Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમમોહરમના જુલૂસમાં જેમણે કર્યો હિંદુઓ પર હુમલો, તેમના ઠેકાણાઓ પર ચાલ્યું બાબાનું...

    મોહરમના જુલૂસમાં જેમણે કર્યો હિંદુઓ પર હુમલો, તેમના ઠેકાણાઓ પર ચાલ્યું બાબાનું બુલડોઝર: 16 ગેરકાયદે બાંધકામો થશે ધ્વસ્ત, આલમગીર-નિઝાકત સહિત 35ની ધરપકડ

    બરેલીના થાના શાહીના ગૌસગંજમાં 17મી જુલાઈએ મોહરમ દરમિયાન હંગામો થયો હતો. તાજિયાના જુલૂસમાં ભાગ લેનારા કેટલાક લોકોએ મંદિરની સામે તોફાન મચાવ્યું હતુ, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી અને થોડી જ વારમાં આ દલીલો પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલીના ગૌસગંજમાં મોહરમ દરમિયાન ઉપદ્રવ સર્જનારા આરોપીઓ વિરુદ્ધ યોગી સરકારે બુલડોઝર કાર્યવાહી કરી છે. પ્રશાસને બુલડોઝરનો ઉપયોગ કરીને આરોપી ઇર્શાદના બે મકાનો અને ગેરકાયદેસર બાંધકામને તોડી પાડ્યું. હમણાં સીધી 35ની ધરપકડ કરવામાં આવી છે.

    મોહરમ દરમિયાન ઉત્પાત મચાવનારાઓ સામે યોગી સરકારનો બુલડોઝર કાર્યવાહીનો નિર્ણય મહેસૂલ વિભાગની ટીમે તપાસ કરી એ બાદ લેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, 21 અને 22 જુલાઈના રોજ, મહેસૂલ વિભાગની ટીમ તપાસ માટે ગૌસગંજ ગામમાં પહોંચી હતી, જ્યાં તેમને જાણવા મળ્યું કે મઝહબી સ્થાન સહિત 16 બાંધકામો અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યા છે, આ બધા બાંધકામો ગામની સાર્વજનિક જમીન પર છે.

    ટીમે આ ઈમારતોને લાલ નિશાન લગાવીને ચિહ્નિત કરી હતી. અધિકારીઓએ કહ્યું કે તપાસ રિપોર્ટના આધારે, અતિક્રમણ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે. હવે એ વાત સામે આવી છે કે ઈર્શાદના ઘર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    મોહરમના દિવસે મુસ્લિમોએ મચાવ્યું હતું તોફાન

    બરેલીના થાના શાહીના ગૌસગંજમાં 17મી જુલાઈએ મોહરમ દરમિયાન હંગામો થયો હતો. તાજિયાના જુલૂસમાં ભાગ લેનારા કેટલાક લોકોએ મંદિરની સામે તોફાન મચાવ્યું હતુ, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી અને થોડી જ વારમાં આ દલીલો પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી.

    આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને વિસ્તારનું વાતાવરણ પણ ખરાબ થયું હતું. આ દરમિયાન ઇસ્લામવાદીઓએ હિંદુ સમુદાયના ઘરોને પણ નિશાન બનાવ્યા અને હિંદુ મહિલાઓની છેડતી કરી હતી. આ ઉપરાંત, મુસ્લિમો દ્વારા હિંદુઓને ગંભીર પરિણામો માટે તૈયાર રહેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

    તે દિવસે ફોર્સ બોલાવીને મામલો કોઈક રીતે શાંત કરાવવામાં આવ્યો હતો, પરંતુ પછી પોલીસે આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં 50 નામાંકિત લોકો સહિત 65 લોકો સામે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયામાં 35ની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી ઉપદ્રવના આરોપી આલમગીર અને નિઝાકત અલીની ધરપકડ કરતાં પોલીસની તેમની સાથે અથડામણ પણ થઈ હતી.

    SP દક્ષિણી માનુષ પારીકે જણાવ્યું હતું કે કેટલાક આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. આ કેસમાં કોન્સ્ટેબલ નફીસ અહેમદને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સિવાય હેડ કોન્સ્ટેબલ રાજવીર સિંહ, કોન્સ્ટેબલ સુહેલ અહેમદ અને ગુલફામની લાઇન હાજર (પોલીસકર્મીની ડ્યૂટી જે પોલીસ સ્ટેશનમાં હોય તેને ત્યાંથી હટાવી તેની ડ્યૂટી સીધી પોલીસ હેડક્વાર્ટર એટલે કે પોલીસ લાઇનમાં લગાવવામાં આવે) કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોહરમ દરમિયાન ઉત્તર પ્રદેશમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી હતી. ઉત્તર પ્રદેશના અમેઠીમાં પોલીસ સ્ટેશન પાસે પહોંચતા જ મુસ્લિમોએ ‘હિન્દુસ્તાન મેં રહેના હૈ, યા હુસૈન કહેના હૈ’ના નારા લગાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં