ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રશાંત પટેલ ઉમરાવના વિરોધમાં તમિલનાડુ પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોધ્યો છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે તેણે તમિલનાડુમાં વસતા પરપ્રાંતીયોને લઈને ખોટા સમાચાર ફેલાવ્યા છે. જેમાં બિહારીઓ પર હિન્દી બોલવા બબાતે સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ દૈનિક ભાસ્કરના સંપાદક અને પત્રકાર મોહમ્મદ તનવીર પર પણ ખોટા સમાચાર ફેલાવી લોકોમાં દુશ્મનાવટ ઉભી કરવાના આરોપ બદલ કેસ નોંધવામાં આવ્યો છે. તમિલનાડુ પોલીસે ઉપયુક્ત આરોપીઓની ધરપકડ કરવા માટે એક ટીમની રચના પણ કરી દીધી છે.
પત્રકાર તનવીરે બે અલગ અલગ વિડીયો ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે આ વિડીયોમાં જે હિંસા કરી રહી છે, તે હિન્દી બોલવાના કારણે થઇ રહી છે. આ દાવાની સામે તમિલનાડુના પોલીસ મહાનિર્દેશક સી સિલેન્દ્ર બાબુએ સ્પષ્ટતા કરી છે કે વિડીયોની તપાસ કરી રહ્યા છીએ. પરંતુ આ વિડીયો હિન્દી બોલવા બદલ હિંસા કરવામાં આવી રહી છે, તેની સાથે કઈ લેવા દેવા નથી.
પ્રશાંત પટેલે એક ટ્વીટ કરી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે તમિલનાડુમાં હિન્દી બોલવાના કારણે 15 બિહારી મજુરોને ફાંસી પર લટકાવવામાં આવ્યા, જેમાંથી 12 લોકોના મૃત્યુ થયા છે. છતાં બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સ્ટાલીન સાથે જન્મદિવસ મનાવે છે. જો કે બાદમાં તે ટ્વીટ ડીલીટ કરી દેવામાં આવી હતી.
હિન્દી દૈનિક ભાસ્કર અનુસાર, તમિલનાડુમાં ફોનમાં હિન્દી ચેટમાં વાત કરવાના બદલામાં બિહારી લોકોને ધમકી મળી હતી, આ સાથે જ વિડીયો પણ છે, જેમાં બે જુથો વચ્ચે અથડામણ દેખાઈ રહી છે. વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે આમાં 12 લોકોના મૃત્યુ થયા છે. તમિલનાડુમાં બિહારીઓ સાથે તાલીબાન જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
આ બંને દવાઓને લઈને તમિલનાડુ પોલીસે કેસ નોધ્યો છે, જેમાં 4 માર્ચના રોજ, થૂથુકુડી સેન્ટ્રલ પોલીસે ભાજપના નેતા વિરુદ્ધ IPC કલમ 153, 153A, 504 અને 505 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. આ બધી કલમો ખોટી માહિતી ફેલાવવા અને રમખાણો કરાવવાના ખોટા હોવાના કારણે લગાવાઈ છે.
જ્યારે, તિરુપુર ઉત્તર પોલીસ સ્ટેશન દ્વારા દૈનિક ભાસ્કરના એક સંપાદક પર IPC કલમ 505(i)(b) અને 153(A) અંતર્ગત કેસ નોધવામાં આવ્યો છે. તેમજ, તિરુપુર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મોહમ્મદ તનવીર પર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 56(ડી) હેઠળ વધુ એક કેસ નોધવામાં આવ્યો છે.
તમિલનાડુ પોલીસના કહેવા અનુસાર ઉપયુક્ત આરોપીઓની ધરપકડ કરવા માટે એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.