Thursday, February 27, 2025
More
    હોમપેજરાજકારણ‘આ તો ઉત્પીડન જેવું થશે’- મમતા બેનર્જીનું અપમાન કરવાના મામલે યુટ્યુબર પર...

    ‘આ તો ઉત્પીડન જેવું થશે’- મમતા બેનર્જીનું અપમાન કરવાના મામલે યુટ્યુબર પર નોંધાયેલો કેસ કલકત્તા હાઇકોર્ટે ફગાવ્યો: બંગાળ સરકાર પાસે માંગ્યા જવાબ, કહ્યું- નથી મળ્યા કોઈ મજબૂત પુરાવા

    આરોપી વિરુદ્ધ મમતા બેનર્જી સહિતના નેતાઓની મજાક ઉડાવવા મામલે કેસ દાખલ થયો હતો. ત્યારે તેણે ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 482 હેઠળ અરજી દાખલ કરીને તેની વિરુદ્ધનો કેસ રદ્દ કરવાની વિનંતી કરી હતી.

    - Advertisement -

    કલકત્તા હાઇકોર્ટે (Calcutta High Court) એક વ્યક્તિ સામેનો ફોજદારી કેસ ફગાવી દીધો છે. વ્યક્તિ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Benarjee) અને અન્ય રાજકીય નેતાઓ પર અપમાનજનક ટિપ્પણીઓ કરવા અને તેમની મજાક ઉડાવવાનો આરોપ હતો. આ મામલે જસ્ટિસ અજય કુમાર ગુપ્તાની બેન્ચે સુનાવણી કરી હતી.

    કોર્ટે કહ્યું હતું કે “કેસ ડાયરીમાં ઉપલબ્ધ સામગ્રીની કાળજીપૂર્વક તપાસ કર્યા પછી, અરજદાર વિરુદ્ધ કોઈ પણ નોંધપાત્ર કે મજબૂત પુરાવા કે પ્રથમદર્શી કેસ મળ્યો નથી. કોઈ પુરાવા વગર માત્ર ચાર્જશીટ દાખલ કરી નાખવાથી કેસને આગળ વધારી શકાય નહીં. જો કેસ ચલાવીને કાર્યવાહી આગળ પણ વધારવામાં આવે તો પણ આરોપી વિરુદ્ધ ગુનો સાબિત થશે એવી સંભાવના ખૂબ ઓછી છે. આ ઉપરાંત કાર્યવાહી કરવી આરોપી વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવા અને તેનું ઉત્પીડન કરવા જેવું થશે.”

    ‘કેસ આગળ વધારવા લાયક નથી’: હાઇકોર્ટ

    હાઇકોર્ટે કહ્યું કે જ્યારે કોઈ પુરાવા જ નથી અને કેસ આગળ વધવા લાયક જ નથી તો આગળની સુનાવણી કરવી યોગ્ય નથી. આમ કહીને કોર્ટે ફોજદારી કેસ ફગાવી દીધો હતો. આરોપી વિરુદ્ધ મમતા બેનર્જી સહિતના નેતાઓની મજાક ઉડાવવા મામલે કેસ દાખલ થયો હતો. ત્યારે તેણે ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 482 હેઠળ અરજી દાખલ કરીને તેની વિરુદ્ધનો કેસ રદ્દ કરવાની વિનંતી કરી હતી.

    - Advertisement -

    અરજદારનો દાવો હતો કે તેને ફસાવવામાં આવી રહ્યો છે તથા કોઈનું અપમાન કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. ઉપરાંત અરજદારે દાવો કર્યો હતો કે તે સંપૂર્ણ પણે નિર્દોષ છે તથા જે આધાર પર તેની પર કેસ નોંધવામાં આવ્યો છે તે કૃત્યમાં તેનો કોઈ રોલ નથી. તેણે કહ્યું કે તેનું ઉત્પીડન કરવાના હેતુથી તેની વિરુદ્ધ ખોટો કેસ નોંધવામાં આવ્યો છે.

    કેસ કર્યો રદ્દ

    અરજદારનું કહેવું હતું કે માત્ર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ આ મામલામાં સામેલ છે તેથી પૂરતી તપાસ કર્યા વિના જ ટેબલ વર્કના આધારે જ ગુનો નોંધી દીધો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 153, 500, 501, 509, 505, 120B સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. સરકારી વકીલનું કહેવું હતું કે, પૂરતી તપાસ કરવામાં આવી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે અરજદાર વિરુદ્ધના આરોપો સિદ્ધ કરવા કોઈ પૂરતા પુરાવા નથી. તેથી કોર્ટે કેસ રદ્દ કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં