Monday, February 3, 2025
More
    હોમપેજદુનિયાઈશનિંદાના આરોપસર હિંદુ યુવકને ઘેરી વળ્યું ઇસ્લામી ટોળું, ઢોર માર મારતાં હોસ્પિટલમાં...

    ઈશનિંદાના આરોપસર હિંદુ યુવકને ઘેરી વળ્યું ઇસ્લામી ટોળું, ઢોર માર મારતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો: બાંગ્લાદેશમાં પણ હવે પાકિસ્તાનની પેટર્નથી થતા હુમલા વધ્યા

    સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હિંસક મુસ્લિમ ભીડ હિંદુ વ્યક્તિનું અપહરણ કરીને લઇ જતી દેખાઈ રહી છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    બુધવાર 1 જાન્યુઆરીની રાત્રે, બાંગ્લાદેશમાં (Bangladesh) ચિત્તાગોંગ (Chittagong) શહેરના પટેંગા કાઠગઢ વિસ્તારમાં પ્રાંતા તાલુકદર નામના એક હિંદુ વ્યક્તિનું મુસ્લિમ ટોળાએ અપહરણ કરી લીધું હતું. કટ્ટરપંથી ટોળાંએ તેની ઉપર ‘ઈશનિંદા’નો (Blasphemy) આરોપ લગાવીને ઢોર માર માર્યો હતો. આખરે પોલીસે વચ્ચે પડીને તેને છોડાવ્યો. હુમલામાં હિંદુ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

    અહેવાલ અનુસાર, સ્થાનિક પોલીસને લાલખાન બજાર અમીન સેન્ટરના પાર્કિંગમાં એક વ્યક્તિ સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી રહી હોવાની જાણકારી મળી હતી. આ મામલે પોલીસને માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મુસ્લિમ ટોળાના મારથી હિંદુ વ્યક્તિને જીવિત બચાવી લીધો હતો.        

    પોલીસે પ્રાંતા તાલુકદરને બચાવીને પ્રાથમિક સારવાર માટે મોકલ્યો હતો. તેને ચિત્તાગોંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હિંસક મુસ્લિમ ભીડ હિંદુ વ્યક્તિનું અપહરણ કરીને લઇ જતી દેખાઈ રહી છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    ‘ઈશનિંદા’ના નામે બાંગલાદેશી કટ્ટરપંથીઓએ હિંદુઓ પર કરેલ હુમલા

    ગત વર્ષે ડિસેમ્બર, 2024માં પણ બાંગ્લાદેશમાં મુસ્લિમોએ આકાશ દાસ નામક એક હિંદુ યુવક પર ‘ઈશનિંદા’નો આરોપ મુક્યો હતો. મુસ્લિમ ટોળાએ એવો આરોપ લગાવ્યો હતો કે આકાશે ફેસબુક પર પોસ્ટ કરીને ‘ઈશનિંદા’ કરી હતી. આ આરોપને લઈને મુસ્લિમોએ હિંદુઓના 130 ઘરો અને 20 મંદિરોને આગ ચાંપી દીધી હતી.

    ઑક્ટોબર, 2024માં મુસ્લિમોના ટોળાએ હૃદય પાલ નામક હિંદુ યુવક પર પૈગંબર મુહમ્મદનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને લઈને મુસ્લિમ ટોળાએ ફરીદપુર જિલ્લાના બોલમારીમાં આવેલ કારીદરી ડિગ્રી કોલેજને ઘેરીને નિશાન બનાવી હતી.

    સપ્ટેમ્બર, 2024માંમુસ્લિમોના ટોળાએ ખુલના શહેરના સોનાડંગા ક્ષેત્રમાં ‘ઈશનિંદા’ના આરોપમાં ઉત્સબ મંડળ નામક હિંદુ યુવાનને ગંભીર રીતે માર માર્યો હતો. આ જ મહિનામાં ફરીથી મુસ્લિમોના ટોળાએ ચિત્તાગોંગના પાટિયા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને પયગંબર મોહમ્મદનું અપમાન કરનાર હિંદુ યુવકને તેમને સોંપી દેવાની ધમકીઓ આપી હતી.

    આ ઉપરાંત મદરેસાના વિદ્યાથીઓ સહિતના મુસ્લિમોના ટોળાએ એક યુવકને જોઇને તેને ભીડને સોંપી દેવાની માંગ સાથે સૈન્ય વાહન પર હુમલો કર્યો હતો. પાર્થ બિસ્વાસ પીન્ટુ નામક 22 વર્ષીય યુવકની પણ ‘ઈશનિંદા’ના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

    આ ઉપરાંત મે 2024માં, બાંગ્લાદેશની બંગબંધુ શેખ મુજીબુર રહેમાન સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉત્સબ કુમાર ગિયાન નામના હિંદુ વિદ્યાર્થીને મુસ્લિમ ટોળા દ્વારા ‘ઈશનિંદા’ના આરોપમાં માર મારવામાં આવ્યો હતો. શેખ હસીનાના રાજીનામા બાદ બાગ્લાદેશમાં સતત હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે બિનમુસ્લિમો પર બ્લાસફેમીના આરોપો લગાવી દઈને મૉબ લિન્ચિંગ કરી નાખવામાં પાકિસ્તાન ‘આગળ પડતું’ છે. આ પહેલાં અનેક એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આમ તો પાકિસ્તાનમાં ઈશનિંદા એ ગુનો છે. કોઈ પણ ધર્મ, પંથ કે મઝહબનાં પ્રતીકો કે પાત્રો વિશે ટિપ્પણી કરી શકાય નહીં અને કરો તો મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે. પણ મોટેભાગે મુસ્લિમ ટોળાં કોઈની ઉપર પણ ઈશનિંદાના આરોપો લગાવી દઈને જાતે જ ન્યાય તોળી નાખતાં હોય છે. બાંગ્લાદેશ આ દૂષણથી અત્યાર સુધી બાકાત રહ્યું હતું, પણ હવે યુનુસ સરકારમાં આવી બાબત સામાન્ય બની રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં