ઘણા દિવસોની અટકળો પછી, સોશિયલ મીડિયાના મંતવ્યો અને ભાવતાલ બાદ અને તેના ટેકઓવરના માત્ર ચાર દિવસ પછી, ઈલોન મસ્કએ જાહેરાત કરી કે ટ્વિટર દ્વારા તેની વેરિફાઇડ પ્રોફાઇલ્સના બ્લુ ટિક માટે દર મહિને $8 ચાર્જ કરવામાં આવશે.
આ જાહેરાત કરતા ઈલોન મસ્કે લખ્યું, “જેની પાસે બ્લુ ટિક છે કે નથી તે માટે ટ્વિટરની વર્તમાન સિસ્ટમ બકવાસ છે. લોકોના હાથમાં સત્તા હોવી જોઈએ! $8/મહિનામાં બ્લુ ટિક,”
Twitter’s current lords & peasants system for who has or doesn’t have a blue checkmark is bullshit.
— Elon Musk (@elonmusk) November 1, 2022
Power to the people! Blue for $8/month.
જુદા જુદા દેશમાં રેટ જુદો જુદો રહેશે
જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી તેમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. નવીનતમ ચુકાદો બ્લુ ટિકને લગતો છે. ટ્વિટર હવે યુઝર્સને બ્લુટિકના બદલામાં દર મહિને $8 ચાર્જ કરશે. ભારતીય ચલણની વર્તમાન કિંમત પ્રમાણે તે 661 રૂપિયાની આસપાસ છે.
Price adjusted by country proportionate to purchasing power parity
— Elon Musk (@elonmusk) November 1, 2022
જો કે, બ્લુ ટિકનો દર દરેક દેશમાં અલગ રહેશે. તે ત્યાંની લોકોની ખરીદશક્તિના આધારે અથવા તો જે-તે દેશના સકલ ઘરેલુ ઉત્પાદના દરને આધારે નક્કી કરવામાં આવી શકે તેમ છે. ખરીદ શક્તિનો અર્થ મોટા ભાગે પૈસા ખર્ચવાની ક્ષમતા છે. આ આધાર પર અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને પંડિતો ભારતમાં ટ્વીટર બ્લુ ટીક મેળવવા માટે પ્રતિ મહીને રૂપિયા 150-200 જેટલો દર રાખવામાં આવશે તેવી શક્યતા જણાવી રહ્યાં છે.
પૈસા આપ્યા બાદ યુઝર્સને કઈ સુવિધાઓ મળશે
$8 અથવા તો જે તે દેશ માટે નક્કી કરવામાં આવેલ સ્થાનિક રકમ ચૂકવ્યા બાદ યુઝરને બ્લુ ટિક તો મળશે જ પણ સાથે સાથે અન્ય કેટલાક કામના ફીચર્સ પણ મળશે.
You will also get:
— Elon Musk (@elonmusk) November 1, 2022
– Priority in replies, mentions & search, which is essential to defeat spam/scam
– Ability to post long video & audio
– Half as many ads
ટ્વિટરના નવા મલિક ઈલોન મસ્કે આ બાબતે એક ટ્વિટની શ્રેણી રજુ કરી હતી અને જણાવ્યું હતું કે યુઝર્સને કાયા કાયા લાભ મળશે.
આ રહ્યા મળનાર લાભો,
- જવાબો, ઉલ્લેખો અને શોધમાં અગ્રતા, જે સ્પામ/સ્કેમને હરાવવા માટે જરૂરી છે
- લાંબા વિડીયો અને ઑડિઓ પોસ્ટ કરવાની ક્ષમતા
- અન્યો કરતા અડધા કરતા ઓછી જાહેરાતો
આ નવી સિસ્ટમ તૈયાર કરવા 12*7 કામ કરશે ટ્વીટરના એમ્પ્લોઈઝ
ઈલોન મસ્કે હમણાં જ ટ્વિટર ખરીદ્યું છે અને પ્લેટફોર્મમાં ફેરફારો સંબંધિત કેટલાક મોટા નિર્ણયો લીધા છે. પરંતુ, એવું લાગે છે કે આનાથી કર્મચારીઓને કામમાં ભારણ વધુ થઇ રહ્યું છે. CNBC સૂત્રો દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટ્વિટરના કેટલાક એન્જિનિયરોને દિવસમાં 12 કલાક અને અઠવાડિયાના સાત દિવસ કામ કરવાનું કહેવામાં આવ્યું છે. ટ્વિટરના મેનેજરે કર્મચારીઓને કહ્યું છે કે તેમણે ઈલોન મસ્કની ફેરફારો માટેની કડક સમયમર્યાદાને પહોંચી વળવા વધારાના કલાકો કામ કરવું પડશે.
ઈલોન મસ્ક ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શનની કિંમતમાં વધારો કરવાની અને બ્લુ ટિક માટે વેરિફિકેશન પ્રક્રિયામાં પણ સુધારો કરવાની યોજના ધરાવે છે. આ માટે મસ્કે ટ્વિટર એન્જિનિયર્સને પેઇડ વેરિફિકેશન ફીચર શરૂ કરવા માટે 7 નવેમ્બરની સમયમર્યાદા આપી છે અથવા તેઓ તેમની નોકરી ગુમાવશે. સમયમર્યાદા અન્ય કાર્યો માટે પણ હોઈ શકે છે.