Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશCBIને કોલકાતા કાંડમાં આરોપીના પોલીગ્રાફી ટેસ્ટની મળી મંજૂરી: પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય...

    CBIને કોલકાતા કાંડમાં આરોપીના પોલીગ્રાફી ટેસ્ટની મળી મંજૂરી: પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા, પૂર્વ પ્રિન્સીપાલનો ટેસ્ટ કરવાની પણ એજન્સીની માંગ

    આ આખા કેસમાં સંજય રોયને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. નિષ્પક્ષ અને ઝડપી તપાસ માટે કેસને CBIને સોંપી દેવામાં આવ્યો હતો. તપાસ એજન્સી કેસને લઈને ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. આ પહેલા આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેના થકી તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે તે કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે.

    - Advertisement -

    \કોલકાતાની તબીબના રેપ વિથ મર્ડર કેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીનો પોલીગ્રાફી ટેસ્ટ કરવા માટેની પરવાનગી CBIને મળી ચૂકી છે. એજન્સીએ કોર્ટમાં ટેસ્ટ માટે અરજી દાખલ કરી હતી, ત્યારે કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈને પરવાનગી આપી દીધી છે. આ ટેસ્ટ દ્વારા ખ્યાલ આવશે કે આરોપી કેટલું સાચું બોલી રહ્યો છે અને કેટલું જૂઠ. મહત્વનું છે કે ટેસ્ટ બાદ નવા ખુલાસા થાય તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સી કૉલેજના પૂર્વ પ્રિન્સીપાલ સંદીપ ઘોષનો પણ પોલીગ્રાફી ટેસ્ટ કરવા માંગે છે.

    ઉલ્લેખનીય છે કે આ આખા કેસમાં સંજય રોયને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. નિષ્પક્ષ અને ઝડપી તપાસ માટે કેસને CBIને સોંપી દેવામાં આવ્યો હતો. તપાસ એજન્સી કેસને લઈને ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. આ પહેલા આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેના થાકી તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે તે કેવા પ્રકારની માનસિકતા ધરાવે છે. હવે પોલીગ્રાફી ટેસ્ટ બાદ સામે આવશે કે આખી ઘટનાની વાસ્તવિકતા શું હતી. તેણે એકલા આ ગુનાને અંજામ આપ્યો છે કે તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓનો પણ હાથ છે કે કેમ.

    અહેવાલોમાં એજન્સીના સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પૂછપરછ દરમિયાન આરોપીના નિવેદનો શંકાસ્પદ જણાઈ રહ્યા છે. એટલું જ નહીં, કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ દ્વારા અને પીડિતાના પરિવારના નિવેદનોમાં પણ ભિન્નતા સામે આવી રહી છે. એજન્સીએ પૂર્વ પ્રિન્સિપાલ ઘોષની પૂછપરછ કરીને તેના પણ નિવેદન નોંધ્યા છે. જે પ્રમાણે એજન્સી કામ કરી રહી છે, તેના પરથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે છે. ખાસ તો સંજય રોયના પોલીગ્રાફી ટેસ્ટને લઈને પણ તેમ માનવામાં આવી રહ્યું છે કે તે ટેસ્ટ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ કરી શકે છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, પોલીગ્રાફી ટેસ્ટને ‘લાઈ ડિટેક્ટર ટેસ્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેસ્ટમાં આરોપીના હ્રદયની ગતિ, રક્તચાપ (BP), રેસપિરેશન, ચામડીની કંડક્ટિવિટીની તપાસ કરવામાં આવે છે. વિવિધ પિરામિટર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે કે આરોપી સાચું બોલી રહ્યો છે કે ખોટું. આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીનો પોલીગ્રાફી ટેસ્ટ કરીને એજન્સીને મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ શકે છે.

    શું છે આખી ઘટના?

    ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટ 2024ના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં ટ્રેની ડૉક્ટરનો બળાત્કાર કરીને તેની કરપીણ હત્યાના કરી દેવામાં આવી હતી. પીડીતાનો મૃતદેહ કૉલેજના સેમીનાર હોલમાંથી અર્ધનગ્ન અને દયનીય પરિસ્થિતિમાં મળી આવ્યો હતો. PM રીપોર્ટ સામે આવ્યા બાદ ખુલાસો થયો હતો કે તેના શરીર પર 14 જેટલી ગંભીર ઈજાઓ થઇ હતી અને તેને ગળું દાબીને મારી નાંખવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ આખા દેશમાં તેના પડઘા પડ્યા હતા. દેશભરમાં સરકારી-ખાનગી હોસ્પિટલ્સના તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા.

    આ દરમિયાન જે જગ્યા પર આખો ઘટનાક્રમ ઘટ્યો ત્યાં હજારોના ટોળાએ હુમલો કરીને ઘટનાસ્થળ પર તોડફોડ પણ મચાવી હતી. આરોપ છે કે પુરાવાઓ નષ્ટ કરવા માટે થઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હુમલા બાદ કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે તે સરકારની નિષ્ફળતા છે. આ ઘટનાક્રમે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના ભડકામાં ઘાંસલેટ નાખવાનું કામ કર્યું. હજુ પણ દેશમાં અઢળક જગ્યાએ તબીબો હડતાલ પર છે અને પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં