ઓડિશાના ભદ્રકમાં હિંસા થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અહીં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મુસ્લિમ ભીડ એકઠી થઈ ગઈ હતી અને પથ્થરમારો કરીને ઉત્પાત મચાવ્યો હતો. જેમાં અમુક પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર છે. ઘટના બાદ જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જાણવા મળ્યા અનુસાર, એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મુસ્લિમોનાં ટોળાં એકઠા થઈ ગયાં હતાં અને વિરોધ કરવાનો શરૂ કર્યો હતો. પોસ્ટમાં પયગંબરનું અપમાન થયું હોવાનો વિરોધ કરનારાઓનો દાવો છે. પરંતુ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડે તેમ હોઈ તંત્ર અને પોલીસ વિરોધ માર્ચ કરવાની પરવાનગી આપી ન હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી. દરમ્યાન, ત્રણ જેટલા પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી.
ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓમાં ભદ્રક ટાઉનના SI, IIC અને સિટી DSPનો સમાવેશ થાય છે. જેમાંથી SIને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
#Odisha
— Hindu Voice (@HinduVoice_in) September 28, 2024
Islamist mob let out a rally, pelted stones, and raised STSJ slogans in #Bhadrak.
This thing was never seen in #Odisha.
But, as part of a bigger plan, Muslims are entering different parts of Eastern Indian states from areas where they are in the majority.
It's… pic.twitter.com/5v1bZjbRkS
વધુ વિગતો અનુસાર, ફેસબુક પોસ્ટની વિરુદ્ધ મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થયાં અને ત્યારબાદ પોસ્ટ કરનાર વ્યક્તિની ધરપકડની માંગ કરી હતી. દરમ્યાન ટાયરો પણ સળગાવવામાં આવ્યાં. પરિસ્થિતિ જોતાં પોલીસે મામલો શાંત પાડવાના પ્રયાસ કર્યા, પણ ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો અને પથ્થર ફેંકવાના શરૂ કરી દીધા હતા.
વાતાવરણ ઉગ્ર બનતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટોળાને વિખેરી દીધું હતું. ત્યારબાદ આસપાસના વિસ્તારોમાંથી પણ પોલીસબળ તેડી લેવામાં આવ્યું અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે એક ફ્લેગ માર્ચ પણ કરી હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.
વધુમાં, સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ નિષેધક આદેશ બહાર પાડ્યા છે, જેથી ટોળાં એકઠાં કરી શકાશે નહીં. બીજી તરફ, ઉત્પાત મચાવનારાઓમાંથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘટનાને લઈને DIG (ઈસ્ટર્ન રેન્જ) સત્યજીત નાયકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “સોશિયલ મીડિયા પોસ્ટના કારણે આ પ્રકારની ઘટના બનવી દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ અને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. 10 પ્લાટૂન ફોર્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે.” તેમણે આગળ ઉમેર્યું કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં અને ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું કે, તેઓ FIR દાખલ કરી રહ્યા છે અને પોસ્ટ કોણે કરી હતી તે મામલે પણ સાયબર સેલ તપાસ કરી રહ્યું છે.
જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
આ ઘટના બાદ ઓડિશા રાજ્ય સરકારે ભદ્રક જિલ્લામાં આગામી 48 કલાક માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
The Odisha government has suspended internet services in the Bhadrak district for 48 hours in view of violent communal incidents due to social media postings pic.twitter.com/eePD9Mtvu6
— ANI (@ANI) September 28, 2024
આદેશમાં જણાવવામાં આવ્યું કે, “વોટ્સએપ, ફેસબુક, X અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થકી સાંપ્રદાયિક તણાવ વધવાની સંભાવના છે, જેથી પરિસ્થિતિ વધુ ન બગડે અને વાંધાજનક મેસેજ ફરતા ન થાય, જેથી માહોલ બગડે, તે માટે આવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઈન્ટરનેટ અને અન્ય ડેટા સર્વિસ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પ્રતિબંધ આગામી 48 કલાક સુધી લાગુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.