘સેક્યુલર હિંદુઓ’ અને આવા તુષ્ટિકરણમાં રત રહેતા ‘સવાયા ઇસ્લામવાદીઓ’ આ જ અપમાનના હકદાર છે. તુષ્ટિકરણની રાજનીતિ કરનારા તમામ લોકોના હાલ આજે આવા જ જોવા મળી રહ્યા છે.

    ચંદ્રશેખર રાવણની હાલત પેલી વાર્તાના ‘ગધેડા’ જેવી થઈ ગઈ હોય તેવું લાગે છે. તેઓ ન ઘરના રહ્યા કે ન ઘાટના. પોતાને ‘ક્રાંતિકારી’ ગણાવીને દલિત-મુસ્લિમ ભાઈચારાની આડમાં હિંદુવિરોધી એજન્ડા લઈને નીકળેલા સાંસદ મહોદયને મુસ્લિમ સભામાંથી જ ‘થૂંકવાળા ચપ્પલ’ નસીબ થયા છે અને આવી જ હાલત પ્રત્યેક સેક્યુલર બનીને ફરતા અને તુષ્ટિકરણની રાજનીતિ કરતાં લોકોની થશે અથવા તો થઈ પણ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં