Tuesday, October 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'PM મોદી 10 વર્ષથી બનાવી રહ્યા છે મૂર્ખ': ભાષાંતરના નામે બાળકોના મનમાં...

    ‘PM મોદી 10 વર્ષથી બનાવી રહ્યા છે મૂર્ખ’: ભાષાંતરના નામે બાળકોના મનમાં ઝેર ભરી રહી હતી શિક્ષિકા સુલ્તાના ખાતૂન, શિક્ષણ વિભાગે માંગી સ્પષ્ટતા

    ઘટના બાદ શાળાના મુખ્ય શિક્ષક રમેશ સિંઘે જણાવ્યું હતું કે, આ અગાઉ પણ આ અંગે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. તેમણે ખાતૂનને સમજાવી હતી તેમ છતાં આ પ્રકારનો મામલો ફરીથી સામે આવ્યા બાદ BEO સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

    - Advertisement -

    બિહારના (Bihar) ગોપાલગંજ (Gopalganj) જિલ્લાની એક શાળામાં શિક્ષિકા (School Teacher) તરીકે ફરજ બજાવતી સુલ્તાના ખાતૂન (Sultana) વિદ્યાર્થીઓને PM મોદી (PM Modi) વિરુદ્ધ નફરત ફેલાવતી માહિતી શીખવતા વિરોધ થયો હતો. તેણે બ્લેકબોર્ડ પર PM મોદી અંગે એક ખોટું વાક્ય લખીને બાળકોને અનુવાદ કરવા આપ્યું હતું. જે અંગે વાલીઓને જાણ થતા તેમણે વિરોધ નોંધાવી ફરિયાદ કરી હતી. ઉપરાંત શિક્ષણ વિભાગે પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના 5 ઑક્ટોબરના રોજ ગોપાલગંજ જિલ્લાના ભોરે વિસ્તારના ડીહ જૈતપુરા સ્થિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં બની હતી. શિક્ષિકા સુલ્તાના ખાતૂન શાળામાં બાળકોને અંગ્રેજી વિષય ભણાવે છે. શાળાના વર્ગ દરમિયાન તેણે બાળકોને એક વાક્યનું ભાષાંતર આપ્યું હતું, જેમાં લખ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વર્ષથી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે.”

    સમગ્ર ઘટના ત્યારે સામે આવી, જ્યારે શાળાથી ઘરે જઈને બાળકોએ વાલીઓને ખાતૂન જે ભણાવે છે તે અંગે જાણ કરી હતી. આ બાદ વાલીઓ અને સ્થાનિકોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાથી નારાજ વાલીઓએ શાળા પ્રશાસન અને શિક્ષણ વિભાગને ફરિયાદ કરી શિક્ષિકા સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. વાલીઓએ કહ્યું હતું કે, બાળકોને PM મોદી પ્રત્યે નફરત ઉભી કરતુ શિક્ષણ આપવું સંપૂર્ણપણે ખોટું છે.

    - Advertisement -

    BEO સમક્ષ ફરિયાદ

    મામલાની ગંભીરતા જોઈને બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO) લખીન્દ્ર દાસે તાત્કાલિક પગલાં લીધા અને શિક્ષિકા સુલ્તાના ખાતૂન પાસેથી મામલા અંગે સ્પષ્ટતા માંગી હતી. BEOએ કહ્યું, “જાહેર સેવક વડાપ્રધાન વિરુદ્ધ આવી અભદ્ર ટિપ્પણીઓ કરે તે અયોગ્ય છે.” જોકે, આ સમગ્ર મામલે શિક્ષિકા સુલ્તાના ખાતૂન તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

    સ્થાનિક લોકો અને વાલીઓના જણાવ્યા અનુસાર, ખાતૂન આ પહેલાં પણ બાળકોને આવી વાંધાજનક બાબતો શીખવતી હતી. આરોપ છે કે, સુલ્તાના ખાતૂને ભૂતકાળમાં પણ બાળકોને રાજકીય મુદ્દાઓ પર પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કહેવું છે કે, શાળામાં બાળકોને આવી વાતો શીખવવી એ સંપૂર્ણપણે ખોટું છે.

    અગાઉ પણ સુલ્તાના કરી હતી આવી જ હરકતો

    આ ઘટના બાદ શાળાના મુખ્ય શિક્ષક રમેશ સિંઘે જણાવ્યું હતું કે, આ અગાઉ પણ આ અંગે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. તેમણે ખાતૂનને સમજાવી હતી તેમ છતાં આ પ્રકારનો મામલો ફરીથી સામે આવ્યા બાદ BEO સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી શિક્ષક દ્વારા વિભાગને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

    ઉલ્લેખનીય છે કે, આ આગાઉ પણ બિહારના જ બેગુસરાયમાંથી આવી એક ઘટના સામે આવી હતી. જેમાં જિયાઉદ્દીન નામક શિક્ષક બાળકોને એવું શીખવાડતો હતો કે, હનુમાનજી મુસ્લિમ હતા અને ભગવાન રામે તેમને નમાજ પઢતાં શીખવ્યું હતું. આ મામલો સામે આવતા શિક્ષકનો ભારે વિરોધ થયો હતો તથા તેના વિરુદ્ધ FIR પણ નોંધાઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં