Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરામાં ગૌમાંસના સમોસાના વેચાણ કેસમાં ભાલેજનો સપ્લાયર ઈમરાન કુરેશી ઝડપાયો: 'ન્યુ હુસૈની...

    વડોદરામાં ગૌમાંસના સમોસાના વેચાણ કેસમાં ભાલેજનો સપ્લાયર ઈમરાન કુરેશી ઝડપાયો: ‘ન્યુ હુસૈની સમોસા’વાળા મહંમદ યુસુફને મોકલતો હતો બીફ

    આરોપી ઈમરાન અગાઉ માંસ એક્સપોર્ટ કરતી કંપનીમાં કામ કરતો હતો. તે મૂળ દાહોદનો છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેની અમ્મી અને બેગમ સાથે રહેતો હતો. દરમિયાન, વડોદરામાં ચિકન કટિંગની દુકાનમાં કામ કરતી વેળાએ તેનો અન્ય આરોપીઓ સાથે સંપર્ક થયો હતો.

    - Advertisement -

    વડોદરામાં સ્થિત પાણીગેટ વિસ્તારમાં શીપવાડમાં આવેલા ‘ન્યુ હુસૈની સમોસા સેન્ટર’ ખાતે મહંમદ યુસુફ અને અન્ય આરોપીઓ સમોસામાં ગૌમાંસ ભેળવીને વેચાણ કરતાં હતા. આ મામલે પોલીસે તેના ઠેકાણાં પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 326 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ સાથે મોટા ફ્રિજમાં પણ કાચો માલ મળી આવ્યો હતો. જેમાં ગૌમાંસનો ઉપયોગ થયો હતો. FSI રિપોર્ટમાં ગૌમાંસની પુષ્ટિ પણ કરવામાં આવી હતી. પોલીસે ત્યાં હાજર મહંમદ યુસુફ સહિત 6ની ધરપકડ કરી હતી. જ્યારે હવે વડોદરામાં સમોસામાં ગૌમાંસ ભેળવી વેચવાના મામલે સપ્લાયર ઈમરાન કુરેશીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

    વડોદરામાં સમોસામાં ગૌમાંસ ભેળવવાના મામલે પોલીસે અન્ય એક આરોપી ઈમરાન ઉર્ફે દાઉદી યુસુફ કુરેશીની ધરપકડ કરી લીધી છે. તે ભાલેજનો હોવાનું સામે આવ્યું છે અને સ્થાનિક પોલીસની મદદથી વડોદરા પોલીસે તેને તેના ઘરમાંથી જ દબોચી લીધો છે. સાથે તે પણ જાણવા મળ્યું છે કે, આરોપી ઈમરાન અગાઉ માંસ એક્સપોર્ટ કરતી કંપનીમાં કામ કરતો હતો. તે મૂળ દાહોદનો છે અને છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેની અમ્મી અને બેગમ સાથે રહેતો હતો. દરમિયાન, વડોદરામાં ચિકન કટિંગની દુકાનમાં કામ કરતી વેળાએ તેનો અન્ય આરોપીઓ સાથે સંપર્ક થયો હતો. જે બાદ ભાલેજ આવ્યા બાદ તેણે ગૌમાંસ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. આ મામલે હમણાં સુધી પોલીસે 7 વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો છે.

    શું કહ્યું પોલીસે?

    આ સમગ્ર ઘટના અંગે DCP પન્ના મોમાયાએ જણાવ્યું છે કે, “6 એપ્રિલના રોજ બાતમીના આધારે પાણીગેટ ખાતે હુસૈની સમોસા સેન્ટર પર રેડ કરવામાં આવી હતી. ત્યાંથી 300 કિલોથી વધુનો માંસનો જથ્થો મળી આવ્યો હતો. FSL તપાસમાં તે ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું. દુકાન માલિક મહંમદ યુસુફ શેખ અને નઇમ શેખ સહિત દુકાનના કામ કરતાં 4 લોકો સાથે 6ની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.”

    - Advertisement -

    DCPએ વધુમાં જણાવ્યું કે, “રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં આ ગૌમાંસનો જથ્થો તેમને ભાલેજનો ઈમરાન ઉર્ફે દાઉદી યુસુફ કુરેશી સપ્લાય કરતો હોવાની કબૂલાત કરી હતી. આ સાથે ભાલેજના સપ્લાયર ઈમરાન કુરેશીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.” આ સાથે પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, દુકાન માલિક યુસુફ શેખનો અબ્બુ પણ સમોસાનો જ વેપાર કરતો હતો. એટલે આ પરિવાર ઘણા વર્ષોથી ગૌમાંસના સમોસાનો ધંધો કરતાં હોવાનું લાગી રહ્યું છે. ગૌમાંસનો જથ્થો ભાલેજના ઈમરાન કુરેશી પાસેથી લાવીને બાપ-દીકરો શીપવાડમાં ઘરે જ ગૌમાંસના કાચા સમોસા બનાવી અલગ-અલગ દુકાનદારોને વેચતા હતા.

    પોલીસે દરોડા પાડી કરી હતી ધરપકડ

    ઉલ્લેખનીય છે કે, વડોદરા ઝોન-4 LCB દ્વારા આ આખી કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં પશુ ક્રુરતા નિવારણ સંસ્થા ચલાવતા નેહા પટેલને ગૌમાંસની માહિતી મળતા તેમણે પોલીસની મદદ લીધી હતી. જે આધારે પોલીસે પાણીગેટના જૂનીગઢી શીપવાડના હુસૈની મેન્શન નામના એક રહેણાંક મકાનમાં દરોડા પાડતા તેમને ત્યાં ગૌમાંસ અને ગૌમાંસમાંથી બનેલા સમોસા મળી આવ્યા હતા. પોલીસને અહીં, હાઈટેક ક્રશર, ડીપ ફ્રીઝર, 152 કિલો માંસના માવાનો સામાન, ગૌમાંસ ભરેલા કાચા સમોસા 61 કિલો માંસ તેમજ 113 કિલો માંસ ભરેલ સમોસા એમ કૂલ 326 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ઑપઇન્ડિયાએ નેહા પટેલ સાથે વાત કરીને તમામ માહિતી મેળવી હતી.

    પોલીસે આ મામલે મહંમદ યુસુફ ફકીર મોહમ્મદ શેખ, મહંમદ નઈમ મહંમદ યુસુફ શેખ, મહંમદ હનીફ ગની ભઠીયારા, દિલાવરખાન ઈસ્માઈલખાન પઠાણ, મોઈન મહેબૂબશા હબદાલ અને મોબીન યુસુફ શેખ એક કૂલ 6ની ધરપકડ કરી હતી. જે બાદ હવે મુખ્ય સપ્લાયર ઈમરાન કુરેશીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં