Sunday, February 2, 2025
More
    હોમપેજદુનિયાહિંદુ મંદિરમાં ઘૂસ્યો મિરાજુદ્દીન, માતા સરસ્વતીની તોડી મૂર્તિ: બાંગ્લાદેશના ફરીદપુરની ઘટના, અગાઉ...

    હિંદુ મંદિરમાં ઘૂસ્યો મિરાજુદ્દીન, માતા સરસ્વતીની તોડી મૂર્તિ: બાંગ્લાદેશના ફરીદપુરની ઘટના, અગાઉ ઇસ્કોન મંદિરમાં પણ કરી ચૂક્યો છે તોડફોડ

    ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ફરીદપુરના ઇસ્કોન મંદિરમાં આ જ આરોપીએ માતા સરસ્વતીની મૂર્તિ તોડી પાડી હતી. તે સમયે તેની ધરપકડ કર્યા બાદ તેને 'માનસિક અસ્થિર' ગણાવીને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangadesh) યુનુસ સરકારના શાસનમાં હિંદુવિરોધી હિંસા (Anti-Hindu violence) બંધ થવાનું નામ નથી લઈ રહી. અનેક હિંદુઓની હત્યા અને હિંદુઓના મંદિરોને ટાર્ગેટ કર્યાના કિસ્સા સામે આવ્યા બાદ હવે વધુ એક તેવો જ કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, બાંગ્લાદેશના ફરીદપુરમાં મિરાજુદ્દીન નામના શખ્સે એક હિંદુ મંદિરમાં (Hindu Temple) ઘૂસીને મૂર્તિ તોડી પાડી છે. તેણે માતા કાલીના મંદિરમાં ઘૂસીને માતા સરસ્વતીની મૂર્તિ તોડી પાડી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા હિંદુઓએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસ હવાલે કર્યો હતો.

    રિપોર્ટ્સ અનુસાર, આરોપીની ઓળખ 32 વર્ષીય મોહમ્મદ મિરાજુદ્દીન તરીકે થઈ છે. તેને હિંદુ મંદિર પર હુમલો કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ લોકોએ પોલીસ બોલાવી હતી અને તેને પોલીસ હવાલે કરી દીધો હતો. પોલીસે તેને કોર્ટમાં પણ રજૂ કર્યો હતો. જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મંદિર સમિતિના સભ્યો અનુસાર, કાલી મંદિર 4 ફૂટ ઊંચી ઈંટની દિવારથી સુરક્ષિત છે.

    તેમ છતાં મોહમ્મદ મિરાજુદ્દીન સરળતાથી મંદિરમાં ઘૂસી આવ્યો હતો. સાથે કહેવાયું છે કે, આરોપીએ જે મૂર્તિને તોડી પાડી છે, તે વસંતપંચમીના (3 ફેબ્રુઆરી) દિવસે સરસ્વતી પૂજા માટે બનાવવામાં આવી હતી. આ સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ફરીદપુરના ઇસ્કોન મંદિરમાં આ જ આરોપીએ માતા સરસ્વતીની મૂર્તિ તોડી પાડી હતી. તે સમયે તેની ધરપકડ કર્યા બાદ તેને ‘માનસિક અસ્થિર’ ગણાવીને મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    માતા કાલીના મંદિરની નજીકમાં રહેતા સમર મંડલ નામના એક હિંદુ વિદ્યાર્થીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, “મૂર્તિને 6000 ટકાના બદલામાં એક કારીગર દ્વારા તૈયાર કરવામાં આવી રહી હતી. અમારી હોસ્ટેલમાં રહેતા હિંદુ વિદ્યાર્થીઓ સરસ્વતી પૂજા કરવા માંગતા હતા. હવે સમય પર અમે તે મૂર્તિને ઠીક પણ કરી શકીશું નહીં.” જોકે, બાંગ્લાદેશમાં આવી ઘટનાઓ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં