રાજસ્થાનના બ્યાવર (Beawar Rape-Blackmail Scandal) જિલ્લાના વિજયનગરમાં સામે આવેલ બ્લેકમેલ-બળાત્કાર કાંડને લઈને લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થિનીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં 24 ફેબ્રુઆરીના રોજ અજમેર (Ajmer Sex Scandal), બ્યાવર અને ભીલવાડામાં બંધ પાળવામાં આવ્યું હતું. સવારથી જ આ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન સાથે આરોપીઓને ફાંસી આપવાની માંગ થઈ રહી છે. આ ઉપરાંત રાજસ્થાનના રાજ્યપાલનું નિવેદન પણ સામે આવ્યું છે.
23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ હરિભાઉ બાગડેએ ઝુનઝુનુના નવલગઢમાં બલવંતપુરા સ્થિત ડુંડલોડ ગર્લ્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન વિજયનગર મુદ્દે રાજ્યપાલે કહ્યું હતું કે, “શું હિંદુ સંગઠન સાથે જોડાવું એ ગુનો છે, પાપ છે? હવે આવું નહીં ચલાવી લેવામાં આવે. જો કોઈ અમને નિશાન બનાવશે તો અમે પણ જવાબ આપીશું.”
વિદ્યાર્થીઓને સંબોધતા, રાજ્યપાલે આત્મરક્ષાના અને હિંમતના પાઠ આપ્યા. તેમણે કહ્યું હતું કે, “જે લોકો તમને ખરાબ નજરે જુએ છે, તેમની આંખોમાં જોઈને જવાબ આપો. ડરવાની જરૂર નથી, ઈંટનો જવાબ પથ્થરથી આપો.”
અજમેરમાં પળાયો બંધ
બીજી તરફ 24 ફેબ્રુઆરીના દિવસે બ્યાવર બ્લેકમેલ-બળાત્કાર કાંડના વિરોધમાં વિજયનગરમાં બંધ પાળવામાં આવ્યું હતું. અજમેર જિલ્લાના બ્યાવર, કેકડી, નસીરાબાદ, ભીલવાડા જિલ્લાના ભીનાય અને ગુલાબાપુરામાં વ્યાપારિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ હતી. બંધને ધ્યાનમાં રાખીને, પોલીસ પણ એલર્ટ મોડ પર છે. બ્યાવરના ચાંગ ગેટ પર બધા સમુદાયના લોકો એકઠા થયા.
#ब्यावर : बहुचर्चित बिजयनगर ब्लैकमेल कांड को लेकर ब्यावर बंद
— Samachar Plus 24×7 (@SamacharPlus247) February 24, 2025
शांतिपूर्ण तरीके से व्यापारिक संगठन एवं सर्व समाज की ओर से ब्यावर बंद…#Beawar #RajasthanNews #SamacharPlus #LatestNews #BreakingNews @BeawarPolice pic.twitter.com/HFhJTw09gp
પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ આરોપીઓને વહેલી તકે ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું જોકે, શાળાઓ અને તબીબી સેવાઓને બંધમાંથી મુક્તિ આપવામાં આવી હતી. બંધને કારણે, બ્યાવરના મુખ્ય બજાર, શ્રદ્ધાનંદ બજાર, પાલી બજાર, મહાવીર બજાર, અગ્રસેન બજાર, ભારત માતા સર્કલ, અજમેરી ગેટ, સૂરજપોલ ગેટ, ચાંગ ગેટ, સેન્દ્રા રોડ, કોલેજ રોડ, મેવાડી ગેટ, શાકભાજી બજાર અને અનાજ બજાર સહિત સમગ્ર શહેરમાં સન્નાટો પ્રસરેલો હતો.
નોંધનીય છે કે આંદોલનકારીઓએ આરોપીઓને ફાંસીની માંગ કરી છે, જો તેમ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના
ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના 15 ફેબ્રુઆરીએ સામે આવી હતી. ઘટનામાં સામે આવ્યું હતું કે મુસ્લિમ ગેંગ શાળામાં ભણતી હિંદુ છોકરીઓને ફસાવીને તેમના અશ્લીલ ફોટા વિડીયો ઉતારીને તેમને બ્લેકમેલ કરવામાં આવતી. તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. તેમનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સિગારેટ પીવા, કલમા પઢવા, નમાઝ અદા કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું.
આ મામલે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. શ્રવણ (કાફે ઓપરેટર), કરીમ અને આશિક 7 દિવસના રિમાન્ડ પર છે. લુકમાન ઉર્ફે સોહેબ (20), સોહેલ મન્સૂરી (19), રીહાન મોહમ્મદ (20) અને અફરાઝને (18) 5 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં સંડોવાયેલા ત્રણ સગીરો બાળ સુધાર ગૃહમાં છે.