Friday, November 22, 2024
More
    હોમપેજદેશખોટા સરનામે બનાવ્યો હતો રેશન કાર્ડ, તેનો જ ઉપયોગ કરીને મેળવ્યું હતું...

    ખોટા સરનામે બનાવ્યો હતો રેશન કાર્ડ, તેનો જ ઉપયોગ કરીને મેળવ્યું હતું દિવ્યાંગતા પ્રમાણપત્ર: IAS પૂજા ખેડકર વિશે વધુ એક ઘટસ્ફોટ; બંગલાની બહાર ચાલ્યું બુલડોઝર

    પૂજાના પરિવારે તેના બંગલાની આગળના ભાગમાં ફૂટપાથ પર વૃક્ષો અને છોડ વાવીને 'બ્યુટીફીકેશન'ના બહાને સરકારી જગ્યા પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જે સામે આવતાં બુલડોઝર ફેરવીને આ જગ્યા ખાલી કરાવી દેવામાં આવી.

    - Advertisement -

    UPSC અનામત ક્વોટાનો દુરુપયોગ કરવાના આરોપોનો સામનો કરતાં તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકર હાલ IAS બનવા માટે રજૂ કરેલા નકલી પુરાવા, અયોગ્ય માંગણીઓ, સત્તાનો દુરુપયોગ, સ્ટાફ અને અધિકારીઓએ સાથે ખરાબ વર્તન અને બીજી અનેક બાબતોને લઈને ચર્ચામાં છે. ત્યારે બુધવારે (17 જુલાઈ) પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)એ શહેરના બાનેરમાં તેના પરિવારના બંગલાની બહાર કરવામાં આવેલા અતિક્રમણ સામે નિર્ણાયક પગલાં લીધાં હોવાથી પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી ગઈ છે. બીજી તરફ, સામે આવ્યું છે કે તેમને નકલી રેશન કાર્ડનો ઉપયોગ કરીને ડિસેબિલિટી સર્ટિફિકેટ મેળવ્યું હતું.

    પૂજાના પરિવારે તેના બંગલાની આગળના ભાગમાં ફૂટપાથ પર વૃક્ષો અને છોડ વાવીને ‘બ્યુટીફીકેશન’ના બહાને સરકારી જગ્યા પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જે સામે આવતાં બુલડોઝર ફેરવીને આ જગ્યા ખાલી કરાવી દેવામાં આવી. રિપોર્ટ્સ અનુસાર, ખેડકર પરિવારને અગાઉ પણ આ બાબતે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC) તરફથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસ છતાં પરિવાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, જેના કારણે બુલડોઝર ઑપરેશન કરવામાં આવ્યું હતું.

    પૂજા ખેડકર અયોગ્ય માગણીઓ અને બીજા વિવાદાસ્પદ વર્તનના કારણે મહારાષ્ટ્ર સરકારે તેમની બદલી કરી વાશિમ ખાતે કરી ત્યારથી ચર્ચામાં આવ્યાં હતાં. એ બાદ સામે આવ્યું હતું કે પૂજાએ IAS બનવા માટે OBC હોવાનું નકલી નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, દિવ્યાંગતાનું પણ નકલી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જે મામલે હાલ તેમની સામે તપાસ ચાલી રહી છે. બીજી તરફ, સામે આવ્યું છે કે પૂજાએ ખોટા સરનામા અને ખોટા રેશન કાર્ડની મદદથી ડિસેબિલિટી સર્ટિફિકેટ મેળવ્યું હતું.

    - Advertisement -

    ફેક સરનામા પર રેશન કાર્ડ, તેનો જ ઉપયોગ કરીને બનાવાયું દિવ્યાંગતા પ્રમાણપત્ર

    ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, પૂજા ખેડકરે નકલી રાશન કાર્ડ મેળવવા માટે ઘરનું સરનામું પણ નકલી આપ્યું હતું. ‘પ્લોટ નંબર 53, દેહુ-આલંદી, તલવાડે- યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલ (YCM), પિંપરી ચિંચવડ’નું સરનામું પોતાના ઘરના સરનામા તરીકે આપ્યું હતું. જો કે, તપાસ કરતાં સામે આવ્યું હતું કે પૂજાએ જે જગ્યાનો ઉલ્લેખ તેના ઘર તરીકે કર્યો છે તે જગ્યા એક બંધ થઈ ગયેલી કંપની થર્મોવેરીટા એન્જીનીયરીંગ પ્રાઈવેટ લિમિટેડની હતી, જે રહેણાંક સંપત્તિ નથી.

    ડૉક્યુમેન્ટ્સ પરથી સામે આવ્યું કે, આ જ કંપનીના સરનામાનો ઉપયોગ કરીને એક ફેક રાશન કાર્ડ પણ બનાવવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ પૂજાએ ડિસેબિલિટી સર્ટિફિકેટ બનાવવા માટે કર્યો હતો. આ સર્ટિફિકેટ 24 ઓગસ્ટ, 2022ના રોજ ઇસ્યુ કરવામા આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે તેમને ઘૂંટણમાં 7% ડિસેબિલિટી છે. 

    નોંધનીય છે કે પૂજા જે ઓડી કારમાં લાલ-વાદળી બત્તી અને મહારાષ્ટ્ર સરકારના નામનું બોર્ડ લગાવીને ફરતાં હતાં તે ઓડી કાર પણ આ જ કંપનીના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. જોકે એ કાર જપ્ત કરવામાં આવી છે. આ સિવાય તેમના પિતા દિલિપ ખેડકર પર પણ પૂજાની માંગો પૂરી કરવા અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે. દસ્તાવેજો અનુસાર પૂજાના પિતાની સંપત્તિ 40 કરોડ છે. પૂજાની માતા પર પણ ખેડૂતોને પિસ્તોલ બતાવીને ધમકવાનો આરોપ છે. આ સિવાય પૂજાની માતાનો પોલીસ સાથે રકઝક કરતો એક જૂનો વિડીયો પણ સામે આવ્યો હતો.

    અહેવાલો અનુસાર પૂજા ખેડકરે પુણેની યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલ(YCM)માંથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મેળવવા માટે ડૉક્ટર કરેલા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. દસ્તાવેજો અનુસાર તેને લોકોમોટર ડિસેબિલિટી છે તેવા પ્રમાણ રજૂ કરવામાં આવ્યા હતા. 24 ઓગસ્ટ, 2022ના રોજ અપાયેલ પ્રમાણપત્ર અનુસાર ઘૂંટણમાં સાત ટકા અપંગતા હતી. આ સિવાય પૂજાએ દ્રષ્ટિની ખામી હોવાના અને માનસિક બીમારી હોવાના નકલી પુરાવા જમા કરાવ્યા હોવાનો પણ આરોપ છે.

    પૂજા ખેડકર પર અનામત ક્વોટાનો દૂરઉપયોગ કરવો, દિવ્યાંગતના નકલી પ્રમાણપત્રો રજૂ કરવા, ઉપરી અધિકારીઓને ધમકાવવા, સ્ટાફ સાથેનું ખરાબ વર્તન, આલીશાન માંગણીઓ, ઘરના સરનામાના નકલી પુરાવા સહિતના આરોપો પર તપાસ ચાલુ છે. નોંધનીય છે કે આ સમગ્ર મામલે તપાસ દરમિયાન બીજા પણ સ્ફોટક ખુલાસાઓ થાય તેવી સંભાવના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં