Monday, April 29, 2024
More
    હોમપેજદેશમરચું નાખીને પરાળ સળગાવી, પોલીસને ઘેરીને પથ્થરો અને લાઠી-દંડા ચલાવ્યા: હરિયાણામાં 'ખેડૂત'...

    મરચું નાખીને પરાળ સળગાવી, પોલીસને ઘેરીને પથ્થરો અને લાઠી-દંડા ચલાવ્યા: હરિયાણામાં ‘ખેડૂત’ આંદોલનકારીઓના હુમલામાં 12 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

    આ હુમલામાં અત્યાર સુધીમાં 12 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હરિયાણા પોલીસના અધિકારીક X અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી.

    - Advertisement -

    આંદોલનના નામે પંજાબથી નીકળેલા હજારો ખેડૂતોને ટ્રેકટરો અને અન્ય સાધનો સાથે હરિયાણાની શંભુ અને ખનૌરી સરહદ પર રોકી દેવામાં આવ્યા છે. આ બંને બોર્ડરો પરથી અવારનવાર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચારો આવતા રહે છે. બુધવારે સવારે પણ અહીં આંદોલનકારીઓએ ઉત્પાત મચાવ્યો હોવાની જાણકારી સામે આવી હતી. ત્યારે હવે ફરી હરિયાણા-પંજાબ બોર્ડર પર આંદોલનકારીઓએ મરચાં નાખીને પરાળ સળગાવી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત, પોલીસને ઘેરીને તેમના પર લાઠી-ડંડા વડે હુમલો પણ કર્યો હતો.

    મળતી માહિતી અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 12 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હરિયાણા પોલીસના અધિકારીક X અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. જેમાં એક વિડીયો બાઈટમાં મહિલા પોલીસ અધિકારી કહે છે કે, “ખેડૂત આંદોલન દરમિયાન આજે પ્રદર્શનકારીઓ દ્વારા દાતા સિંઘ-ખનૌરી બોર્ડર પર પોલીસ કર્મચારીઓને ઘેરીને, પોલીસ ચોકીઓની આસપાસ ભારે પ્રમાણમાં પરાળમાં મરચાં નાંખીને સળગાવવામાં આવી.”

    વિડીયોમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “આ દરમિયાન પોલીસકર્મીઓ પર પ્રદર્શનકરીઓ દ્વારા ઘેરીને પથ્થરમારો અને દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લગભગ 12 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઝેરી ધુમાડાના કારણે નાકા અને આસપાસના પોલીસ કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ અને દ્રષ્ટિ પર પણ અસર થઈ. પ્રદર્શનકારીઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આમ ન કરે. કારણ કે ઝેરી ધુમાડાથી વિઝિબિલિટી ઘટી જાય છે અને પોલીસ કર્મચારીઓ દ્વારા કાનૂન વ્યવસ્થા જાળવી રાખવામાં અડચણ આવે છે. આમ કરવાથી બંને પક્ષ માટે જોખમ વધી જાય છે અને અનિચ્છનીય દુર્ઘટના બની શકે છે. હરિયાણા પોલીસ પ્રદર્શનકારીઓને અપીલ કરે છે કે તેઓ કાનૂન વ્યવસ્થા જાળવી રાખવામાં અમારો સાથ આપે.”

    - Advertisement -

    આંદોલનમાં ખેડૂતોનાં મોતની વાતો માત્ર અફવા: હરિયાણા પોલીસ

    ઉલ્લેખનીય છે કે આ બધા વચ્ચે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આંદોલનમાં 2 ખેડૂતોનાં મૃત્યુ થયાં છે. જોકે, હરિયાણા પોલીસે આ દાવાને અફવા ગણાવીને નકારી કાઢ્યો છે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અત્યાર સુધી મળી રહેલી માહિતી અનુસાર, બુધવાર (21 ફેબ્રુઆરી, 2024)ના રોજ ‘ખેડૂત આંદોલન’માં એક પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. આ માત્ર એક અફવા છે. દાતા સિંઘ-ખનૌરી બોર્ડર પર 2 પોલીસ કર્મચારીઓ અને એક પ્રદર્શનકારીના ઈજાગ્રસ્ત થવાની જાણકારી મળી છે જેમની હાલ સારવાર ચાલી રહી છે.”

    ઉલ્લેખનીય છે કે હરિયાણાની સરહદો પર પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ યથાવત છે. આંદોલનકારીઓ દ્વારા મચાવવામાં આવતા ઉત્પાતને કાબૂ કરવા પોલીસને ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી રહી છે. આ દરમિયાન પોલીસ રબરની ગોળીઓ વાપરતી હોવાનું પણ સામે આવ્યું છે. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધી 25 આંદોલનકારીઓ ઘાયલ થયા છે. હાલ હરિયાણા પોલીસે આંદોલનકારીઓને અટકાવી રાખ્યા છે અને તેઓ કોઈ પણ રીતે દિલ્હીમાં ઘૂસવા પ્રયત્નો કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં