Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબોલીવુડ છોડી ઇસ્લામના માર્ગે જનારી સના ખાન થઇ ગર્ભવતી, ઈન્ટરવ્યુમાં કહ્યું- વધુ...

    બોલીવુડ છોડી ઇસ્લામના માર્ગે જનારી સના ખાન થઇ ગર્ભવતી, ઈન્ટરવ્યુમાં કહ્યું- વધુ બાળકોની છે ઈચ્છા, મૌલવી સાથે કર્યા છે નિકાહ

    તેણે નિકાહ મોડા કરવાને લઈને અફસોસ વ્યક્ત કર્યો હતો અને એ પણ કહ્યું કે મારું ચાલે તો હું બાળકોથી ભરેલી નર્સરી પસંદ કરું. 

    - Advertisement -

    તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરીને બોલુવીડમાં પણ અનેક ફિલ્મોમાં કામ કરનારી સના ખાન થોડા સમય પૂર્વે જ ફિલ્મ લાઈન છોડીને ઇસ્લામના માર્ગે વળી હતી. તેણે એક મૌલવી સાથે નિકાહ કર્યા છે. હાલમાં તે ગર્ભવતી છે, ત્યારે તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેણે નિકાહ મોડા કરવાને લઈને અફસોસ વ્યક્ત કર્યો હતો અને એ પણ કહ્યું કે મારું ચાલે તો હું બાળકોથી ભરેલી નર્સરી પસંદ કરું. 

    એક મડિયા રીપોર્ટ અનુસાર, પૂર્વ બોલીવુડ અભિનેત્રી સના ખાને ઇન્ટરવ્યૂમાં આવનારા બાળક બાબતે ખુશી વ્યક્ત કરીને કહ્યું છે કે, “અમે અમારા બાળકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છીએ. પોતાના શરીરમાં લોહી અને માંસથી બાળક આકાર લઇ રહ્યું છે તેનો અહેસાસ કરવો અદ્ભુત હોય છે. જીવનનો સૌથી ખુશીની ક્ષણ બાળક હોવું તે છે.” 

    ગર્ભધારણના શરૂના દિવસો બાબતે સના ખાન કહે છે કે, “જયારે ગર્ભ રહ્યો ત્યારે મારા શરીરમાં આવતા ફેરફારના કારણે બેચેની થતી હતી. ઉલટી અને ઉબકાના કારણે હું થાકીને કંટાળી જતી હતી. ઘણીવાર હું એકલી બેસી રહેતી હતી. જો કે આ બધા અહેસસોમાંથી પસાર થવું તે પણ એક અનુભવ છે. માટે જ માતા બનવું એક સન્માનની બાબત છે.” વધુમાં તેણે ઉમેર્યું હતું કે, “બાળક જન્મ લેવાનું હોય ત્યારે પહેલી વાત મગજમાં આવે તે વજન છે. પરંતુ મને વજન વધવાનો કોઈ જ ડર નથી. હાલમાં બાળકને પોષણ મળવું જરૂરી છે.” પોતાના બાળક બાબતે વાત કરતા સના ખાન જણાવે છે કે, “હાલમાં મને મારું બાળક રાતના ઊંઘવા પણ દેતું નથી. આમ બાળકનો ગર્ભમાં અહેસાસ કરવો તે પણ એક સુખદ અનુભવ છે.”

    - Advertisement -

    નિકાહને લઈને તેણે કહ્યું હતું કે, “મારા નિકાહ મોડા થયા તેનો મને અફ્સોસ છે. હું બાળકો વહેલી ચાહતી હતી. હાલમાં મારું ચાલે તો હું બાળકોથી ભરેલી નર્સરી પસંદ કરું. પણ એવું શક્ય નથી. જો કે નિકાહ મોડા થયા છે પણ યોગ્ય સાથી શોધવો પણ જરૂરી હતો. અમે બંને જણા બાળકની રાહ જોઈ રહ્યા છીએ”  

    સના ખાન સલમાન ખાનની ‘જય હો’ ફિલ્મમાં અને બિગબોસમાં પણ કામ કરી ચૂકી છે. જ્યારે એક જાહેરાતમાં તેણે શાહરૂખ ખાન સાથે પણ કામ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં