ડાબેરી મીડિયા પોર્ટલ ‘ધ વાયરે’ ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયા વિરુદ્ધ ફર્જી રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ તેમણે મીડિયા સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનું એલાન કર્યું હતું. હવે તેમણે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી છે. અમિત માલવિયાએ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ‘ધ વાયર’ના સ્થાપક તંત્રી સિદ્ધાર્થ વરદરાજન સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરી તેમની સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની અપીલ કરી છે.
Breaking: BJP IT cell head @amitmalviya files a criminal complaint against The Wire and four editors of The Wire for offences punishable u/s 420, 468, 469, 471, 500 г/w 120B and 34 of the Indian Penal Code, 1860. The Wire had published fake stories targeting Malviya. pic.twitter.com/VHO3LoroDk
— Rajgopal (@rajgopal88) October 29, 2022
ફરિયાદમાં અમિત માલવિયાએ સિદ્ધાર્થ વરદરાજન, એડિટર એમ કે વેણુ, ડેપ્યુટી એડિટર જ્હાન્વી સેન અને ફાઉન્ડેશન ફોર ઇન્ડીપેન્ડન્ટ જર્નલિઝમ સામે આઇપીસીની કલમ 420 (છેતરપિંડી), 468 (ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ષડ્યંત્ર રચવું) 469 (ખોટા દસ્તાવેજોના આધારે માનહાનિ), 471 (જાણીજોઈને ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજોનો ઉપયોગ), 500 (માનહાનિ), 134B (ગુનાહિત ષડ્યંત્ર) હેઠળ ફરિયાદ કરી છે.
તેમણે ફરિયાદમાં કહ્યું કે, તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે ઠગાઈ અને છેતરપિંડીનો સહારો લેવામાં આવ્યો હતો અને ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો અને ફેક રેકોર્ડ્સના આધારે તેમની માનહાનિ કરવામાં આવી હતી.
અપડેટ: દિલ્હી પોલીસે અમિત માલવિયાની ફરિયાદના આધારે ‘ધ વાયર’ સામે FIR દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
Delhi Police register FIR against The Wire over Amit Malviya’s complaint
— ANI Digital (@ani_digital) October 29, 2022
Read @ANI Story | https://t.co/ZtMbz3Kqst#DelhiPolice #TheWire #BJP pic.twitter.com/zUgEhnNuya
અગાઉ 27 ઓક્ટોબરના રોજ અમિત માલવિયાએ ‘ધ વાયર’ સામે કેસ દાખલ કરવા માટેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વકીલો સાથેના પરામર્શ બાદ અને તેમની સલાહ લીધા બાદ મેં ‘ધ વાયર’ સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરીને તેમની છબી ખરડવાના કારણે થયેલ નુકસાનનું વળતર પણ માંગશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં લેફ્ટિસ્ટ મીડિયા પોર્ટલ ‘ધ વાયરે’ એક રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે ભાજપ આઈડી સેલના અમિત માલવિયા પાસે એટલી સત્તા છે કે તેઓ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પરની કોઈ પણ પોસ્ટ હટાવી શકે છે. જોકે, ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’એ ‘ધ વાયર’ના આ આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું હતું કે, તેમણે બનાવતી દસ્તાવેજોના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
‘ધ વાયરે’ કોઈ અજ્ઞાત સૂત્રોના આધારે દાવો કર્યો હતો કે, અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પરથી 700થી વધુ પોસ્ટ હટાવી હતી. જોકે, મીડિયા પોર્ટલે ભારે ફજેતી થયા બાદ સ્ટોરી વેબસાઈટ પરથી હટાવી લીધી હતી અને ઉપરથી કહ્યું હતું કે, મેટા વિરુદ્ધ રિપોર્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ દસ્તાવેજો અને સૂત્રોની સમીક્ષા પણ કરશે.