Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિજનૌરમાં તિરંગા વહેંચવા બદલ 'સર તનસે જુદા' ની ધમકી, ISI ના નામે...

    બિજનૌરમાં તિરંગા વહેંચવા બદલ ‘સર તનસે જુદા’ ની ધમકી, ISI ના નામે પોસ્ટર લગતા પરિવારમાં ડરનો માહોલ

    તાજેતરમાં જ દેશમાં સર તન se જુદા નારા હેઠળ ઘણા લોકોના ગળા કાપવાના બનાવો બન્યા હતા.

    - Advertisement -

    બિજનૌરમાં તિરંગા વહેંચવા બદલ એક પરિવારને ‘સર તનસે જુદા’ ની ધમકી મળી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સર કલમ કરવાની ધમકી આપતું પોસ્ટર ચોંટાડવામાં આવ્યા બાદ સમગ્ર પરિવાર ગભરાટ અને આઘાતમાં છે. જો કે યુપી પોલીસ પ્રશાસને પરિવારના ઘરે સુરક્ષા પુરી પાડી છે. આ સાથે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. ઈશ નિંદા અને અન્ય અનેક બાબતો બાદ હવે બિજનૌરમાં તિરંગા વહેંચવા બદલ ‘સર તનસે જુદા’ ની ધમકી મળતા મામલો ગરમાયો છે.

    અહેવાલો મુજબ પોલીસની અનેક ટીમો દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં, અરુણ કશ્યપ તેના પરિવાર સાથે બિજનૌર જિલ્લાના કિરાતપુર પોલીસ સ્ટેશનના બુધુપાડા વિસ્તારમાં રહે છે. 14 ઓગસ્ટના રોજ સવારે અરુણ કશ્યપના પરિવારને ઘરની મુખ્ય દિવાલ પર હાથથી લખેલો ધમકી પત્ર મળ્યો હતો. જ્યારે પરિવાર અને વિસ્તારના લોકોએ તેને જોયો તો તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

    પોસ્ટરમાં ISI નો ઉલ્લેખ

    - Advertisement -

    પીડિત પરિવારના ઘર બહાર લાગેલા પોસ્ટરમાં ISI નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અરુણ કશ્યપની દિવાલ પર ચોંટેલા કાગળ પર અજાણ્યાએ લખ્યું છે કે “અન્નુ તમને ઘરે-ઘરે ત્રિરંગો આપીને ખૂબ જ ખુશ છે. તમારું માથું પણ શરીરથી અલગ કરવું પડશે – ISI સાથીઓ ધમકીભર્યા પત્રને જોઈને અરુણ કશ્યપના ઘરે અને અરુણ કશ્યપના પરિવારને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને બિજનૌરના એસપી સિટી ડૉક્ટર પ્રવીણ રંજન સિંહે જણાવ્યું કે પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસની ટીમો, અન્ય લોકોની તપાસ કરવામાં આવી રહી છે.જે પણ હકીકતો સામે આવશે, કાર્યવાહીનો અસરકારક રીતે અમલ કરવામાં આવશે.

    પોલીસ દ્વારા આ મામલાની તપાસ ચાલું

    પીડિત અરુણ કશ્યપે કહ્યું છે કે તેનો પરિવાર ડરના કારણે ઘણો ગભરાટમાં છે. આખો પરિવાર એક નાના રૂમમાં કેદ છે. આ પ્રકારનું કૃત્ય કરનાર કોઈપણ અજાણ્યા શખ્સને પોલીસે જલ્દીથી પકડવો જોઈએ. પીડિતે એમ પણ જણાવ્યું કે તેનો પરિવાર ગભરાટના કારણે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. સિટી એસપી ડોક્ટર પ્રવીણ રંજન સિંહે આ મામલે જણાવ્યું હતું કે “કિરાતપુર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિના ઘરે પેનથી લખેલું કાગળ ચોંટાડાયેલું જોવા મળ્યું હતું. જેમાં વિસ્તારમાં દરેક ઘરમાં ત્રિરંગો વહેંચવા બદલ ધમકી આપવામાં આવી હતી. આ માહિતી પર તરત જ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. આ પત્ર જે વ્યક્તિના ઘરે ચોંટાડવામાં આવ્યો હતો તેની પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. પોલીસ સ્ટેશન અને અધિકારક્ષેત્ર નજીબાબાદ અન્ય લોકોની ટીમ બનાવીને તેની તપાસ કરવામાં આવી રહી છે. જે હકીકતો બહાર આવશે તેના આધારે અસરકારક રીતે કાર્યવાહી કરવામાં આવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં