Tuesday, October 22, 2024
More
    હોમપેજદેશ'ભગવાન રામે હનુમાનજીને શીખવી હતી નમાજ': વિદ્યાર્થીઓને આવું શીખવતો હતો બેગુસરાયનો શિક્ષક...

    ‘ભગવાન રામે હનુમાનજીને શીખવી હતી નમાજ’: વિદ્યાર્થીઓને આવું શીખવતો હતો બેગુસરાયનો શિક્ષક જિયાઉદ્દીન, વાલીઓએ વિરોધ કર્યો તો માંગી લીધી માફી; પણ કાર્યવાહીથી સંતુષ્ટ નહીં સ્થાનિકો

    વાસ્તવમાં શિક્ષક જિયાઉદ્દીને વિદ્યાર્થીઓને ભણાવતાં કહ્યું કે, હનુમાનજી મુસ્લિમ હતા અને ભગવાન રામે તેમને નમાજ પઢતાં શીખવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન બાદ વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાને આ વાત જણાવી હતી. ત્યારબાદ હોબાળો મચી ગયો.

    - Advertisement -

    બિહારથી (Bihar) એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં બેગુસરાયની (Begusarai) એક શાળાના શિક્ષકે (Teacher) હિંદુ સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનું કારસ્તાન. જિયાઉદ્દીન નામના આ શિક્ષકે હિંદુઓના આરાધ્ય ભગવાન શ્રીરામ અને હનુમાનજી માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તેમને મુસ્લિમ સમુદાયના ગણાવી દીધા હતા. એટલું જ નહીં, એમ પણ કહ્યું કે તેઓ નમાજ પઢતા હતા. આ વાતની જાણ થતી તો વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, જેના પગલે શિક્ષકે માફી માંગી લીધી હતી.

    બિહારના બેગુસરાયના બછવારા તાલુકા સ્થિત કદરાબાદ હરિપુર મિડલ સ્કૂલના એક શિક્ષકે હનુમાનજી અને ભગવાન રામ અંગે આપેલ વિવાદાસ્પદ નિવેદનના પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં શિક્ષક જિયાઉદ્દીને વિદ્યાર્થીઓને ભણાવતાં કહ્યું કે, હનુમાનજી મુસ્લિમ હતા અને ભગવાન રામે તેમને નમાજ પઢતાં શીખવ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદન બાદ વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાને આ વાત જણાવી હતી.

    આરોપી શિક્ષક જિયાઉદ્દીન સાતમા ધોરણના બાળકોને એવું ભણાવી રહ્યો હતો કે હનુમાનજી શરૂઆતથી જ નમાજ પઢતા હતા અને તેઓ મુસ્લિમ હતા. જ્યારે વિદ્યાર્થીઓએ આ વાત તેમના વાલીઓને જણાવી તો તેઓ ગુસ્સે થઈ ગયા અને શાળામાં જઈને આ મામલે રજૂઆત કરી હતી. જોકે વાલીઓ અને સ્થાનિકોનો રોષ જોઈને શિક્ષકે આ મામલે માફી માંગી લીધી હતી.

    - Advertisement -

    આ વિવાદ અંગે શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. પ્રિન્સિપાલે કહ્યું કે, આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી હતી જેના પગલે આરોપી શિક્ષક જિયાઉદ્દીને પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. જોકે, સ્થાનિક લોકો અને વાલીઓ શિક્ષકની માફીથી સંતુષ્ટ નથી અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

    મંત્રી ગિરિરાજસિંહની કાર્યવાહીની માંગ

    આ મામલે સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘે પણ વિરોધ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે હનુમાનજી હિંદુ ધર્મના લોકોના આરાધ્ય છે. આવી વાંધાજનક ટિપ્પણીથી કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. તેમણે બિહાર સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે, જેથી સમાજમાં ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહે અને આવી ભડકાઉ વાતો ફેલાવનારા લોકો પર પ્રતિબંધ લાદી શકાય.

    સ્થાનિક લોકોએ જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે શિક્ષક દ્વારા હનુમાનજી અને ભગવાન રામ વિશેની આવી ટિપ્પણીઓએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. લોકોનું કહેવું છે કે માત્ર માફી માંગવાથી આ મામલો ઉકેલી શકાય તેમ નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ શિક્ષક કે વ્યક્તિ આવી વાંધાજનક ટિપ્પણી કરવાનું ટાળે તે માટે કાયદાકીય પગલાં લેવાની જરૂર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં