Friday, September 20, 2024
More
    હોમપેજદેશબાંગ્લાદેશ બાદ હવે બંગાળમાં શરૂ થયું વિદ્યાર્થી આંદોલન: ‘નબન્ના પ્રદર્શન’ દ્વારા મંગાયું...

    બાંગ્લાદેશ બાદ હવે બંગાળમાં શરૂ થયું વિદ્યાર્થી આંદોલન: ‘નબન્ના પ્રદર્શન’ દ્વારા મંગાયું મમતા બેનર્જીનું રાજીનામું, પોલીસે ચાલુ કર્યો લાઠીચાર્જ

    વિદ્યાર્થીઓના આ વિરોધ પ્રદર્શનને રોકવા માટે આખું કોલકાતા પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. અનેક જગ્યાએ પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ કોલકાતામાં વિરોધ પ્રદર્શનને ડામવાની તૈયારીમાં લાગી ગયા છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દમન ગુજરાવાનું પણ શરૂ કરી દીધું છે.

    - Advertisement -

    કોલકાતામાં મહિલા ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યા (Kolkata Rape-Murder Case) બાદથી જ બંગાળની સ્થિતિ અસ્થિર બની ગઈ છે. મેડિકલ વિદ્યાર્થીઓની સાથે સ્થાનિન નાગરિકોમાં પણ રોષ ભરાઈ ઉઠ્યો છે. રાષ્ટ્રવ્યાપી હડતાલ બાદ હવે વિદ્યાર્થીઓએ મમતા બેનર્જીના (Mamata Banerjee) રાજીનામાંની માંગણી સાથે ‘નબન્ના પ્રદર્શન’નું (Nabanna Protest) એલાન કર્યું છે. 27 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ રાજ્ય સચિવાલય એવા ‘નબન્ના ભવન’ને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ બંગાળ પોલીસ પણ વિદ્યાર્થીઓના આ વિરોધ પ્રદર્શનને ડામવા માટે રસ્તા પર ઉતરી આવી છે. અનેક જગ્યાએ પોલીસે તડામાર તૈયારીઓ આદરી દીધી છે. આ સાથે જ તાજી જાણકારી અનુસાર, હાવડા બ્રિજ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા છે અને નબન્ના ભવનને ઘેરવા માટે આગળ વધી રહ્યા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ શરૂ કરી દીધો છે. અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને ડામવા માટે પશ્ચિમ બંગાળ પોલીસ (West Bengal Police) રસ્તા પર ઉતરી આવી છે. કોલકાતા રેપ-મર્ડર કેસને લઈને વિદ્યાર્થીઓનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાંની માંગણી કરી છે. આ સાથે જ તેમણે હાવડાના ‘નબન્ના ભવન’નો (Nabanna Bhavan) ઘેરાવો કરવાની પણ ઘોષણા કરી છે. આ પ્રદર્શનને ડામવા માટે ખૂણે-ખૂણે પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની માંગણી છે કે, આ ઘટનાના પગલે મમતા બેનર્જી રાજીનામું અને આરોપીએ ફાંસીની સજા થાય. પીડિતાને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ‘નબન્ના પ્રદર્શન’ની ઘોષણા બાદથી સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હોવાનું સામે આવ્યું છે.

    હાવડા બ્રિજ પર એકઠા થયેલા વિદ્યાર્થીઓ પર બંગાળ પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો છે. આ સાથે જ પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડ્યા છે. પ્રદર્શનકારીઓ જેવા જ આગળ વધવાનો પ્રયાસ કરે કે તરત જ પોલીસ વોટર કેનનથી તેમને પાછળ ખદેડી રહી છે. આ સાથે જ વચ્ચે-વચ્ચે પોલીસે લાઠીચાર્જ પણ શરૂ રાખ્યો છે. હાલ હાવડા બ્રિજ પર સ્થિતિ તણાવપૂર્ણ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

    - Advertisement -

    પ્રદર્શનને ડામવા બંગાળ પોલીસનું દમન

    વિદ્યાર્થીઓના આ વિરોધ પ્રદર્શનને રોકવા માટે આખું કોલકાતા પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. અનેક જગ્યાએ પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે. આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ કોલકાતામાં વિરોધ પ્રદર્શનને ડામવાની તૈયારીમાં લાગી ગયા છે. હાવડા બ્રિજને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર લોખંડની એક મોટી દીવાલ પણ ઊભી કરી દેવામાં આવી છે અને તેને મીણ લગાવીને ચીકણી પણ કરી દેવાઈ છે. જેથી કરીને વિદ્યાર્થીઓ તેના પર ચડીને પ્રવેશ ન કરી શકે. જોકે, મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ તે આખી દીવાલ જ તોડી પાડી છે. ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીઓ પર દમન ગુજરાવાનું શરૂ કરી દીધું છે. પ્રદર્શનકારીઓએ બેરિકેડને પણ તોડી પાડ્યા છે. પોલીસનું સતત દમન હોવા છતાં પ્રદર્શનકારીઓ આગળ વધવા માટેના પ્રયાસમાં લાગી ગયા છે તે ઉપરાંત પોલીસે અન્ય પણ અનેક તૈયારીઓ પહેલાંથી જ કરી રાખી છે. નોંધવા જેવુ છે કે, ‘પશ્ચિમબંગા છાત્ર સમાજ’ નામના વિદ્યાર્થીઓના મોટા સંગઠને આ પ્રદર્શનની ઘોષણા કરી હતી.

    સાથે એ પણ નોંધવું જોઈએ કે, વિદ્યાર્થીઓના પ્રદર્શનને ભાજપ (BJP) દ્વારા યોગ્ય ગણાવવામાં આવ્યું છે અને સમર્થન પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓના આ રોષને TMCએ ભાજપનું ષડયંત્ર ગણાવી દીધું છે. કોલકાતાના રસ્તાઓ પર ઠેરઠેર પોલીસ કાફલા ખડકી દેવાયા છે. આ ઉપરાંત ડ્રોનથી નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરી અધિકારીઓને સતર્ક રહેવાના આદેશ પણ આપી દેવાયા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ CCTVથી પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અનેક જગ્યાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શનનું આયોજન રવીન્દ્રભારતી વિશ્વવિદ્યાલયના MAના વિદ્યાર્થી પ્રબીર દાસ, કલ્યાણી વિશ્વવિદ્યાલયના શુભંકર હલદર અને સયાન લાહીડી નામમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. તે વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તેમની માત્ર એક જ માંગ છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રાજીનામું આપે અને પદનો ત્યાગ કરે. આ વિદ્યાર્થીઓ સાથે બંગાળના મોટા ભાગના વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં