Friday, November 22, 2024
More
    હોમપેજદેશજે યુવતીએ આંદોલનના નામે રસ્તા રોકનાર ‘ખેડૂતો’ વિરુદ્ધ ઉઠાવ્યો હતો અવાજ, હવે...

    જે યુવતીએ આંદોલનના નામે રસ્તા રોકનાર ‘ખેડૂતો’ વિરુદ્ધ ઉઠાવ્યો હતો અવાજ, હવે તેની કારમાં તોડફોડ

    જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક કારમાં જતી 2 મહિલાઓ ખેડૂતો સાથે રોડ બ્લૉકને લઈને બોલાચાલી કરતી જોવા મળે છે. વાસ્તવમાં ખેડૂતોએ રોડ બ્લૉક કરવાના નામે બંનેને અટકાવ્યાં હતાં, ત્યારબાદ મહિલાઓ ગુસ્સે ભરાઈ હતી. 

    - Advertisement -

    તાજેતરમાં એક યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો, જેમાં તે આંદોલનના નામે રસ્તો રોકીને બેઠેલા ખેડૂતો સાથે માથાકૂટ કરતી જોવા મળી હતી. હવે તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે અમુક અજાણ્યા ઈસમોએ તેની કારમાં તોડફોડ કરી છે. જેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં યુવતીએ આ બાબતની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે અજાણ્યા શખ્સોએ તેની કારને નુકસાન પહોંચાડ્યું હતું અને પાછળનો કાચ સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યો હતો.

    જોકે, આ કૃત્ય કોણે કર્યું અને કોણ જવાબદાર છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. 

    - Advertisement -

    નોંધવું જોઈએ કે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક કારમાં જતી 2 મહિલાઓ ખેડૂતો સાથે રોડ બ્લૉકને લઈને બોલાચાલી કરતી જોવા મળે છે. વાસ્તવમાં ખેડૂતોએ રોડ બ્લૉક કરવાના નામે બંનેને અટકાવ્યાં હતાં, ત્યારબાદ મહિલાઓ ગુસ્સે ભરાઈ હતી. 

    વિડીયોમાં ડ્રાઇવિંગ કરતી યુવતી આંદોલનકારી ખેડૂત નેતાઓને મિડલ ફિંગર પણ બતાવતી જોવા મળે છે. વિડીયોમાં તે ખેડૂતોને પૂછી રહી છે કે આખરે તેની કાર શા માટે રોકવામાં આવી અને તેઓ કેમ રસ્તો રોકીને બેઠા છે? તે કહેતી સંભળાય છે કે, “તમે આ બધું (રસ્તો રોકીને સામાન્ય લોકોને હાલાકી પડે એવાં કામ) શું કામ કરી રહ્યા છો?”

    દલીલો દરમિયાન એક વ્યક્તિ તેનો ફોન આંચકી લેવા માટે પ્રયાસ કરતો જોવા મળે છે. ત્યારબાદ મહિલા વધુ ગુસ્સે ભરાય છે અને કહે છે કે, “તમે મારી ઉપર હાથ શું કામ ઉઠાવ્યો? તમે મને પરેશાન કરી છે. મને ખોટી રીતે સ્પર્શ કર્યો છે.”

    આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને મોટાભાગના લોકોએ આંદોલનના નામે રસ્તા રોકતા ખેડૂતોને ઝાટકવા બદલ યુવતીને શાબાશી આપી હતી. પરંતુ હવે તેની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. 

    બીજી તરફ, ખેડૂત આંદોલનની વાત કરવામાં આવે તો 13 ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠનોએ ‘દિલ્હી ચલો’ માર્ચની ઘોષણા કરી હતી અને દિલ્હી તરફ કૂચ કરવા માંડી હતી. પરંતુ હરિયાણા સરહદે જ હરિયાણા પોલીસે તેમને રોકી લીધા હતા. ત્યાંથી તેઓ આગળ વધી શક્યા નથી, પરંતુ સરહદે ઉત્પાત મચાવતા રહે છે. બીજી તરફ સરકાર સાથે વાતચીત ચાલુ છે, પરંતુ હજુ કોઇ ઠોસ ઉકેલ આવ્યો નથી. જોકે, આ વખતે આંદોલનને ધારેલું જનસમર્થન મળી રહ્યું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં