દિલ્હી ભાજપનાં નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સોશિયલ મીડિયા ઉપર ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હત્યાની ધમકી આપવામાં આવી રહી છે. આરોપ છે કે ફેક્ટચેકના નામે પ્રોપોગેન્ડા ફેલાવતા ઑલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મ્દ જુબૈરે ભાજપ નેતાની એક ટ્વિસ્ટેડ સ્પીચ ટ્વિટ કરીને ટ્રોલરોને ભડકાવ્યા હતા. જે બાદ કેટલાક કટ્ટરપંથીઓએ ભાજપ મહિલા નેતાને ધમકી આપી હતી તો કેટલાકે માથું કાપી લેવાની ધમકી પણ આપી હતી.
નૂપુર શર્માએ આ ધમકીઓના સ્ક્રીનશોટ ટ્વિટર પર શૅર કર્યા છે. તેમણે દિલ્હી પોલીસને ટેગ કરીને ટ્વિટમાં કહ્યું કે, “મને અને મારા પરિવારને સતત હત્યા અને માથું કાપી લેવાની ધમકીઓ મળી રહી છે. જેમને સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવા અને ફેક નરેટિવ ઘડીને માહોલ ખરાબ કરવા માટે @zoo_bearએ ઉશ્કેર્યા છે. કેટલીક તસવીરો અટેચ કરી રહી છું, મહેરબાની કરીને ધ્યાન આપશો.” અહીં ઉલ્લેખનીય છે કે @zoo_bear ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મ્દ ઝુબૈરનું ટ્રોલ અકાઉન્ટ છે.
:@DelhiPolice @CPDelhi I am getting continuous death and beheading threats against my family and myself which are egged on by @zoo_bear because of his attempts to incite communal passions and vitiate the atmosphere by building a fake narrative.
— Nupur Sharma (@NupurSharmaBJP) May 27, 2022
Attaching a few pics. Please note. pic.twitter.com/QmgA2uRCrS
નૂપુર શર્માએ ભલે માત્ર ચાર ટ્વિટ શૅર કરીને તેમના જીવને જોખમ હોવાનો દાવો કર્યો હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે ઝુબૈરે ભડકાવ્યા બાદ ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેમની વિરુદ્ધ આવાં અનેક ટ્વિટ કર્યાં હતાં.
ટાઈમ્સ નાઉ પર વિવાદિત જ્ઞાનવાપી માળખા મુદ્દે ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ તર્ક આપતા કહ્યું કે, એક તરફ જ્યાં લોકો વારંવાર હિંદુ આસ્થાની મજાક ઉડાવી રહ્યા છે તો ઇસ્લામિક માન્યતાઓ ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ પણ અન્ય ધર્મોની મજાક ઉડાવી શકે છે. તેમની આ દલીલનો વિડીયો કટ કરીને ઝુબૈરે પોતાના 4,64,000 ફોલોઅર્સ ધરાવતા ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો હતો. જેમાં તેણે નૂપુરને અંતિમવાદી, સાંપ્રદાયિક નફરત ફેલાવનાર અને તોફાનો ભડકાવનાર ગણાવી દીધાં હતાં.
ઝુબૈરની ઉશ્કેરણીની અસર એ થઇ કે નૂપુર શર્માની ટાઈમલાઈન પર ટ્રોલ અકાઉન્ટ્સ દ્વારા તેમને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ, જેમાં તેમનું માથું કાપી લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. કમલેશ તિવારી અને કિશન ભરવાડ જેવી ઘટનાઓ જોતાં પોલીસે નૂપુર શર્માને ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા અપાતી ધમકી ગંભીરતાથી લેવી જોઈએ.
વારંવાર ટેગ કરવામાં આવ્યા બાદ આખરે દિલ્હી પોલીસે જવાબ આપ્યો અને કહ્યું હતું કે મામલો સબંધિત અધિકારીઓને જણાવવામાં આવ્યો છે અને તેઓ જલ્દીથી જ નૂપુર શર્માનો સંપર્ક કરશે.
The matter has been forwarded to the concerned officials for necessary action. You will be contacted shortly.
— Delhi Police (@DelhiPolice) May 27, 2022
જોકે, આ પહેલીવાર નથી બન્યું કે ઑલ્ટ ન્યૂઝના સંસ્થાપકો દ્વારા ઉશ્કેરવામાં આવ્યા બાદ કોઈને ધમકીઓ મળી હોય. આ પહેલાં, એક સગીર છોકરાને ઑલ્ટ ન્યૂઝના સ્થાપક પ્રતીક સિન્હા દ્વારા પરેશાન કરવામાં આવ્યા બાદ ધમકી પણ આપવામાં આવી હતી. તદુપરાંત, દિલ્હી પોલીસે તાજેતરમાં જ એક સગીર કિશોરી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં ઝુબૈરની પૂછપરછ કરી હતી.