Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમચોરી કરવા દારૂની દુકાનમાં ઘૂસ્યો ચમન, પીને એટલો ટલ્લી થઈ ગયો કે...

    ચોરી કરવા દારૂની દુકાનમાં ઘૂસ્યો ચમન, પીને એટલો ટલ્લી થઈ ગયો કે સાથીઓ પણ છોડીને ભાગી ગયા: સવારે ઉઠીને જોયું તો સામે પોલીસ ઉભી હતી

    વધારે માત્રામાં દારૂ ગટકાવી જવાના કારણે તે નશામાં ગરકાવ થઈ ગયો. આખરે સ્થિતિ એવી બની કે તે ઉઠી પણ શકતો ન હતો. ચમનના અન્ય બે સાથીઓએ તેને ઊંચકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો.

    - Advertisement -

    દેશની રાજધાની દિલ્હીમાં એક ચોરના અજીબોગરીબ કારનામાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં દારૂની દુકાનમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા ચોરને દારૂની બોટલો જોઈને લાલચ પેદા થઈ ગઈ. તેણે દિલ ખોલીને દારૂ પીધો, જેના લીધે તે દારૂના નશામાં જ દુકાનમાં સૂઈ ગયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. 27 વર્ષના આરોપીનું નામ ચમન કુમાર છે. આ ઘટના શનિવાર (28 ઓક્ટોબર, 2023)ના રોજ બની હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો પૂર્વ દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારનો છે. અહીં શુક્રવાર-શનિવારની રાત્રે ચમન કુમાર તેના બે સાથીઓ સાથે ચોરી કરવાના ઈરાદે ફરતો હતો. લાંબા સમય બાદ આ તમામે કાંતિનગર એક્સટેન્શનમાં આવેલી દારૂની દુકાનમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું. રોકડની ચોરી કરવા તેઓ પોતાની સાથે લોખંડનો સળિયો લઈ ગયા હતા. આ ત્રણેય ચોર રાત્રિ દરમિયાન સરળતાથી દુકાનમાં ઘૂસી ગયા હતા. દુકાનની અંદર દારૂની બોટલો જોઈને ચમન લોભમણો થઈ ગયો હતો.

    કહેવામાં આવી રહ્યું છે કે ચમન એક પછી એક પેગ બનાવીને દારૂ પીવા લાગ્યો હતો. વધારે માત્રામાં દારૂ ગટકાવી જવાના કારણે તે નશામાં ગરકાવ થઈ ગયો. આખરે સ્થિતિ એવી બની કે તે ઉઠી પણ શકતો ન હતો. ચમનના અન્ય બે સાથીઓએ તેને ઊંચકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો. એ દરમિયાન સવારે 5 વાગ્યાના સુમારે પોલીસની પેટ્રોલિંગ ટીમ ત્યાંથી પસાર થઈ રહી હતી. ટીમમાં હાજર સ્ટાફને એક દુકાનનું શટર ખુલ્લું જણાતાં તેઓ તે દિશામાં આગળ વધ્યા હતા. પોલીસને આવતી જોઈ ચમનના બાકીના બે સાથી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

    - Advertisement -

    ભરપૂર નશામાં ગરકાવ થયેલો ચમન છટકી શક્યો ન હતો. પોલીસ તેને ઉપાડી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યારબાદ દુકાન માલિકને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી. ચમનની ચોરીના પ્રયાસમાં ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે તે અડધા કલાકથી વધુ સમય સુધી દુકાનની અંદર રહ્યો હતો. ચમનની તેના અન્ય બે સહયોગીઓ વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચમન મૂળ દિલ્હીના નંદનગરનો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં બાકીના બે આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવી જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં