કેનેડાના બ્રેમ્પટનમાં (Brampton) હિંદુ મંદિર પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓના હુમલા બાદ સ્થાનિક સનાતનીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રવિવારે (સ્થાનિક સમય પ્રમાણે) હુમલા બાદ સોમવારે રાત્રે ખૂબ મોટી સંખ્યામાં હિંદુઓ (Hindus) રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
કૉલિનેશન ઑફ હિંદુઝ ઇન નોર્થ અમેરિકા (CoHNA) દ્વારા આ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠને X પર અમુક તસવીરો પણ પોસ્ટ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં હિંદુઓ એકઠા થયેલા જોવા મળે છે.
પોસ્ટમાં લખવામાં આવ્યું, “હિંદુ મંદિરો પર વધી રહેલા હુમલાઓના વિરોધમાં પ્રદર્શન કરવા માટે બ્રેમ્પટનમાં હજારોની સંખ્યામાં કેનેડિયન હિંદુઓ એકઠા થયા. ગઈકાલે દિવાળીના તહેવારો દરમિયાન કેનેડિયન હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આ હિંદુફોબિયાનો હવે અંત આવવો જોઈએ.”
Over a thousand #CanadianHindus have gathered in Brampton to protest against the increasingly brazen attacks on Hindu Temples.
— CoHNA Canada (@CoHNACanada) November 5, 2024
Yesterday, during the sacred #Diwali weekend, Canadian Hindu temples, coast to coast, came under attack. We ask Canada to stop this #Hinduphobia now!… pic.twitter.com/mBu7VovofT
પ્રદર્શનો દરમિયાન હિંદુઓએ ‘જય શ્રીરામ’નો ઉદ્ઘોષ કર્યો અને ખાલિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા હતા.
વિરોધપ્રદર્શનમાં સામેલ એક હિંદુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “કેનેડિયન હિંદુઓ કેનેડા પ્રત્યે વફાદાર છે. અત્યારે અમારી સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. રાજકારણીઓને ખબર પડવી જોઈએ કે હિંદુ કેનેડિયનો સાથે ખોટું થઈ રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે હિંદુઓ સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે. ભારત અને કેનેડાના સંબંધો ફરી મજબૂત બનવા જોઈએ.”
અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, “અમારી સાથે આ છેલ્લાં 20 વર્ષથી થઈ રહ્યું છે. સતત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે પણ પોલીસે અમારી સાથે જે વ્યવહાર કર્યો, તેના વિરોધમાં અમે અહીં એકઠા થયા છીએ. આટલું બધું થયું હોવા છતાં તમામ હિંદુઓ અહીં એકઠા થઈને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે.”
#WATCH | A massive crowd gathered outside Hindu Sabha Mandir in Brampton, Canada on the evening of 4th November in solidarity with the temple and the community after the Khalistani attack on November 3.
— ANI (@ANI) November 5, 2024
The organizers of the solidarity rally pressed Canadian politicians and law… pic.twitter.com/nBk59eSclW
ઉલ્લેખનીય છે કે રવિવારે બ્રેમ્પટન સ્થિત હિંદુ સભા મંદિરે એકઠા થયેલા હિંદુઓ પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ હુમલો કરી દીધો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં ખાલિસ્તાનીઓ ડંડા વડે અમુક હિંદુઓને માર મારતા પણ નજરે પડે છે.
ઘટના બાદ ખાલિસ્તાનીઓને રાજકીય સંરક્ષણ આપવા માટે કુખ્યાત જસ્ટિન ટ્રુડો સરકાર પર ફરી સવાલો ઊભા થયા છે. બીજી તરફ, ભારત સરકારે પણ કડક વલણ દાખવ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ સ્વયં એક X પોસ્ટ કરીને મુદ્દો ઉઠાવ્યો હતો અને કેનેડિયન સરકારને કાર્યવાહી કરવા માટે કહ્યું હતું.