Tuesday, December 3, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશ ISKCONના સંતોને ભારત આવવા પર પ્રતિબંધ: પાસપોર્ટ-વિઝા હોવા છતાં બોર્ડર પરથી...

    બાંગ્લાદેશ ISKCONના સંતોને ભારત આવવા પર પ્રતિબંધ: પાસપોર્ટ-વિઝા હોવા છતાં બોર્ડર પરથી તગેડી મૂક્યા, કલાકો રાહ જોવડાવી ઈમીગ્રેશને કહ્યું- સરકારની વિશેષ પરવાનગી નથી

    ઘટના બેનાપોલ બાંગ્લાદેશ-ભારત સીમાની હોવાનું સામે આવ્યું છે. અહીંથી ISKCONના 54 સંતો કાયદેસરના પાસપોર્ટ અને વિઝા મારફતે ભારત આવી રહ્યા હતા. દરમિયાન બેનાપોલ ઈમિગ્રેશન પોલીસના અધિકારીઓએ તેમને રોકી દીધા.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુ વિરોધી હિંસા વચ્ચે ભારત પ્રત્યે પણ ઘૃણા સતત વધી રહી છે. તેવામાં રવિવારે (1 ડિસેમ્બર 2024) બાંગ્લાદેશથી ભારત આવી રહેલા ISKCONના સંતોને બાંગ્લાદેશી ઈમીગ્રેશન અધિકારીઓએ (Bangladeshi immigration authorities) રોકી દીધા હતા. મહત્વનું છે કે તે તમામ પાસે કાયદેસરના પાસપોર્ટ અને વિઝા હોવા છતાં તેમને ભારત આવવાની અનુમતી ન આપવામાં આવી. અધિકારીઓએ બાંગ્લાદેશી સરકારની ‘વિશેષ પરવાનગી’ ન હોવાનો હવાલો આપી 54 ભક્તોને બોર્ડર પરથી જ રવાના કરી દીધા.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બેનાપોલ બાંગ્લાદેશ-ભારત સીમાની હોવાનું સામે આવ્યું છે. અહીંથી ISKCONના 54 સંતો કાયદેસરના પાસપોર્ટ અને વિઝા મારફતે ભારત આવી રહ્યા હતા. દરમિયાન બેનાપોલ ઈમિગ્રેશન પોલીસના અધિકારીઓએ તેમને રોકી દીધા. એક અધિકારી ઈમ્તિયાઝ અહસાનુલ કાદરે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “અમે પોલીસની વિશેષ શાખાનો સંપર્ક કર્યો અને તેમનો વિચાર જાણ્યો. દરમિયાન અમને ઉચ્ચ અધિકારીઓ તરફથી નિર્દેશ આપવામાં આવ્યા કે તેમને (ISKCONના સંતોને) બોર્ડર ક્રોસ કરીને ભારત જવાની પરવાનગી ન આપવામાં આવે.”

    કાયદેસરના પાસપોર્ટ અને વિઝા હોવા છતાં ન આપી પરવાનગી

    આ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તે તમામ પાસે કાયદેસરના પાસપોર્ટ અને વિઝા સાથેથી લીગલ પરવાનગી હતી, પરંતુ તેમની પાસે ‘વિશેષ સરકારી પરવાનગી’ નહોતી માટે તેમને રોકવામાં આવ્યા. ભક્તોના આ જૂથમાં બાંગ્લાદેશના અનેક જિલ્લાઓમાંથી આવેલા ભક્તો હતા. તેમને શનિવારની રાતથી લઈને રવિવાર સવાર સુધી કેટલાયે કલાકો સુધી ચેકપોસ્ટ પર રાહ જોવડાવવામાં આવી હતી. કલાકો સુધીની પ્રતીક્ષા બાદ અંતે તેમને જણાવવામાં આવ્યું કે તેઓ બોર્ડર ક્રોસ નહીં કરી શકે. કહેવામાં આવી રહ્યું છે કે ભક્તોનું આ જૂથ ભારતમાં એક ધાર્મિક સમારોહમાં ભાગ લેવા આવી રહ્યું હતું.

    - Advertisement -

    નોંધવું જોઈએ કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોની સાથે જ ભારત પ્રત્યે નફરતનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ રસ્તાઓ પર ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે, પ્રશાસન દ્વારા હિંદુ સંતો અને મહંતોને પકડવામાં આવી રહ્યા છે. પોલીસ હિંદુ પત્રકારોનો અવાજ દબાવી રહી છે અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં ખુલ્લેઆમ તિરંગાનું અપમાન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરની ઘટનાઓમાં ISKCONના સંત અને હિંસા પીડિત હિંદુઓના અવાજ બનેલા ચિન્મય કૃષ્ણ દાસની (Chinmoy Krishna Das) ધરપકડ બાદ વેગ આવ્યો છે. તેમની ધરપકડ બાદ એક તરફ જ્યાં પીડિત હિંદુઓ વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ યુનુસ સરકાર યેનકેન પ્રકારે તેમને ડામવા પ્રયાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં